SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન એક-એક પ્રહર સુધી તિર્ય ભીંતની ઉપર એમની દ્રષ્ટિ (આંખોને) સ્થિરકરીને આત્માને લય બનાવીને ધ્યાન કરતા હતા. એનો અર્થ છે - એમની આંખોને તેઓ તિરછી ભીંત ઉપર સ્થિર કરતા હતા અને પોતાના મનને અંતરાત્મામાં લીન રાખતા હતા. આવા અંતરલક્ષી અનિમેષ પ્રેક્ષાધ્યાન વડે નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય છે. આચારાંગસૂત્રની ચૂર્ણિ અને વૃત્તિમાં ઈરિયાસમિતિ સાથે સંબંધિત અનિમેષ ધ્યાનની વ્યાખ્યા કરી છે. પ્રાધ્યાનનો અર્થ છે - આત્મા વડે આત્માને જુઓ. અહીંયા જોવાનો અર્થ છે - રાગ એટલે પ્રિયતા અને દ્વેષ એટલે અપ્રિયતાને છોડીને જે વર્તમાનમાં ઘટિત થાય છે તેને તટસ્થભાવે જોવાનું. પ્રેક્ષાધ્યાનમાં જે પ્રયોગો છે - શ્વાસ - પ્રેક્ષા, શરીર - પ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્ર - પ્રેક્ષા, લેગ્યા - ધ્યાન, અનિમેષ - પ્રેક્ષા, વગેરે તેમાં ચિત્ત વડે ધ્યેયક્રિયા (શ્વાસ વગેરે)ને તટસ્થભાવે એકાગ્રતાથી અનુભવ કરવાનો હોય છે. આત્માનો સ્વભાવ દર્શન (ઉપયોગ) છે, ચિંતન અને વિચાર નથી. એટલે પ્રેક્ષાધ્યાનમાં પ્રેક્ષાને (તટસ્થભાવે જોવાને) વધારે મહત્ત્વ આપવામાં આવે છે, ચિંતનને એના કરતા થોડું મહત્ત્વ અપાય છે. અનુપ્રેક્ષા (અને ભાવના)ના પ્રયોગ પણ પ્રેક્ષા - ધ્યાનના અંગ છે. એ પ્રયોગ ચિંતનની ઉપર આધારિત છે. પણ બીજા બધા જે પ્રયોગો છે એમાં ફક્ત જોવાનું જ હોય છે, વિચાર કરવાનું હોતું નથી. આચાર્ય મહાપ્રજ્ઞએ એ પોતે ઘણા વર્ષો સુધી ધ્યાનની લાંબી લાંબી સાધના કરી હતી. પોતાના અનુભવના આધારે એમણે પ્રેક્ષા-ધ્યાનની વ્યવસ્થિત ધ્યાન પદ્ધતિનો આવિષ્કાર કરીને અધ્યાત્મ જગતને એક એવો માર્ગ આપ્યો છે જેના ઉપર ચાલવાનો લાંબો અભ્યાસ ક્રવાવાળાને કષાય અને નોકષાયના વમળો નડતા નથી. એવા સાધકોનો જીવન વ્યવહાર સાચા અર્થમાં અંર્તમુખતાને પ્રગટ કરે છે. જ્યારે લાંબી સાધના પછી ‘પ્રેક્ષા' જીવનની અંદર વણાઈ જાય છે ત્યારે સાધક સાચું આધ્યાત્મિક જીવન જીવી શકે છે. પ્રેક્ષાધ્યાનને આપણે અધ્યાત્મ અને વિજ્ઞાન બન્ને પર આધારિત સાધના પદ્ધતિના રૂપમાં જોઈએ તો ખબર પડશે કે 2500 વર્ષો પૂર્વ જે શોધ અધ્યાત્મના શિખર પુરુષોએ અંતરમનના ઊંડાણમાં ઊંડા ઉતરીને કરી હતી તે આજે વૈજ્ઞાનિકો sophisticated માપક-યંત્રો વડે ચકાસીને બતાવી શકે છે કે આધ્યાત્મિક સાધનાના અભ્યાસો ખરેખર આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે. અનેક કારણોને લીધે આપણને એ અમૂલ્ય નિધિને લગભગ ખોઈ નાખી છે. ઘણાં જૈન વિદ્વાનો પણ એમ માને છે કે વર્તમાનમાં જેની પાસે ધ્યાન વગેરે આધ્યાત્મિક પદ્ધતિનો અભાવ છે જ્યારે લગભગ ૪ર વર્ષો પૂર્વે પહેલી વાર પ્રેક્ષાધ્યાનની શિબિર યોજાઈ હતી, ત્યારે ઘણાં લોકોએ એમ માન્યું હતું કે પ્રેક્ષાધ્યાન -જૈનેતર સાધનાની નિષ્પત્તિ છે. પણ જ્યારે આચાર્ય મહાપ્રજ્ઞએ ઘટસ્ફોટ કર્યો કે આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર અને આવશ્યક નિર્યુક્તિ, વ્યવહારભાષ્ય જેવા પ્રાચીન આગમ ગ્રંથો તથા આગમ - વ્યાખ્યા - ગ્રંથોમાં પ્રેક્ષાધ્યાન વિષયક સામગ્રી ભરી પડી છે. ત્યારે ઘણાં લોકોને બહુ નવાઈ લાગી. જ્યારે આપણે જેન સાધુઓના આચાર - વિચાર વિષયક પ્રાચીન ગ્રંથોને વાંચીએ છીએ ત્યારે ઘણી વાર આશ્ચર્ય થાય છે કે મોક્ષપથના સાધકો પણ માનવ મનની નબળાઈઓને વશીભૂત થઈને કેવા અનર્થ અર્થ કરી નાખે છે. આપણે એક દાખલો લઈએ આગમમાં છ પ્રકારના નિગ્રંથોનું વર્ણન છે. નિગ્રંથ એટલે જૈનમુનિ અથવા શ્રમણ. જ્યાં સુધી સાધનાના અંતિમ શિખર સુધી સાધક નથી પહોંચતા, ત્યાં સુધી ભૂલ અથવા દોષ થવાની શક્યતા રહે છે. દોષોના પ્રમાણમાં વધારો અને ઘટાડો થતો જ હોય છે. એના આધારે નિગ્રંથોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એમાં એક વર્ગ છે જેને બકુશ નિગ્રંથ કહેવામાં આવે છે. આ બકુશ નિગ્રંથો ચારિત્રનું પાલન તો કરે છે, પણ શરીર અને ઉપકરણો પ્રત્યે આસક્તિ પણ રાખે છે. એટલે તેઓ શરીર અને ઉપકરણોની શોભા અથવા વિભૂષા વધારવાનો પ્રયત્ન કર્યા કરે છે. આવા બકુશ નિગ્રંથોને ક્રમશઃ આભોગ બકુશ અને અનાભોગ બકુશ એવી સંજ્ઞા આપવામાં આવી છે. જોકે જ્યારે આવા દોષ સેવન કરવાવાળા જ્યારે પોતાની ભૂલને સાચ્ચે જ અનુભવ કરે છે ત્યારે પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થાય છે. હવે એક સવાલ એવો થાય છે કે આચારની સૂક્ષ્મ સમજણ હોવા છતાં પણ આચાર સંહિતાનું ઉલ્લંઘન શું કામ કરવામાં આવે છે? ખરેખર આ સવાલ ખાલી ધર્મ શાસ્ત્રનો નથી, પણ માનવ સ્વભાવનો છે. આધુનિક મનોવિજ્ઞાનમાં હવે આ વાત બહુ જ સ્પષ્ટ થઈ ગઈ છે કે મનની દુર્બળતાઓનો સંબંધ ખાલી જ્ઞાનની સાથે નથી. માણસના શરીરમાં રહેલા તંત્રોમાં જે રાસાયણિક સ્ત્રાવો ઉત્પન્ન થાય છે એનો સંબંધ ભાવતંત્ર સાથે છે, ન કે જ્ઞાનતંત્ર સાથે. એટલે તમે ગમે તેટલું જાણતા હો તો પણ શરીરના રસાયણો જ્યારે automatically ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાની, પંડિત અથવા બુદ્ધિશાળી માણસ પણ કેટલીક વાર એક પશુ જેવું આચરણ કરી નાખે છે; એના વ્યવહારને જોઈને કલ્પના પણ ન થઈ શકે કે આ માણસ આટલો બધો જ્ઞાની, શારઅન્ન અથવા મોટો ઉપદેશક છે. જોકે આવા માણસો પછી તો પસ્તાય છે, પણ બીજી વાર, ત્રીજી વાર... પાછુ એનું એજ કર્યા કરે છે. આજે સમગ્ર અધ્યાત્મ જગતની સામે એક challenge છે કે શું માણસના સ્વભાવને, ટેવોને, વ્યવહારને અથવા આચરણને બદલી શકાય ખરો? જે ચેલેન્જ આધ્યાત્મિક જગત માટે છે તેજ ચેલેન્જ વૈજ્ઞાનિક જગત માટે પણ છે. વૈજ્ઞાનિકો અસંભવ જેવી મોટી મોટી શોધખોળ કરવા છતાં પણ ચેતનાનું રૂપાંતરણ z ૯ર | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 93
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy