________________ વિદનજન્ય આશય છે. 3) ઉત્તમ વિનજય આશયઃ માર્ગમાં ગમન કરવાવાળી વ્યક્તિને દિશાનો જો ભ્રમ થાય તો માર્ગના જાણકારો વડે પ્રેરણા કરવા છતાં પણ માર્ગમાં જવાનો ઉત્સાહ થતો નથી. જ્યારે સાચી દિશાનો નિર્ણય થાય છે ત્યારે પોતાને જે દિશામાં જવું છે તે દિશામાં આગળ વધાય અને ઈષ્ટ સ્થાન સુધી પહોંચાય. તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલ વ્યક્તિ માટે મિથ્યાત્વજનિત મનોવિભ્રમ એ વિદન છે. તે સદ્ગુરુના યોગથી સમ્ય જ્ઞાન મેળવીને મિથ્યાત્વરૂપ દિશાભ્રમને ટાળે છે. આ મિથ્યાત્વ દૂર થવાથી જ મોક્ષમાર્ગમાં ગમન કરી શકાય છે. સાધક આ વિદનોનો જય કરી શકે તો વિદનજન્ય ભાવધર્મને પ્રાપ્ત કરી સિદ્ધિભાવધર્મને પામી શકે છે. 4) સિદ્ધિભાવધર્મ - જેને તમામ વિદનજય થઈ ગયો છે તેને સિદ્ધિભાવધર્મ આવી જાય. જેને જે ધર્મ સિદ્ધ થયો તે ધર્મ તેના જીવનમાં નિરતિચાર અનુષ્ઠાનરૂપે હોય અને કોઈ પણ ધર્મ જ્યારે નિરતિચારપણે પ્રગટે છે ત્યારે જ તે આત્મા તેના પરિપૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે. જગતના કોઈ પણ જીવ પ્રત્યે જો અનુચિત ભાવ હોય તો ધર્મક્રિયામાં અતિચાર-અનાચાર લાગે છે. આ જગતમાં અનંતા જીવો છે અને બધા જીવોની કક્ષા, ભક્તિ અલગ અલગ છે. તો જેવી જીવની કક્ષા હોય તેવો તેના પ્રત્યે ઉચિત ભાવ થવો જોઈએ. અધિક ગુણી પ્રત્યે ભક્તિનો ભાવ કરવાનો છે, સમાન ગુણી પ્રત્યે વાત્સલ્યભાવ અને હનગુણી પ્રત્યે કરુણાનો ભાવ હોય. આ પ્રમાણે ત્રણ પ્રકારનાં ચિત્તની ભૂમિકા હોય ત્યારે જ અતિચારરહિત સિદ્ધિભાવધર્મ પ્રાપ્ત કરી શકે છે. 5) વિનિયોગ ભાવધર્મ - સાધકે આરાધના, સાધના દ્વારા અમુક ગુણોને સિદ્ધ કર્યા પછી તેનો વિનિયોગ કરવાનો છે. પોતાને પ્રાપ્ત થયેલો (સિદ્ધ થયેલો) ધર્મ બીજામાં સંક્રાન્ત કરવો એનું નામ જ વિનિયોગ છે. નિરતિચાર ધર્મ સંપૂર્ણતઃ આત્મામાં આત્મસાત્ થાય. પછી તે આત્મા આગળ જવા માગે ત્યારે વિનિયોગ નામનો ભાવધર્મ તેને પ્રાપ્ત થાય છે. વિનિયોગ ભાવધર્મનું નિરૂપણ આ પ્રમાણે છે : સામાન્ય ભાવધર્મ એ યોગ છે. અત્યંત જોડાણ એ નિયોગ છે અને વિશિષ્ટ પ્રકારનું અત્યંત જોડાણ એ વિનિયોગ છે. આવા માહામ્યવાળી વ્યક્તિના સાન્નિધ્યમાં આવવાથી હિંસક પ્રાણીઓ એ સમયે અહિંસક બને છે, જેમ કે તીર્થંકર પરમાત્માના સમવસરણમાં વાઘ-સાપ આદિ અહિંસક બને છે. તેઓમાં અહિંસાનો યોગ થયો કહેવાય. એ સાન્નિધ્ય છૂટી ગયા પછી પણ અહિંસક વૃત્તિ ચાલુ રહે, એ જોડાણ નિયોગ કહેવાય અને શ્રી વીર પ્રભુએ વિનિયોગધર્મથી ચંડકૌશિકને તાર્યો. એ ધર્મમાં સમતાનું અનુસાંધાન છે. સમન્વયોગમાં આવેલ મહાત્માને ગમે તે વ્યક્તિ કોઈ પણ સંયોગો દ્વારા કપાયના આવેગો પેદા ન કરાવી