SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે, આપણા તંત્રને યુક્તિ-પ્રયુક્તિથી પ્રયોજી શકાય તે અંગે ચોક્કસ રીતઉપલબ્ધ છે. જેનાથી આ શરીર, આ મન... આપણા માનું રસાયણ આપણે જે રીતે ચાહીએ એ પ્રકારનું કરી શકાય છે. પરંપરાગતપણે યોગ, મનુષ્યને શરીરના પાંચ પડ તરીકે જુએ છે : ભૌતિક શરીર, માનસિક શરીર, પ્રાણિક ઉર્જા શરીર, સૂક્ષ્મ શરીર અને પરમાનંદ શરીર સદ્ગુરુ સમજાવે છે, ભૌતિક માનસિક અને પ્રાણિક શરીરો યોગ્યપણે સીધાણમાં હોય તો, એક કુદરતી અભિવ્યક્તિ - પ્રચંડ પ્રસન્નતાની અભિવ્યક્તિ મનુષ્યમાં સહજપણે આવશે. હાલ આપણે આ ત્રણ શરીરને સતત સીધાણમાં રાખવા માટેની ટેકનોલૉજી જોઈએ છીએ જેથી પ્રસન્નતા એ આકસ્મિક, બનાવ નહીં પરંતુ સામાન્ય સ્થિતિ બને. તમારા માટે એક સ્વાભાવિક જીવન બની જાય. શાભવી મહામુદ્રા ઉપર અલગ અલગ અભ્યાસો થયા છે. કેટલાકે રોગની સ્થિતિ અને ઔષધીય ઉપયોગ પર તેની અસરને ચકાસેલ છે. કેટલાકે ખાસ ઋતુસ્ત્રાવની અનિયમિતતા સંદર્ભે, તો કેટલાકે ઊંઘ, હૃદયના અસ્થિર ધબકારા, મગજની પ્રવૃત્તિ વગેરે ઉપર ધ્યાનના લાભોનો અભ્યાસ કરેલ છે. શાભવી મહમુદ્રાનો અભ્યાસ કરવાથી તણાવ અને ઉગમાં ઘટાડો, માનસિક સંસ્કૃતિ અને એકાગ્રતામાં સુધારો તથા સ્વજાગૃકતામાં વધારો થાય છે. તેનો નિયમિત અભ્યાસ સ્વાસ્થયને લાભકર્તા છે અને દવાઓનો ઉપયોગ અટકાવે છે. ઓછામાં ઓછું હાઈપરટેન્શન ડિપ્રેશન અને ઋતુસ્ત્રાવના પ્રશ્નો સહિતના ઘણા રોગોમાં લેવાતી દવાઓમાં ઘટાડો કરે છે. આ ક્રિયા ઈનર એનિજનિયરીંગ ઈશાના મુખ્ય કાર્યક્રમનો ભાગ છે. ઈશા ક્રિયા : ઈશા ક્રિયા એક દયાન છે. ‘ઈશા'નો અર્થ છે, “તે કે જે સૃષ્ટિનો સ્ત્રોત મૂળ છે'' અને ક્રિયાનો અર્થ છે ‘આંતરિક કાર્ય’. આ ધ્યાનનો હેતુ મનુષ્યને તેના અસ્તિત્વના સ્ત્રોત સાથે સંપર્ક સ્થાપવામાં મદદ કરવાનો છે, જેથી તે પોતાનું જીવન પોતાની ઈચ્છા અને પોતાના વિચારે પ્રમાણે જીવી શકે. આ ક્રિયા તમારી અને તમારા શરીર, અને તમારા મન વચ્ચે એક અંતર ઊભું કરે છે. તમે જીવનમાં મુશ્કેલી અનુભવો છો, કારણ કે તમે આ મર્યાદિત બાબતોને જ તમારી ઓળખાણ બનાવી લીધી છે. ધ્યાનની ખાસિયત એ છે કે તમે અને તમે જેને તમારું મન ગણો છો, તેમની વચ્ચે એક અંતર ઊભું થાય છે. તમે જે કોઈ પીડા ભોગવો છો, તે તમારા મગજની રચના છે. જો તમે તમને મગજથી અલગ કરી દો તો શું તમારી અંદર પીડા હોઈ શકે? અહીં જ પીડાનો 1-19 -અંત આવી જાય છે. જ્યારે તમે ધ્યાન કરો છો, તમારા અને તમારા મગજ વચ્ચે એક અલગાવ ઊભો થાય છે અને તમે શાંતિનો અનુભવ કરવા લાગો છો, પણ સમસ્યા એ છે કે જેવા તમે આંખ ખોલો છો, તમે ફરી પાછા મગજ સાથે જોડાઈ જાવ છો. જો તમે રોજ ધ્યાન કરશો તો એક દિવસ એવો આવશે કે જ્યારે તમારી આંખો ખોલશો ત્યારે પણ તમે અનુભવ કરશો કે તમારું મગજ ત્યાં છે અને તમે અહીં છો. જ્યારે તમે તમારા શરીર અને તમારા મનની સાથે તમારી ઓળખને બંધ કરી દેશો, તમે તમારા ભીતર સૃષ્ટિના સ્ત્રોત સાથે જોડાઈ જાવ છો. ઈશા ક્રિયાના દરરોજ અને નિયમિત અભ્યાસર્થી જીવનમાં સ્વાસ્થય, કુશળતા, શાંતિ અને ઉત્સાહ જળવાઈ રહે છે. તેયારી : * પૂર્વ દિશા તરફ મોં રાખી પલાંઠી વાળી બેસો, તમારી કમર-કરોડરજજુ સીધી રાખો. * તમારા હાથ સાથળ પર ખુલ્લા અને હથેળી ઉપરની બાજુ હોય. * જરા ઊપર ઊઠેલા ચહેરા સાથે આંખો બંધ કરીને બેસો, તમારી ભમરોની વચ્ચે હળવું ધ્યાન કેન્દ્રિત કરો. * આ ધ્યાન ત્રણ તબક્કામાં થશે. પ્રથમ ચરણઃ * શ્વાસ લેતી વખતે દરેક વાર તમારા મનમાં બોલો : ‘હું આ શરીર નથી', આ વિચાર સાથે શ્વાસ અંદર લેતા રહો. * દરેક વાર શ્વાસ છોડતી વખતે તમારા મનમાં બોલો : “હું આ મન પણ નથી' આ વિચાર સાથે શ્વાસ છોડતા રહો. * આ પ્રમાણે સાત થી 11 મિનિટ સુધી કરો. બીજુ ચરણ : * ઊંડો શ્વાસ લઈને, પછી મોં ખુલ્લું રાખીને આ... આ... આ... નો લાંબો અવાજ કરો. એ પ્રમાણે કે તમે તેની ધ્રુજારી નાભિની નીચે અનુભવો. આ પ્રમાણે સાત વખત કરવાનું છે. દરેક વાર અવાજ કરતા પૂરો શ્વાસ છોડવાનો છે. ત્રીજું ચરણ : * તમારા ચહેરાને થોડો ઉપર ઉઠાવેલો રાખો, તમારું ધ્યાન ભમરોની વચ્ચે રાખતા પાંચ છ મિનિટ સુધી બેસો. છે FINAL 178 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ 179|
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy