________________ દેહભાવ - અહંભાવ નિરહંકાર દશા ચિત્તમાં વિહરવા માંડે ત્યારે જ પરમાત્મતત્ત્વથી તાદાભ્યતાનો પ્રારંભ થાય છે. અહંનો સંપૂર્ણ લય થયા પછી જ આ મદાશૂન્યનું અમૃત ચાખવા મળે છે. આત્મા આનંદસ્વરૂપ છે, આનંદ તેનું સ્વરૂપ હોઈ તે નિત્ય જ છે. વિષયવાનવર્જિત, અજ્ઞાનરહિત, અભદદર્શી આત્મજ્ઞાન થયા પછી તેને બંધન કે મુક્તિના હિંદો રહેતા નથી. તે તો પોતાને અવ્યવ (અવિનાશી), અભય (અજન્મા), પરિપૂર્ણ, ચિત્તસ્વરૂપ (ચૈતન્યમય) પરમસુખસ્વરૂપ જાણે છે. આ અમૃતાનુભવ એ જ નિર્વાણ, એ જ મોક્ષ, એ જ જીવનમુક્ત છે. સંકલન : શ્રી રમણમહર્ષિકૃત ઉપદેશસાર ડૉ. રશ્મિ ભેદા તેમને સૂત્રબદ્ધ કરીને ‘ઉપદેશસાર'ની રચના કરી છે. રમણ મહર્ષિ જણાવે છે કે કર્મ,ભક્તિ, યોગ કે જ્ઞાન, દરેકનું અંતિમ લક્ષ્ય તો એક જ છે કે મનનું હૃદયમાં અર્થાત્ મનનું તેના મૂળ આત્મામાં વિલીન થવું અને તેવી અમનસ્થિતિમાં જ અસંગ આત્માનું ઐક્ય અનુભવવું. અથંગ યોગ કરનારો યોગી પણ મનોનિરોધ કરીને અંતે તો મનનો લય કરવાનો જ પ્રયત્ન કરે છે. મનોનાશ પામેલ ઉત્કૃષ્ટ યોગી માટે કોઈ જ કર્તવ્ય કર્મ રહેતું નથી કેમ કે તે તો આત્મસ્વરૂપમાં અભેદભાવે સ્થિત થઈ ગયો છે. જેણે અજ્ઞાનનો નાશ કરીને મનોનાશ કર્યો છે તેણે જ “સ્વ” સ્વરૂપ કે આત્મસ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરી છે. અને તેને કારણે જ તેવી વ્યક્તિને તેઓ ઉત્કૃષ્ટ યોગી કહે છે. આવા ઉત્કૃષ્ટયોગીની આત્માની સ્થિતિને આત્મસ્થિતિ કે આત્મસ્વરૂપમાં પ્રાપ્ત નિષ્ઠા કહેવાય છે. તેને બાહ્મીસ્થિતિ પણ કહે છે. આત્મજ્ઞાનમાં ભેદ, કર્તા, ભોક્તા કે ભોગ્ય પદાર્થો જ નથી, પછી ત્યાં કર્મ કેવું? આત્મજ્ઞાનમાં જીવ અને ઈશ્વર, જીવ અને બ્રહ્મનો ભેદ રહેતો નથી. મહર્ષિ પ્રશ્ન કરે છે કે આત્મસ્વરૂપમાં સ્થિત જ્ઞાનીને જો ભેદભર્શન નથી, તેનામાં ‘હું કર્તા છું' તેવો ભાવ નથી તો તેને કર્મ કેવી રીતે હોઈ શકે? પોતાને આત્મસ્વરૂપમાં પૂર્ણ, સંતુષ્ટ અને આનંદસ્વરૂપ માનનાર યોગીને બહારથી સુખ મેળવવા માટે પ્રયત્ન કે કર્મ કરવાનું ન હોય. જ્ઞાની (યોગી) કંઈ પણ કરતો હોય, એની સમાધિ અવસ્થામાં ભંગ પડતો નથી, પ્રારબ્ધ પ્રમાણે એનું શરીર કાંઈ પણ કરતું હોય તે હંમેશા આત્મામાં સ્થિર રહે છે. આપણે પોતાના શરીર સાથે તાદાભ્ય કરીને શરીર કરતું હોય ત્યારે હું કરૂં છું એમ કહીએ છીએ જ્યારે જ્ઞાની ઈન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રવર્તે છે એમ વિચારી સ્વયં અનાસક્ત રહે છે. આવો ઉત્કૃષ્ટ યોગી આત્માના સાક્ષીભાવથી નિષ્કામ કર્મ લોકકલ્યાણ અર્થે કરી શકે પરંતુ તે કર્મફળ અને કર્તાપણાથી અસંગ રહે છે. મહર્ષિ કહે છે, દેહ સાથે જ્ઞાની (યોગી) જીવનમુક્ત છે અને દેહ પડ્યા પછી વિદેહમુક્ત છે પરંતુ આ ભેદ જ્ઞાનીઓ માટે નહીં, જોનાર માટે છે, એની સ્થિતિ દેહ પડ્યા પહેલા અને પછી એક સરખી હોય છે. વિપયજ્ઞાન અને અજ્ઞાનથી વર્જિત શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત થનારો અભેદઇર્શી છે. મહર્ષિના મત પ્રમાણે અભેદર્શન એ જ્ઞાનની પરાકાષ્ઠા છે. અભદદર્શન એટલે જેને “હું” અને “તું'નો ભેદ રહેતો નથી. અને જે સર્વત્ર, સર્વમાં એકમાત્ર સર્વવ્યાપ્ત આત્માને જ જુએ છે. હું’ અને ‘તુંનો ભેદ મટતા તેને અજ્ઞાનરહિત, વિષયજ્ઞાનવર્જિત અભદદર્શન થાય છે. અભેદદશાને જ સાધક જીવશે તે જીવન મુક્તાવસ્થાને પામશે. અભેદ જાણવા માત્રથી મુક્તિ થતી નથી, જીવવાથી મુક્તિ પરિણમે છે. જ્યાં સુધી વ્યવહારમાં રાગ દ્વેષ વ્યક્ત થતા હોય છે ત્યાં સુધી ચિત્તમાં “અહંમ - ઈહમ'નો મળ પડ્યો છે. ભેદથી ગ્રસિત ચિત્ત ધ્યાનાવસ્થા ક્યારેય પામી શકે નહીં. બધ્ધાવસ્થા કે બ્રાહ્મી અવસ્થાને પામી શકે નહીં. તસ્માતું FINAL - 16-01-19 શ્રીરમણવાણી ‘આનંદનો અનુભવ સમાધિનું છેલ્લું વિદન છે. તમને ઘણા સુખનો અનુભવ થાય છે અને તમે એ આનંદમાં જ રહેવા ઈચ્છો છો. એને વશ ન થવું જોઈએ અને પરમશાંતિની આગલી ભૂમિકા તરફ આગળ વધવું જોઈએ. શાંતિ આનંદથી ઉચ્ચતર છે, જે સમાધિમાં લીન થઈ જાય છે. સફળ સમાધિ જાગ્રત-સુષુપ્તિ અવસ્થા લાવે છે, એ અવસ્થામાં તમે જાણો છો કે તમે નિત્ય-ચેતન છો. કારણ કે ચૈતન્ય તમારું સ્વરૂપ છે. વસ્તુત માણસ સદા સમાધિમાં હોય છે પણ એ વાત જાણતો નથી, એ જાણવા માટે તમારે ફક્ત અવરોધો હટાવવાના છે. 162 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ 163.