SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ चतुवर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्यच कारणम् / ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः / / 75 / / योगशास्त्र અર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગોમાં મોક્ષ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ યોગ છે અને તે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી સ્વરૂપ યોગ છે. આ રત્નત્રયીમાં સમ્યજ્ઞાન, સમ્યમ્ દર્શન અને સમ્યગુ ચારિત્રનું સ્વરૂપ સમજાવ્યું છે. ચારિત્ર સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારે છે. પાંચ મહાવ્રતરૂપ મૂલગુણ અને અષ્ટપ્રવચનમાના રૂપ ઉત્તરગુણ સહિત સર્વવિરતિ ચારિત્ર હોય છે. જે ઉત્તમ સાધભગવંતોને હોય છે. જ્યારે દેશવિરતિ ચારિત્ર ગૃહસ્થોને હોય છે. અહીં પૂ. હેમચંદ્રાચાર્ય ગ્રહસ્થોને દેશવિરતિ ચારિત્રનું પાલન કરવા માટે કેવું વર્તન જરૂરી છે, ગ્રહસ્થોને મોક્ષમાર્ગ પર એટલે યોગમાર્ગ પર ચાલવા માટે પાયાના 35 ગુણો વર્ણવ્યા છે જેને માર્ગાનુસારિતાના 35 ગુણો કહ્યા છે. માર્ગાનુસારી એટલે ઉન્માર્ગનો ત્યાગ કરીને મોક્ષ સાથે જોડનારા ધર્મમાર્ગને અનુસરનારો, ધર્મમાર્ગનો, યોગમાર્ગનો અભિલાષી. બીજો પ્રકાશ આચાર્ય હેમચંદ્ર ગૃહસ્થ યોગનો અધિકારી હોઈ શકે છે એટલે અહીં શ્રાવકધર્મના બાર વ્રત કહે છે જેના મૂળ સમ્યકત્વ છે એટલે સ્મયકૃત્વનું સ્વરૂપ સમજાવતા મિથ્યાત્વનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા તે સુદેવ, તેમણે પ્રકાશેલા સર્વવિરતિ ધર્મનું ત્રિવિધ પાલન કરવામાં જાગ્રત મહાત્મા તે સુગુરુ, અને અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ તે સુધર્મ. આ તત્વત્રયી અને તેની તારકતામાં સચોટ શ્રદ્ધા તે સમ્યત્વ અંધકાર એ પ્રકાશનો પ્રતિપક્ષી છે એમ મિથ્યાત્વ એ સમ્યકત્વનું પ્રતિપક્ષી છે. મિથ્યાત્વ એટલે વિપરીત વલણ - વિચાર, તાણી અને વર્તન મિથ્યાત્વમાં રૂચિ અને તત્ત્વમાં અરૂચિ એ મિથ્યાત્વનું લક્ષણ છે. શ્રી જિનેશ્વરદેવે પ્રકારેલા સર્વજીવ હિતકર ધર્મથી વિપરીત પ્રકારના વિચાર, વર્તન આદિમાં રાચવું એ મિથ્યાત્વ છે. એ એવો ભાવ અંધાપો છે જે જીવને હિત કરનારા ધર્મથી વિમુખ રાખીને સંસારમાં ઠેરઠેર રઝળાવે છે. આ ભાવ અંધકાર દૂર થતા યોગરસિકતા જન્મે છે. યોગશાસ્ત્રમાં મુમુક્ષુ જીવના ક્રમિત વિકાસનો એક પછી એક કડીઓ બતાવી છે. અહીં શ્રાવક સમ્યકત્વમૂલક બાર વ્રતોમાંથી પાંચ અણુશાના સમજાવ્યા છે જે ગૃહસ્થના ચારિત્રધર્મના પાલન માટે પાયાના વ્રત છે. એના પાવનયોગ પાંચ મહાવ્રતોના પાલન માટે યોગ્યતા પેદા થાય છે. ત્રીજા પ્રકાશમાં શ્રાવકના ત્રણ ગુણવ્રતોનું તથા ચાર શિક્ષાવ્રતોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ચોથા પ્રકાશમાં રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા સમભાવ અત્યંત જરૂરી છે. એ સમતા મમત્વભાવ દૂર કરવાથી આવે છે એમ કહી મમત્વ ભાવ -દૂર કરવા માટે જરૂરી અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું છે. યોગના મુખ્ય અંગ જ્ઞાન-દર્શન-ચારિત્રનું આધ્યાત્મિક દષ્ટિએ નિરૂપણ કર્યું છે. જ્ઞાન, દર્શન અને ચરિત્ર આ રત્નત્રયીનું આત્મા સાથે એક્ય વર્ણવતા કહે છે. કે, જ્ઞાનદિક આત્માથી જુદા નથી, આત્મસ્વરૂપ છે. આત્મજ્ઞાનથી જ મોહની પ્રાપ્તિ થાય છે. आत्मनमात्माना वेति माोहत्यागाथ आत्मनि / तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनं / / 42 / / योगशास्त्र અર્થ : જે યોગી મોહનો ત્યાગ કરવાથી આત્માને વિશે આત્મા વડે કરી આત્માને જાણે છે, તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. આત્મજ્ઞાનની મહત્તા બતાવતા કહે છે કે, અજ્ઞાની કરોડો વર્ષ સુધી તપ કરીને જે કર્મ ખપાવે તે કર્મને ત્રણ ગુપ્તિથી યુક્ત એવો જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવે છે. જ્યારે આત્મા સ્વસ્વભાવમાં, સ્વસ્વરૂપમાં રહે છે ત્યારે આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને કર્મના યોગ તેમ જ આત્મા દેહધારી બને છે. શુક્લધ્યાનરૂપ અગ્નિથી કર્મોને બાળીને શરીરરહિત થાય છે અને સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. કપાય તથા ઇંદ્રિયો વડે જિતાઈ જાય છે. ત્યારે આત્મા તે જ સંસાર છે અને જ્યારે તે ક્યાય અને ઇંદ્રિયોને જીતનાર થાય છે ત્યારે જ્ઞાનીઓ એને મોક્ષ કહે છે એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કષાય જય કરવાનું કહે છે. એના માટે કપાયનું સ્વરૂપ વર્ણવેલું છે. કષાયોને જીતવા માટે ઈન્દ્રિયોનો જય કરવાનું કહ્યું છે જે મનઃ શુદ્ધિ દ્વારા શક્ય થાય છે. એના માટે રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવો જરૂરી છે જે સમભાવરૂપ શસ્ત્ર વડે શક્ય બને છે. દરેક આત્મા પરમાત્મસ્વરૂપ છે પણ રાગાદિ દોષોના લીધે એ પરમાત્મસ્વરૂપ પર આવરણ છવાય છે જે સમભાવ સૂર્યના પ્રકાશાર્થી એ રાગાદિ અંધકારનું આવરણ દૂર થાય છે અને યોગી પુરુષો પોતાનામાં જ પરમાત્મસ્વરૂપના દર્શન કરે છે. આવું સમ્યક્ નિર્મમત્વ પ્રાપ્ત થાય છે એના માટે યોગીને અનિત્ય અશરણ... આદિ 12 ભાવનાઓનો આશ્રય લેવાનું કહે છે. આ 12 ભાવનાઓ દ્વારા સમત્વ પ્રાપ્ત કરી એનું અવલંબન લઈને મોક્ષના કારણભૂત આત્મજ્ઞાની પ્રાપ્તિ માટે યોગીઓએ ધ્યાનનો આશ્રય લેવો જોઈએ. દયાનનું સ્વરૂપ વર્ણવતા કહે છે.. છદ્મસ્થ યોગીઓને અંતમુહર્ત સુધી જે મનની સ્થિરતા રહે તે ધ્યાન કહેવાય છે. એના બે પ્રકાર છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન અયોગીઓને યોગનો નિષેધ હોય છે. યોગી ધ્યાન સાધતો હોય અને ધ્યાન તૂટી જતું હોય તો એ ધ્યાનને પુનઃ જોડવા માટે આચાર્ય મૈત્રી, કરુણા પ્રમોદ અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ ભાવવાનું કહે છે. FINAL 82 | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 83
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy