________________
૨૩૬
!! ૐ || –શાન્તિનાથ પ્રભુની સ્તુતિ (શાન્તિ જિણુંદ સુખકાર )...એ રાગ. શાન્તિ જિનેશ્વર નામ, લીલા લહેર કરાવે, પરમ આનંદનું ધામ, સુખ અમૃત વરસાવે. (૨) ટેક. પુણ્ય ઉદય જિનરાજ, શાંતિ જિન મન ભાવે, અક્ષય સુખનું રાજ, અંતર જયોતિ જગાવે. ૧ ક૯પતરૂ જિનવર નામ, હારે મંગલાચારે, અપૂર્વ સુખનું ધામ, આનંદ ૯હેર અમારે. ૨ શાંતિ જિણ દ મહારે સહાય, ચિંતામણિ સુખકારે, જે જે ચિંતવું મનમાંય, સૌ સુખ પ્રગટે હારે. ૩ શાન્તિ નંદન વનમાંય, સુખની લહેર આવે, અવિચલ શિવ સુખદાય, મ્હારૂં મનડું પાવે. ૪ દાય સહસ્ત્ર સાત સાલ, દીવાળી દિન ગાવે, ધોરાજીમાં “ઘાસીલાલ,” આનંદ રંગ વરતાવે. ૫