SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રાસદાયક ચક્રને કઈ રીતે તોડી શકાય વગેરે જટિલ પ્રશ્નોના સરળ ઉત્તર આ પંચકોમાં ઉપલબ્ધ છે. ગાયત્રીના પાંચ મુખે અસંખ્ય સૂક્ષ્મ રહસ્યો અને તત્ત્વો પોતાની અંદર સાચવી રાખ્યા છે. આ રહસ્યો અને તત્ત્વો જાણી લીધા બાદ મનુષ્ય એટલો સંતુમ થઈ જાય છે કે કોઈ જાણવાલાયક વાત તેને અજાણી રહેતી જ નથી. ચાર વેદ અને પાંચમો યજ્ઞ, આ પાંચ ગાયત્રીના પાંચ મુખ છે જેમાં સમસ્ત જ્ઞાનવિજ્ઞાન અને ધર્મકર્મ બીજરૂપે કેન્દ્રીભૂત થઈ રહેલ છે. શરીર પાંચ તત્ત્વોનું બનેલું છે અને આત્માના પાંચ કોય છે. માટી, પાણી, હવા અને આકાશના સંમિશ્રણથી દેહ બનેલો છે. ગાયત્રીનું મુખ દર્શાવે છે કે આ શરીર બીજું કશું જ નથી, પરંતુ પાંચ ભૂતોના જડ પરમાણુઓનું સંમિશ્રણ માત્ર છે. આપણે સ્વયંને શરીર સમજી બેસીએ તે તો ખરેખર નરી મૂર્ખતા છે. શરીર અને સંસારનું વાસ્તવિક રૂપ સમજી લીધા પછી મોહ - નિદ્રા ઉપરથી મન ઉઠી જાય છે અને જીવ સ્વામીત્વ અને ભોગવિલાસમાંથી આત્મકલ્યાણ તરફ વળે છે. પાંચ મુખનો બીજો સક્ત આત્માના કોષો તરફ છે, જેમ આપણે શરીર ઉપર બંડી, ઝભ્ભો, લેંઘો, કોટ, ઓવરકોટ વગેરે એક પછી એક એમ પહેરીએ છીએ તેમ આત્માની ઉપર પણ પાંચ આવરણો આવેલા છે. આ પાંચ આવરણો 1. અન્નમય કોષ, 2. પ્રાણમય કોષ, 3. મનોમય કોષ, 4. વિજ્ઞાનમય કોષ, 5. આનંદમય કોષ તરીકે ઓળખાય છે. આ પાંચ આવરણો હેઠળ આત્મા કેદ થયેલો છે. જ્યારે આ આવરણોના દરવાજા ખુલી જાય છે ત્યારે જ આત્મા બંધનોથી મુક્ત થઈ જાય છે. આ પંચકોને સિદ્ધ કરનાર પુરૂષાર્થી વ્યક્તિ કૃષિ, રાજર્ષિ, બહ્મર્ષિ મહર્ષિ અને દેવર્ષિ કહેવાય છે. આત્મોન્નતિની પાંચ કક્ષા છે. પાંચ ભૂમિકા છે. જેમાંથી જે વ્યક્તિ જે કક્ષાની ભૂમિકામાંથી પાર ઉતરે છે તે તે શ્રેણીના ઋષમુનિ બની જાય છે. ગાયત્રી દ્વારા કુંડલિની જાગરણ : યોગવિજ્ઞાનની અંદર કુંડલિની સાધનાની ચર્ચા મોટે ભાગે થાય છે. કુંડલિની સાધના વાસ્તવમાં ચેતનપ્રકૃતિદ્વારા જડ પદાર્થોના નિયંત્રણની વિદ્યા છે. આત્મશક્તિને ગાયત્રી અને પદાર્થશક્તિને સાવિત્રી કહે છે. સાવિત્રી સાધનાને કુંડલિની જાગરણ કહે છે. એમાં શરીરની પ્રાણઊર્જાની પ્રસુમિ કે વિકૃતિના નિવારણનો પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રીના અને સાવિત્રીના સમન્વયથી સાધનાની બધી આવશ્યકતાઓ પૂરી થાય છે. સમન્વયાત્મક સાધનાનું જેટલું મહત્ત્વ છે એટલું એકતરફી સાધનાનું નથી. મોટેભાગે સાધનાના ક્ષેત્રમાં આ જ ભૂલ થતી રહી છે. જ્ઞાનમાર્ગી તથા રાજયોગી ભક્તિપરક સાધના સુધી સીમિત રહે છે. અને હયોગી તથા કર્મકાંડો તપસાધનાઓમાં - 16-01-19 FINAL મગ્ન રહે છે. ઉપયોગિતા બંનેની છે, બંનેને જોડવી જોઈએ. ગાયત્રી સાધનાને પ્રમુખતા આપવા છતા પણ કુંડલિની જાગરણની ઉપયોગિતા માનવામાં આવી છે. તત્ત્વદર્શીઓએ ગાયત્રી અને કુંડલિનીને એકબીજાની પૂરક માની છે. - કુંડલિની સાધનાની અંદર પદોને વીંધવાની પ્રક્રિયા મુખ્ય છે. આ એ સાધનાનો મુખ્ય આધાર છે. પદજાગરણમાં કુંડલિની શક્તિને ગાયત્રીનો સહકાર પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્રનો ‘ભૂઃ' પૃથ્વીતત્ત્વ છે. સાધનાના માર્ગમાં એ મૂલાધારચક્ર છે. પછી જગન્માતાના નીચલા સ્તર બાહ્મી અથવા ઈચ્છાશક્તિ - મહાયોનિ પીઠમાં સૃષ્ટિતત્ત્વ છે. ‘ભુવઃ' ભુવાઁક અથવા અંતરીક્ષ તત્ત્વ છે. સાધનાની દષ્ટિએ એ વિશુદ્ધચક્ર છે અને મહાશક્તિના વચલા સ્તરમાં વક્ષસ્થળમાં વૈષ્ણવી અથવા ક્રિયાશક્તિ, પાલન તથા સૃતિત્ત્વ છે. “સ્વઃ' એટલે સુરલોક અથવા સ્વર્ગતત્ત્વ, સાધનાના માર્ગમાં એ સહસ્ત્રારચક્ર છે. અને સ્વયં આદ્યશક્તિના ઉપરના સ્તરમાં ગૌરી અને જ્ઞાનશક્તિ, સંહાર અથવા લયતત્ત્વ છે. આ જ વેદમાતા ગાયત્રીના સ્વરૂપ તથા સ્થાનનું રહસ્ય છે. આમ તો જ્ઞાનચેતના આખા શરીરમાં વ્યાપેલી છે, પરંતુ એનું કેન્દ્ર મસ્તકને માનવામાં આવ્યું છે. ક્રિયાશક્તિ સંપૂર્ણ શરીરમાં ફેલાયેલી છે પરંતુ એનું કેન્દ્રસ્થાન જનનેન્દ્રિય છે. સાધનાના આ જ બે મર્મસ્થળ છે. એમને જ શરીરરૂપી પિંડના બે ધ્રુવો કહે છે. આમ તો વિદ્યુતશક્તિ એક છે. પરંતુ એને બે વિભાગોમાં વહેંચવામાં આવી છે. એક ધન (+VE) અને બીજુ ઋણ (-VE). માનવીય ચેતનાની ધનવિદ્યુત આ જ્ઞાનકેન્દ્ર મસ્તકમાં કેન્દ્રિત થયેલી છે. આ સ્થળને સહસ્ત્રારચક્ર કહે છે. બીજુ ઋણવિદ્યુત કામકેન્દ્ર જનનેન્દ્રિયના મૂળમાં છે, આને મૂલાધાર ચક્ર કહે છે. જ્ઞાનકેન્દ્રને ગાયત્રીનું અને કામકેન્દ્રને કુંડલિનીનું ઉત્પન્ન કેન્દ્ર કહેવામાં આવ્યું છે. ભૌતિક ક્ષમતાઓ, સમૃદ્ધિ અને સિદ્ધિઓ કુંડલિનીમાં ઉત્પન્ન થાય છે અને અધ્યાત્મિક દિવ્ય વિભૂતિઓ ગાયત્રી દ્વારા વિકસિત થાય છે. બંનેનું મિશ્રણ સાધકને સમૃદ્ધિ અને વિભૂતિઓથી, સિદ્ધિઓ અને રિદ્ધિઓથી, જ્ઞાન અને ક્રિયાથી સુસંપન્ન બનાવે છે. એટલે બંનેની મિશ્રિત સાધના કરવી એ જ સમન્વયાત્મક વૃત્તિના સાધકો માટે યોગ્ય છે. સહસ્ત્રારકમળની સાધનાથી યોગી ચિત્તને સ્થિર કરીને આત્મભાવમાં લીન થઈ જાય છે. ભવબંધનમાંથી છૂટી જાય છે. સમગ્ર શક્તિઓથી સંપન્ન બને છે. કુંડલિની યોગની સિદ્ધિમાં પ્રાણશક્તિની મુખ્ય ભૂમિકા છે. પ્રાણતત્ત્વની આટલી ઉચ્ચસ્તરીય શુદ્ધિ કરવાની, એમાં અસામાન્ય પ્રખરતા પેદા કરવાની ક્ષમતા ગાયત્રી સાધનામાં અવશ્ય છે. ગાયત્રી શબ્દ પોતે જ આ તથ્યને ઘોષિત કરે છે. ‘ગય’ એટલે પ્રાણ અને ‘ત્રી’ એટલે રક્ષણ કરવું. પ્રાણોની રક્ષા કરે છે એ ગાયત્રીની પ્રાણ 128 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 129
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy