________________ ક્રાંતિ, સંક્રાંતિ અને ઉત્ક્રાંતિઃ અરવિંદો ડૉ. રાજેન્દ્ર પટેલ અરવિન્દ આશ્રમના જૂના સાધક ઉદાર પિન્ટોએ એકવાર પચ્ચીસ વર્ષની સાધના પછી શ્રી માતાજીને પૂછયું, શું પોતે યોગસાધના બરોબર કરે છે ને? માતાજીનો જવાબ તેમના માટે આઘાતજનક હતો - ‘તું યોગસાધના અયોગ્ય રીતે કરે છે.” ઉદારે પૂછ્યું - ‘તો તેણે શું કરવું જોઈએ?” માતાજી જે જવાબ આપે છે તે ખૂબ સૂચક છે. તેમનું કહેવું હતું કે - માતાજી જે હવે કહે છે તે શ્રી અરવિન્દના યોગનો પાયો છે. તે કહે છે કે, “બસ, તું તારી જાત મને આપી દે, હું તારા વતીથી યોગ કરીશ. મેં સોપેલું રોજબરોજનું કામ તું કર્યું જા. તારું કામ એટલું જ છે તું મને તારામાં સાધના કરવા દે. બસ આટલું જ.' માતાજી આગળ પૂછે છે “સવારે ઊઠીને પહેલું કાર્ય શું કરે છે?' ઉદાર કહે છે ‘બશ કરું છું.' માતાજી બહુ વહાલથી કહે છે ‘બસ તું જ્યારે બશ કરે છે ત્યારે મારી જોડે જ તું શશ કરે છે તે અનુભવ. મારી હાજરી અનુભવ. વાતો કરતા, જમતા, કોઈ પણ કામ કરતા મારી હાજરીનો સતત અનુભવ કર. હું નાના મોટા દરેક કાર્યોમાં તારી જોડે જ છું તેનો જીવંત અનુભવ કર.” કશા પણ અવરોધ વગર દિવ્ય તત્ત્વને પોતાની જાતમાં સહજ પ્રવેશવા દેવું, તેની હાજરી (Presence) નો અનુભવ કરવો તે શ્રી અરવિન્દના યોગનું પ્રવેશદ્વાર છે. શ્રી અરવિન્દ, 17 ઓગષ્ટ 1941 ના રોજ એક સાધકના પત્રના પ્રત્યુત્તરમાં જણાવેલું કે આ યોગના, બે પગથિયાં ખૂબ મહત્ત્વના છે. એક, મા ભગવતીના શરણમાં આશરો લેવો તથા દિવ્યજીવન માટે સાધકની અપ્રતિમ અભીપ્સા હોવી. તે માટે જીવનની પ્રત્યેક ક્ષણનું મહત્ત્વ છે. કોઈ કાર્ય કે કોઈ સંજોગોનું હોવું ન હોવું તે ગૌણ બાબત છે. જીવનનું એક માત્ર કેન્દ્ર, એક માત્ર હેતુ આ પરમ શક્તિ જોડે સાયુજ્ય સાધવું તે છે. તેમણે રચેલી સાધનાની ભૂમિકા અને યોગ-પદ્ધતિની વાત કરતાં પહેલા તેમણે યોગ કોને કહ્યો છે તે પણ સમજી લેવું જોઈએ. તેમણે યોગનો અર્થ પારંપારિક ન લેતા એક વ્યાપક અને વિશિષ્ટ અર્થ અંકે કર્યો છે. તે સંદર્ભે તેમણે એક વાક્ય આપ્યું છે. All life is yoga. સંપૂર્ણ જીવન જ એક યોગ છે. તેની પ્રત્યેક ક્ષણ, પરમ તત્ત્વને પામવાનો એક સંજોગ છે. પરમ તત્ત્વ સાથેનું સાયુજ્ય રચવું, દરેક પળે તે માટે અભિમુખ થવું તે જ સાચા અર્થમાં શ્રી અરવિન્દના યોગનો પાયો છે. શ્રી અરવિન્દ યોગી ઉપરાંત મહાકવિ પણ છે. તેમનું આ દર્શન તેમના મહાકાવ્ય - 16-01-19 FINAL સાવિત્રીના પર્વ ૧૧ના સર્ગ એકમાં સ્પષ્ટ રીતે મૂકેલું છું. A divine force shall flow through tissue and cell And take the charge of breath and speech and act And all the thought shall be a glow of suns And every feeling a celestial thrill.... (દિવ્ય સંવેદના કરી શક્તિ જાશે બની આ ઈન્દ્રિયોતણી, માંસમાટી અને નાડીયંત્ર એક દિવ્ય અદ્ભુત હર્ષને લહેવાને શક્તિમાન બની જશે, ને દેહો મર્ચ સામર્થ્ય ધારશે અમૃતત્વનું. સેન્દ્રિયતત્ત્વની જાલે અને કોશે દિવ્ય એક શક્તિનો સ્ત્રોત ચાલશે ને શ્વાસોચ્છવાસને વાની ને ક્રિયાનો કાર્યભાર ઉપાડશે.) Nature shall live to manifest secret God The spirit shall take up human play This earthly life become the life divin. (જગતી જીવશે ગુમ પ્રભુને પ્રટાવવા, લઈ સ્વહસ્તમાં લેશે આત્મા લીલા મનુષ્યની, જીવન પૃથ્વીનું આ બનશે દિવ્ય જીવન.) ઉપર્યુક્ત મંત્રકવિતા અનુસાર પારંપારિક યોગ કરતા શ્રી અરવિન્દનો યોગ સાવ નવો, જૂદો અને સમગ્રતાલક્ષી છે. દિવ્યતાનો આ પ્રવાહ, શરીરના કોષોમાં, વાણી અને વર્તનમાં વહેતો રહે છે, તેની સભાનતા કેળવતા કેળવતા આ પ્રક્રિયામાં સક્રિય રીતે સામેલ થવું તે પહેલી આવશ્યકતા છે. પૃથ્વી ઉપર મનુષ્ય દ્વારા દિવ્યજીવનની સ્થાપના તે આ યોગનું કેન્દ્રસ્થ કાર્ય છે. શ્રી અરવિન્દના યોગપથનું બીજું પગથિયું, સ્વ-પૂર્ણતા (self perfection) નો છે. સ્વના સાક્ષાત્કારનો છે. સ્વનો લોપ કે તેના નકારનો નહિ પણ તેના સ્વીકારનો છે. સામાન્ય રીતે યોગ સાધના માટે આપણી સામે બે માર્ગ છે. બે રીત છે. એક પદ્ધતિ છે વૈરાગ્ય લઈને સંસારનો ત્યાગ કરવાનો, બીજી પદ્ધતિ છે સંસારમાં રહીને સાધના, તપસ્યા કરવાની છે. એક માં રોજબરોજનું જીવન છોડીને પરમ પ્રાપ્તિને રસ્તે જવાનો છે, બીજામાં કાર્ય કરતા કરતા જીવનને પરમ સાથે જોડીને પૂર્ણતા મેળવવાનો છે. જીવનના સંગ્રામમાંથી ભાગી જવાનો નહિ પણ તેને સ્વીકારી તેના પર વિજય મેળવવામાં છે. તેથી શ્રી અરવિન્દના યોગનો પાયો આ વિશ્વના સત્યમાં અને તેના આનંદમાં યોગમાર્ગની અંતર્દષ્ટિ | 157 156 યોગમાર્ગની અંતર્દષ્ટિ