________________ થાણિક આનંદ અને શુદ્ર સામર્થ્યમાં રમીએ છીએ, પણ શાશ્વત આનંદ અને અસીમશક્તિનો ભંડાર આપણામાં સભર ભર્યો હોવા છતાં એને જાણી કે માણી શકતા નથી. વિમર્શથી ઊલટી ગતિ કરો એટલે પ્રકાશની પ્રાપ્તિ થશે. અહંકારનું કાળું ઢાંકણ પડ્યું છે. એને જેટલું હટાવશો એટલું અજવાળું મળશે. ત્રિફટીભેદ એટલે બીજું કાંઈ નહીં, પણ સ્થળ, સૂક્ષ્મ ને કારણ ત્રણ સૃષ્ટિ; વૈખરી, મધ્યમા ને પયંતી, ત્રણ વાણી; જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થા અને સત્વ, રજ, તમ એ ત્રણ ગુણના પ્રકૃતિના રાજનો ભાંગીને ભુક્કો કરી નાખવો. ત્રિકુટી એ પ્રકૃતિના રાજનું છેલ્લું થાણું છે અને તેનાં મૂળિયાં છે મન, બુદ્ધિ અને અહંકાર. આ ત્રિકુટી ભેદો એટલે પિંડ- બ્રહ્માંડનો પડદો હટી ગયો. સમસ્ત બ્રહ્માંડને ચલાવતી મહાશક્તિનો સીધો સ્પર્શ થઈ ગયો. એના માટે પ્રથમ સંયમ અને સાધનથી કાયાશોધન કરવું જોઈએ, મન-પવનને પરાસ્ત કરવાં જોઈએ, તો જ આ મહાશક્તિ ને પરમશિવનું પૂર્ણ મિલન આ દેહમાં અનુભવાય. સ્વતંત્રતા, સ્વાનંદ અને સહજજ્ઞાનની સ્કૂર્તિ થાય (જેના માટે વરસોની શાંત અને દઢ તેયારી જોઈએ). યોગી હરનાથ આ ત્રિકુટીભેદ કરવામાં સફળતા પ્રાપ્ત કરી શક્યા, જેનાથી દરેક વસ્તુનું રહસ્ય એમની સામે અનાયાસે પ્રગટ થતું કોઈ વસ્તુ જુએ તો એનો ઈતિહાસ ખૂલી જાય, કોઈ વ્યક્તિ જુએ તો એનું જીવન છતું થઈ જાય, કોઈ વનસ્પતિ જુએ તો એના ગુણધર્મ અંતરમાં ઊગવા લાગે. એમના જીવનમાં શાંતિ શાંતિ છવાઈ ગઈ. એમના વ્યક્તિત્વમાં એ શાંતિ બીજાને પણ શાંતિ પમાડે એવી ચંદનની જેમ વણાઈ ગઈ હતી. બાબા ગોરખનાથે ‘નરવૈકબોધ'માં યોગની ચાર અવસ્થાઓનું વર્ણન કર્યું છે. આરંભ, ઘટ પરચા અને નિસપતી, એ એકએકથી ચઢિયાતી અવસ્થા છે. નિષ્પત્તિ અવસ્થા એટલે સંપૂર્ણ સિદ્ધદશા પ્રાપ્ત કરતા યોગાગ્નિથી તપ્ત કાયામાં પછી કશો વિકાર થતો નથી. નાળયોગીઓનો આદર્શ આ કાચી માટીના ક્ષણભંગુર દેહની પાળ ભાંગી સચ્ચિદાનંદમાં મળી જવાનો નથી, પણ સચ્ચિદાનંદની તમામ શક્તિથી આ દેહના અણુએ અણુનું નવસર્જન કરવાનું છે. યોગી હરનાથના ગુરુ યોગીવર શ્રી અમરનાથે આ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી. આહાર અને નિદ્રા જ માનવીને કાળના મુખમાં ફસાવે છે એટલે આહાર અલ્પ કરે, નિદ્રાને જીતે, શરીરમાં રહેલાં શિવ શક્તિની એકતા સ્થાપિત કરે તો યોગી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. પ્રાણવાયુનું સ્થાન નાસિકાથી બાર આંગળ છે. એને બ્રહ્મરંધ્રમાં લઈ શકાય તો પછી શરીરપાત ન થાય. આમ જરા મૃત્યુ અને કાળનું ભક્ષણ કરે એનું નામ સિદ્ધયોગી. આવી પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરવા માટે શરીરને યોગાગ્નિમાં તપાવવું જોઈએ. આ કાચી કાયા માતા-પિતાની રજવીર્યમાંથી બનેલી છે. એને પાકી બનાવ્યા પછી યોગીને જનની- ગર્ભે જવાની જરૂર રહેતી નથી. પોતાની આત્મશક્તિથી સિદ્ધયોગી અણુ-પરમાણુનું સંઘટન કરી યથેચ્છ કાયા નિર્માણ કરી શકે છે અને તેનું વિઘટન કરી પંચતત્ત્વોને પાછાં વિખેરી નાખે છે. કર્મનો નિયમ જડ નથી. એ ગહન છે એટલો સરળ છે. એ બહારથી લાદવામાં આવ્યો નથી. યોગદર્શન કહે છે એના મૂળમાં પંચકલેશ પડ્યા છે : અવિઘા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચ કલેશ છે. અવિવાથી આત્મરૂપનું અજ્ઞાન, અસ્મિતાથી દેહભાવ અને મૃત્યુભય, રાગથી આસક્તિ, દ્વેષથી વેર અને અભિનિવેશથી હઠાગ્રહ પ્રગટ થાય છે. મનુષ્યના અંતર્જગતનું નિર્માણ આ ભાવનાઓથી થાય છે એમાં સંભાવના વધે તો સત્વ તરફ આગળ વધતાં સંવાદિતા અને શાંતિ સધાય. દુર્ભાવના વધે તો તમસ તરફ ધસતા સંઘર્ષ અને અશાંતિ થાય. એક બાજુ શક્તિ એકત્રિત થતાં અંતે જ્ઞાનથી આત્મતત્ત્વમાં સ્થિર થવાય. બીજી બાજુ શક્તિ વિચ્છિન્ન થતાં અજ્ઞાનથી અનેક યોનિમાં રખડવું પડે છે. પ્રકૃતિનાં આ સત્વ, રજ અને તમોગુણ એકબીજાને દબાવી માનવીના ચિત્ત પર આણ ફરકાવ્યા કરે છે. એટલા માટે જ હંમેશાં સદ્વિચાર, સત્કર્મ અને સત્સંગથી ભાવનાને નિર્મળ રાખવાનું સંતો કહે છે, કારણકે અંત ક્યારે આવશે એ ખબર નથી અને અંતકાળે સમગ્ર જીવનના સરવાળા જેવી જોરદાર ભાવના જ ચિત્તમાં તરી આવશે. આવી રીતે યોગી હરનાથ કહે છે, આત્મસ્વરૂપ જોવું, અનંતનો વિચાર કરવો અને બંનેમાં રમતા સારતત્ત્વને પ્રાપ્ત કરી લેવું. આવી રીતે જ્યાં નિષ્ઠા નિબંધ હોય અને નિઃસ્પૃહતા પ્રેમની તરતી હોય ત્યાં સત્યનો પ્રકાશ ક્યાંય પુરાયા વિના ઝળહળી ઊઠે છે. | FINAL - શ્રી મકરંદ દવેના પુસ્તક યોગી હરનાથના સાન્નિધ્યમાં પર આધારિત. 150 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,151