SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પણ જરૂરની એવી નિઃસંગ કિંવા બહ્મનિષ્ઠ સ્થિતિ તે જે સાધનો (નિઃસ્પૃહા, ફલનિરપેક્ષ કર્મ, યમ, નિયમ વ.) થી પ્રાપ્ત થાય છે તેના નિરૂપણને માટે આ (છઠ્ઠા). અધ્યાયમાં વાત કરી છે; તથાપિ તે નિરૂપણ ‘પાતાંજલ યોગ'નો સ્વતંત્ર ઉપયોગ કરવા સારુ કરેલ નથી, એ લક્ષમાં આવે એ માટે ખરો સંન્યાસી તે ફલાશા છોડીને કર્મ કરનારો પુરુષ સમજવો, કર્મ છોડનાર નહિ એવું ન નિનન વક્ષિા :(6.1) માં પણ કહ્યું કર્મો કરવાની બાબતમાં જૈનદર્શન પણ મોક્ષ પ્રાપ્તિ માટે સંવર અને નિર્જરાને ગણાવે છે. સંવરનો અર્થ છે કર્મોને આવતાં અટકાવવા અને નિર્જરાનો અર્થ છે લાગેલાં કર્મોને દૂર કરવા. કર્મોને આવતાં અટકાવવા માટે મન, વચન, કાયાની પ્રવૃત્તિનો સંયમ (ગુમિ), પ્રવૃત્તિ કરવામાં વિવેક રાખવા, સહનશીલતા, સમતા, ક્ષમા, ત્યાગ, પાપવિરતિ, અનુપ્રેક્ષા, તપ વ. ઉપાયો જણાવાયા છે. (તત્ત્વાર્થસૂત્ર ૯-૧થી૮). જેનોએ કર્મના બે ભેદ કર્યા છે. ઈર્યાપથિક અને સાંપરાયિક. ઈર્યાપથિક કર્મો તે છે જે કષાયરહિત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. (ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો મનાય છે.) સાંપરાયિક કર્મો તે છે જે ક્યાયયુક્ત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. ઈર્યાપથિક કર્મો ખરેખર આત્માને બાંધતા નથી, બંધ નામનો જ હોય છે, તેનું કોઈ ફળ નથી. માથાવાયો: સામ્યવાથપથથો: I (તત્ત્વાર્થસૂત્ર, 6.5). જૈન દર્શનના ઊંડા અભ્યાસી પ્રા. ડૉ. નગીન જી. શાહ આ પ્રમાણે સમજાવ્યા પછી સ્પષ્ટ કરે છે કે “પ્રવૃત્તિ છોડવા કરતાં પાયો ઉપર વિશેષ ભાર આપવો ઉચિત છે. જેનામાં કપાયો નથી તેમ છતાં જે પ્રવૃત્તિ કરે છે તેને જેના પરિભાષામાં ‘સયોગી કેવલીથ કહેવામાં આવે છે. તેને જીવન્મુક્ત ગણી શકાય. જે ક્લેશો ઉપરાંત કર્મથી અને પ્રવૃત્તિથી પણ મુક્ત બને છે તેને અયોગીકેવલી કહેવામાં આવે છે. આને વિદેહમુક્ત ગણી શકાય.” (ભારતીય તત્ત્વજ્ઞાન, પૃ.૧૨) જૈન દર્શનની આ પ્રકારની જે વિભાવના છે તે ગીતાના કર્મયોગીને તંતોતંત લાગુ પડે છે. પ્રવૃત્તિ સાતત્ય અને કર્મફળની સંપૂર્ણ નિઃસ્પૃહા ગીતાના યોગનું હાર્દ છે. ગીતામાં કહ્યું છે : कामक्रोधवियुक्तानां यतीनां यतवेतसाम / fબતો પ્રતિ વર્તત વિનિમિનામ્ | ગીતા - 5.26 ‘શ્રીમદ્ભગવદ્ગીતા’નો યોગ અને એની ચતુઃસૂત્રી સમજવા “શ્રીમદ્ભાગવત’નું ભરતમુનિનું આખ્યાન અત્યંત મહત્વનું છે. ભરતમુનિ સંસારથી વિરક્ત થઈ, નદીકાંઠે આશ્રમ બાંધીને સંન્યસ્ત જીવન ગાળતા હતા. પુલહાશ્રમમાં સતત પ્રભુમય બની દરરોજ વનમાં ચક્કાનદી (ગંડકી) નદીમાં સ્નાન કરવા જતા. એકવાર નદીમાં સ્નાન કરી લાંબો સમય ત્યાં હરિનો જાપ કરતા