________________ ભૂમિ : સાધકના વિકાસક્રમના સંદર્ભમાં હીનયાનમાં સ્રોતાપન્ન, સફેંદાગામી, અનાગામી અને અહંતુ એ ચાર ભૂમિ ગણાવવામાં આવી છે. પરંતુ મહાયાનમાં દસ ભૂમિ છે. તે સાધકની ચિત્તની અવસ્થાને, સાધનામાં તેના થયેલા વિકાસક્રમને સમજાવે છે. તે આ પ્રમાણે છેઃ (1) મુદિતા કે પ્રમુદિતા H આ ભૂમિમાં લોકોના કલ્યાણની ઈચ્છાથી સાધકનું હૃદય પ્રફુલ્લિત બને છે. કણાનો ઉદય આ ભૂમિની વિશેષતા છે. (2) વિમલા : સાધકના મયિક, વાચિક અને માનસિક પાપોનો ક્ષય આ ભૂમિમાં થાય છે. આ સ્થિતિમાં તે વિશેષ રૂપથી શીલપરિમિતાનો અભ્યાસ કરે અને અરૂપાવચર ધ્યાન, વિશુદ્ધ ધ્યાનથી પ્રાપ્ત થતી નિર્વાણની સ્થિતિ વગેરે વિશે– ખૂબ સુક્ષ્મ રીતે અને વિસ્તારથી અહીં ચર્ચા કરવામાં આવી છે. સુજ્ઞપિટકમાં ધ્યાનના મુખ્ય ચાર ભેદ બતાવ્યા છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય, અને ચતુર્થ ધ્યાન. તેના મુખ્ય પાંચ અંગો છે અથવા રૂપનું અવલંબન કરનાર ચિત્તની આ પાંચ અવસ્થાઓ છે. જેને વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને સમાધિ કહે છે.. સાધકના ચિત્તનું કુશળ મનોવૃત્તિઓમાં પ્રતિષ્ઠિત થવું તે સમ્યક સમાધિ છે. સમ્યક સમાધિમાં ચાર રૂપાવચર ધ્યાનોનો સમાવેશ થાય છે. તે રૂપાવચર અથવા રૂપસંજ્ઞા પર આધારિત ધ્યાન કહેવાય છે. પ્રથમ ધ્યાનમાં ભિક્ષુ કામાદિથી વિરત થઈને વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને ચિત્તની એકાગ્રતાથી યુક્ત થઈને વિહાર કરે છે. દ્વિતીય અને તૃતીય ધ્યાનમાં તે ક્રમશઃ વિતર્ક, વિચાર અને પ્રીતિનું ઉપશમન કરે છે. ચતુર્થ ધ્યાનમાં ચેતો વિમુક્તિના ચાર પ્રત્યય છે : સુખ દુઃખનો પરિત્યાગ, સૌમનસ્ય - દોમેનસ્યનો અસ્ત, સુખ દુઃખરહિત ઉપેક્ષા અને સ્મૃતિની પરિશુદ્ધિ. ચાર ધ્યાનની પ્રાપ્તિથી રાગ, અવિદ્યા અને અનુશયોનો ક્ષય કરીને સાધક આસ્રવરહિત બને છે. ત્યારબાદ સાધક ચાર બ્રહ્મવિહાર - મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરીને અરૂપાવચર ધ્યાન માટે ચિત્તને તત્પર કરે છે. રૂપરહિત ધ્યાન માટેના અરૂપ આલંબનોને અરૂપાવચર આયતન કહે છે. તે ચાર છે : આકાશાનન્ય, વિજ્ઞાનાનન્ય, અકિંચન્ય અને નવસંજ્ઞાનાસંજ્ઞા આયતન. આ પ્રમાણે બૌદ્ધધર્મમાં ધ્યાનના મુખ્યત્વે આઠ પ્રકાર છે : પ્રથમ ચાર દયાન રૂપાવચર છે અને પછીના ચાર ધ્યાન અરૂપાવચર છે. આ આઠ ધ્યાનો સિદ્ધ થતાં સાધક નિર્વાણનો અનુભવ કરે છે. નિર્વાણ એ આત્યંતિક દુઃખવિમુક્તિની અવસ્થા છે. તેમાં સર્વ સંસ્કારોનું ઉપશમન થાય છે. પારમિતા : બુદ્ધકારક ધર્મોને પારમી અથવા પારમિતા કહેવામાં આવે છે. પારમિતાના સંદર્ભમાં એવા દસ ધર્મોનું કથન છે કે જેની સમ્યક પરિમિતાના ફળસ્વરૂપે બુદ્ધત્ત્વની પ્રાપ્તિ કે ધ્યાનયોગની સિદ્ધિ શક્ય બને છે. નિર્વાણ પ્રાપ્તિના માર્ગમાં આગળ વધનાર સાધકે દાન, શીલ, નૈદ્ધમ્ય, પ્રજ્ઞા, વીર્ય, ક્ષાન્તિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી તથા ઉપેક્ષા પારમિતાની સમ્યફ પરિપૂર્તિ અને પ્રાપ્તિ કરવી અનિવાર્ય છે. બૌધિસત્ત્વોની ચર્ચા પરથી સમજાય છે કે તેમણે દાન, શીલ વગેરે પારમિતાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી જ તેને બુદ્ધકારક ધર્મો કહેવામાં આવે છે. મહાયાનમાં છ પરિમિતાઓ છે. બૌદ્ધધર્મની યોગસાધનાનું આ મહત્ત્વનું અંગ છે. 1-19 - 16-01 FINAL (3) પ્રભાકારી : આ ભૂમિમાં આવીને સાધકે સંસારના સંસ્કૃત ધર્મો તુચ્છ હોવાનું સમજે છે. તેની કામવાસના તૃષ્ણા ક્ષીણ થવા લાગે છે અને ધૈર્ય પરિમિતાનો અભ્યાસ કરે છે. (4) અર્ચિષ્મતી : આ ભૂમિમાં સાધક આર્ય અગ્રંગિક માર્ગનો અભ્યાસ કરે છે. તેના હૃદયમાં દયા તથા મૈત્રીનો ભાવ ઉદ્ભવે છે અને તે વીર્ય પરિમિતાનો અભ્યાસ કરે છે. (5) સુર્જયા : આ અવસ્થામાં પહોંચીને સાધકનું ચિત્ત સમતાને પ્રાપ્ત કરે છે અને તે જગતથી વિરક્ત બને છે. અહીં તે ધ્યાન પરિમિતાનો અભ્યાસ કરે છે. (7) દૂરંગમા : આ ભૂમિમાં પહોંચીને બોધિસત્વ જ્ઞાનના માર્ગમાં અગ્રેસર થાય છે અને અનેક રીતે અગ્રેસર થાય છે. (8) અચલા : અહીં સુધી આવીને સાધક સમસ્ત જગતને અર્થહીન-તુચ્છ સમજે છે અને પોતાથી પર હોવાનું અનુભવે છે. (9) સાધુમતીઃ આ અવસ્થામાં સાધક અન્ય જનોના કલ્યાણ માટેના ઉપાયો શોધે છે અને સર્વને ધર્મનો ઉપદેશ આપે છે. (10) ધર્મમેધા : આ ભૂમિમાં પહોંચીને સાધક સમાધિનિષ્ઠ બનીને બુદ્ધત્વને પ્રાપ્ત કરે છે. મહાયાન સંપ્રદાયના સાધકોની આ અંતિમ અવસ્થા છે, અહીં સુધી પહોંચીને તે નિર્વાણની પ્રાપ્તિ કરે છે. આ ભૂમિમાં સાધક ક્રમશઃ ઉત્તરોત્તર ઊંચા સ્તરે પહોંચે છે. એક ભૂમિની પ્રાપ્તિ કર્યા પછી જ સાધક એના પછીની બીજી ભૂમિમાં પહોંચી શકે છે. આ રીતે બૌદ્ધ યોગસાધનામાં આઠ ધ્યાન - રૂપાવચર અને અરૂપાવચર, દસ પરિમિતા અને દસ ભૂમિનું ઘણું મહત્વ છે. દસ ભૂમિ - દ્વારા ધ્યાનનો સાધકની ૧૦ર || | યોગમાર્ગની અંતર્દષ્ટિ ' યોગમાર્ગની અંતર્દષ્ટિ ||103