શકે. શાસ્ત્રમાં કહ્યું છે કે સમત્વયોગની ભૂમિકાવાળા મહાત્માઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધાંથી પ્રતિબદ્ધ છે. આટલું અપ્રતિમ મનોબળ હોવાના કારણે જ તે જીવો વિનિયોગભાવધર્મને પામી શકે છે. આવા આત્માના સાન્નિધ્યમાત્રથી જ લાયક જીવ હોય તો તે ધર્મ પામ્યા વગર રહે નહીં. પોતે પામેલા ધર્મને બીજામાં સંક્રાંત કરવો તેનું નામ જ વિનિયોગ છે. સમત્વયોગી, મહાત્માએ પોતાનામાં ધર્મ એવો સિદ્ધ કર્યો છે કે સાન્નિધ્યમાં આવનાર જીવને તેની લાયકાત પ્રમાણે અવશ્ય ધર્મ પમાડી શકે. વિનિયોગ પ્રાપ્ત કરેલ આત્માની પ્રત્યેક પ્રવૃત્તિ અવંધ્ય હોય છે, સફળ હોય. પ્રથમ ગાથાનો ઉપસંહાર કરતા આચાર્ય કહે છે, જે અનુષ્ઠાનમાં રાગાદિ મલનો નાશ થાય અને તેના નિરાકરણ દ્વારા મનમાં જે પુષ્ટિ અને શુદ્ધિ પેદા થાય તેનું નામ ધર્મ. તમારાં રાગાદિ દોષો, વાસના ઓછાં થાય, તેનાથી ચિત્તની નિર્મળતા થાય તેટલો ધર્મ આરાધ્યો કહેવાય. એ જ ધર્મની વ્યાખ્યા છે. પુષ્ટિ એટલે પુણ્યનો યોગ અને શુદ્ધિ એટલે કર્મની નિર્જરા થતી હોય તો તેને ધર્મ કહેવાય. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગની વ્યાખ્યા જે શરૂઆતમાં કરી છે, પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર એ યોગ છે. અહીં પાંચ ભાવયુક્ત ધર્મ તે શુદ્ધ ધર્મ છે અને સ્થાનાદિગત ધર્મવ્યાપાર વિશેષરૂપથી યોગ છે. સ્થાન યોગ, ઊર્ણ યોગ, અર્થ યોગ, આલંબન યોગ અને અનાલંબન યોગ આ પાંચે યોગમાં અધ્યાત્મની સર્વ ભૂમિકાઓ આવી જાય છે. 1) સ્થાન યોગ - કોઈ પણ ધર્મઅનુષ્ઠાન કરવામાં કાયાનું મહત્ત્વ આવે છે. આરાધનામાં ઉપયોગી ચોક્કસ મુદ્રા-આસન હોય છે. સ્વાધ્યાય, ભક્તિ, પડિલેહણ વગેરે દરેકમાં પાપનિવૃત્તિવાળી જયણાપૂર્વકની તેમ જ યથાયોગ્ય આસનમુદ્રાની જાળવણીવાળી કાયિક પ્રવૃત્તિ એ સ્થાનયોગ છે. દેહની અવસ્થાઓ અને મનના ભાવોનો પરસ્પર સંબંધ છે માટે ધર્મઅનુષ્ઠાનમાં કાયાની ચોક્કસ મુદ્રા મૂકી છે, જેમ કે જયવીયરાય સૂત્રમાં અમુક રીતે, ચૈત્યવંદનમાં અમુક રીતે, કાઉસગ્નમાં અમુક રીતે મુદ્રાઓ બતાવી છે. 2) ઊર્ણયોગ - કાયા પછી વાણીના ઉપયોગને દર્શાવનાર ઊર્ણ યોગ છે. ઊર્ણ એટલે શબ્દ એટલે વચનયોગ છે. કોઈપણ ધર્મક્રિયા કરતા જે સુત્રો શબ્દરૂપે બોલીએ છીએ, તે પણ પ્રણિધાનપૂર્વક હોય તો તે ઊર્ણ યોગ છે, અર્થાત્ વિધિપૂર્વક અખલિતપણે સૂત્રો બોલવાનાં છે. 3) અર્થયોગ - અહીં બોલાતાં સૂત્રોના અર્થમાં મનનું અનુસંધાન કરવાનું છે, અર્થાત્ પૂરેપૂરો ઉપયોગ એ સૂત્રોમાં રાખવાનો છે. એટલે ધર્મક્રિયા કરવા સ્થિર આસને બેઠા, સ્પષ્ટ - શુદ્ધ સૂત્રો બોલાય છે ત્યારે મન છે ? 78 || યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 79