________________
વરસીતપ પ્રસંગે
એ પ્રેમ ભેટ :ભુપતલાલ પુતબાલજીને આપ સવ સજજનોને જણાવતાં અત્યંત હશે થાય છે કે, આ “અદ્ભુત નિત્યસમરણ” જે પરમ મંગલમય સુખનું ધામ છે. તે સમાજની સેવામાં તેની આ ૧૫ મી આવૃત્તિ અર્પણ કરવામાં આવે છે. આ પુરતકની જ્યારે જ્યારે નવી આવૃત્તિ બહાર પડી ત્યારે ત્યારે નવીન અદૂભૂત વિષય સાથે પ્રાર્થના સ્તોત્રનો સંગ્રહ કરવામાં આવે છે.
જ્યારે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ છપાણી ત્યારે માત્ર ૪૪ પૃષ્ઠ હતા અત્યારે ૧૫ મી આવૃતિમાં લગભગ ૪૫૦ પૃષ્ઠ થાય છે તે ઉપરથી સજજનોને ખ્યાલ આવી જશે કે કેટલે નવીન આદર્શ સંગ્રહ થયેલ છે. આ પુસ્તકનું સર્વથી વધારે મહત્વ આ છે કે આમાં ઈશ્વર પ્રાર્થના જ છે આમાં કોઈ સંપ્રદાય કે ગચ્છને ભેદ નથી. જ્યાં ભેદ છે ત્યાં ઢેશ છે જ અને તેથી ત્યાં આત્મ ઉત્થાનને સર્વથા આભાવ જ હોય છે.