રહ્યાં. એટલામાં નદીમાં પાણી પીવા આવેલી હરણીઓ સિંહ ગર્જના સાંભળી અત્યંત ડરી ગયેલી હરણીનું ગર્ભસ્થ બષ્ણુ નદીમાં પડી ગયું. દયાવાન મુનિએ હરણીના બચ્ચાને બચાવ્યું અને પાળીપોષી મોટું કર્યું. મુનિના હૃદયમાં ક્યારે આસક્તિ પ્રવેશી ગઈ એનો એમને ખ્યાલ પણ ન રહ્યો. જેણે રાજ્યપાટ, ઘરબાર અને સમગ્ર પરિવાર સમજણપૂર્વક છોડ્યો હતો તે મુનિ ભરત હરણનો પ્રેમ ત્યજી ન શક્યા. કરુણાસભર મુનિ હરણ બચ્ચાંને બચાવે, એને એ સ્વાવલંબી બને ત્યાં સુધી - ગીતા રહસ્ય (પૂ.૧૦૫) ગીતામાં યોગિક ક્રિયાઓનું જે નિરૂપણ થયું છે, એનો હેતુ વિવિધ દર્શનોના લોકપ્રિય અને પ્રસિદ્ધ યમનિયમોને જીવનમાં સ્વીકારી, ફળની આશા વિના અને અનાસક્તબુદ્ધિથી કર્મો કરવાં જોઈએ એ સ્પષ્ટ કરવાનું છે. આથી ગીતાનો યોગ અને યોગી જ સર્વોપરિ છે એમ ગીતા સ્પષ્ટ કરે છે. ગીતાનો યોગ ‘કર્મયોગ' જ છે એ બાબતનું પ્રતીતિકર નિરૂપણ કરતાં મહર્ષિ અરવિંદ પણ નોંધે છે, “ગીતામાં જે યોગ છે તે પાતાંજલ રાજયોગ નથી. રાજયોગ આત્મલક્ષી છે, “સ્વ'ના ઉપર આધાર રાખનારી આંતરવિકાસની એક સાધના છે... પરંતુ ગીતાની યોગપદ્ધતિ ઘણી વિશાળ, મનનીય અને અનેક શાખાવાળી છે અને તે પોતાનામાં અનેક તત્ત્વોનો સમાવેશ કરી લે છે. ગીતાની યોગસાધના પતંજલિના રાજયોગ પેઠે કોઈ શાસ્ત્રીય અને કડક ગણાય એવી ચડતી-ઉતરતી શ્રેણીના ક્રમનો સ્વીકાર કરતી નથી, પરંતુ એક પ્રકારની સ્વાભાવિક આત્મવિકાસની ક્રિયારૂપે રહે છે. ગીતા તો કર્મને પોતાની યોગસાધનાના વિશિષ્ટ લક્ષણ તરીકે સ્વીકારે છે. પતંજલિ માટે કર્મ પ્રારંભિક છે પણ ગીતામાં તો તે કર્મ યોગસાધનાનો સ્થાયી પાયો છે.” - ગીતા નિબંધો, પૃ. 114, 115 ગીતા પર બૌદ્ધદર્શનની ઘણી અસર છે એમ કેટલાક વિદ્વાનો માને છે તો કેટલાંકને મતે ગીતાના કેટલાંક સિદ્ધાંતો બોદ્ધ ધર્મમાં પણ સ્વીકત થયા છે. વૈદિક ધર્મના આત્મા અને બહ્મના ખ્યાલને બુદ્ધ સ્વીકાર્યા નથી પણ વૈદિક ધર્મના 'કર્મ' અને “સંન્યાસ'ના મતોનો બુદ્ધ પણ સ્વીકાર કર્યો છે. બુદ્ધના નિર્વાણ પછી જે ‘મહાયાન પંથ' અસ્તિત્વમાં આવ્યો એમાં એ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભિક્ષુનું જીવન એકાન્ત સંન્યાસમાં ગાળવું તેના કરતાં લોકકાર્યોમાં ગાળવું વધારે સારું છે અને ગૃહસ્થી પણ નિર્વાણ પ્રાપ્ત કરી શકે. શ્રી ટિળક મહારાજનો તો એ સ્પષ્ટ મત છે કે “જેવી રીતે બોદ્ધધર્મે ઉપનિષદોમાંથી સંન્યાસમાર્ગ લીધો તેજ પ્રમાણે સંન્યાસનું પછીનું સ્વરૂપ જે મહાયાન પંથમાં વિકાસ પામ્યું તે ભગવદ્ગીતામાંથી લેવામાં આવ્યું છે.” - ગીતા નિબંધો, ગ્રંથ 1, પૃ.૧૪૩ છે FINAL 124 યોગમાર્ગની અંતર્દષ્ટિ - યોગમાર્ગની અંતર્દષ્ટિ 125
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy