SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મળ્યું. ઉપકારી તારક, ત્યાગી - વેરાગી પંચ મહાવ્રતધારી સદ્ગુરુ મળ્યા. અહિંસા મૂલકજૈન ધર્મ મળ્યો. એના કારણે જે અનંતા જન્મ મરણના ભવોમાં કર્માય માટે પુરુષાર્થ ન થયો જે હવે એક જ માનવભવમાં અલ્પકાળ માટે મોકો મળ્યો છે. હવે એક એક કર્મ દલિકોનો ક્ષય કરવા દર્શન - જ્ઞાન - ચારિત્ર - તપની વિશિષ્ટ રીતે આરાધના કરી કર્મ નિર્જરા કરી... બાહ્ય - આત્યંતર તપના પ્રકારમાંથી રોજ વિવિધ રીતે આરાધના કરી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય કર્મરૂપ ઘાતી કર્મોનો ક્ષય કરીએ તો. આત્મા કેવળદર્શન - કેવલજ્ઞાનનો માલિક થાય. પછી તો... માત્ર શેષ રહે તે અઘાતી કર્મના ક્ષય માટે પ્રયત્ન કરવાનો રહે. આત્માની જન્મ-મરણની શરીરરૂપી ગાડી કિનારે આવી ગઈ છે. આત્માને સિદ્ધપદ - મોક્ષ પ્રાપ્ત કરવા હવે ઉચ્ચ - નીચકુળ, પુલિંગ - સ્ત્રીલિંગાદિ કાંઈ જ નડતું નથી. કર્મક્ષય એજ છેલ્લામાં છેલ્લી કન્ડીશન છે. જો મન કોઈ સ્થળે અટવાઈ ગયું તો ગાડી મોક્ષના બદલે દેવગતિમાં પહોંચી જાય. ત્યાંથી મોક્ષ જવા મનુષ્ય ગતિમાં જન્મ લેવો જ પડે. માટે દેવગતિની લાલસા ન કરાય. જૈન દર્શન એક એવું દર્શન છે કે તેમાં કોઈની પણ કાંઈ લાગવગ કામ આવતી નથી. કર્મ બાંધનારને જ બધા કર્મ ભોગવવા પડે છે. આ રીતે આ જીવ જે ક્ષણે પોતાના બાંધેલા કર્મ સંપૂર્ણ ભોગવી લીધા હોય તે જ ક્ષણે એ 14 રાજલોકના અગ્રભાગ ઉપર ક્ષણવારમાં સિદ્ધશિલા પરના અજરામર સ્થાનને પ્રાપ્ત કરી લે છે. ત્યાં ગયા બાદ ફરી કોઈપણ જાતની ક્રિયા - કર્મબંધ કે ફરી જન્મ લેવા માટેની પ્રવૃત્તિ કરવી પડતી નથી. મનને વશ કરવું તે યોગ : માનવ જન્મમાં મન વચન અને કાયા એ વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત થયેલ છે. અધ્યાત્મકલ્પદ્રુમ આદિ ગ્રંથ મુજબ “મનોવશવમ્ પર હિ યોગઃ' અર્થાત્ ચંચળ મનને વશ કરવું એજ પરમ યોગ કહેવાય છે. ખૂબજ ચંચળ, સ્વચ્છંદી અને મલિન મનને વશ કરવું તે નાની સુની વાત નથી. અનાદિ કાળથી આ મન જીવને ચાર ગતિઓ અને ચોર્યાશી લાખ જીવાયોનિયોમાં ભટકાવી જન્મ જરા - મરણ તેમ આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ અપાર - દુઃખો આપે છે. અશુભ ચિત્તને શુદ્ધ કરવું તે યોગ મન.. જ સ્વર્ગ અને મને... જ નરક છે. મન... જ બંધન અને મને... જ મોક્ષ છે. સંકિલષ્ટ ચિત્તવૃત્તિ નિરોધો યોગઃ અશુભ ચિત્ત - મનને અટકાવવું તેનો વિરોધ કરવો તે યોગ છે. એક વાર મન અશુભથી વિરામ પામે તો વચન અને કાયા પણ સહજથી અશુભથી વિરામ પામી શકે, પરિણામે નવા કર્મ બંધનોથી જીવ વિરામ પામે અને શુભ મન - વચન કાયા યોગથી અર્થાત મન વચન અને કાયાને જિનાજ્ઞા અનુરૂપ પ્રવર્તાવવાથી નવા કર્મબંધનો નિરોધ અને જુના કર્મોની પણ નિર્જરા થતાં આત્મવિશુદ્ધિ થાય છે. વિષયો અને કપાયોના નિરંતર સંગથી આ મન બગડ્યું છે. એવા બગડેલા મનને સુધારવા પ્રથમ જરૂરિયાત છે નિર્વિષયી અને સમતાધારી સત્પષોની સંગતિની. સત્સંગતિઃ કિં ન કરોતિ? સત્સંગતિ શું નથી કરતી? જેમ પારસમણિના સ્પર્શે લોહ સુવર્ણ બની જાય છે તેમ સત્પરુષના સંગે દુર્જન પણ સજ્જન બની જાય છે, ચોર શાહુકાર બની જાય છે, પાપી પણ પાવન બની જાય છે. સપુરુષોના સાનિધ્યમાં રહેવાથી દુષ્ટતા પલાયન થઈ જાય છે. સર્વિચારો આવવા માંડે છે, વિચારધારા ઉચ્ચ અને પવિત્ર બની જાય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ભાવનાઓ તો તેની ભગિની બનીને હંમેશા તેના હિતની ચિંતા કરતી રહે છે. વિષય અને કષાયની પકડ તો આપોઆપ છૂટી જાય છે. તે... ની જગ્યાએ વીતરાગભક્તિની અને ક્ષમાદિ ધર્મોની પકડ જીવનમાં આવી જાય છે. આ બે પકડો આવી ગયા પછી તેનું કદીયે દુર્ગતિપતન કે ભવપતન થતું નથી. ગુરુકૂલવાસ સપુરુષોના સાનિધ્યનો મહિમા અચિન્ય છે. એ તો જે સત્પરૂપોના સાનિધ્યમાં શુદ્ધ હૃદયથી રહી ચૂક્યા હોય છે તેને જ તેનો સાચો અનુભવ થતો હોય છે. સત્પષોના સાનિધ્યથી વિના પરિશ્રમે સહજભાવે ચિત્તની શાંતિ અને શુદ્ધિ સાધી શકાય છે. ચિત્તને સ્થિર કરવાનો અને સ્વચ્છ કરવાનો બીજો સચોટ ઉપાય છે તીવ્ર વૈરાગ્ય અને સાદર અને સતત જ્ઞાનોપાસના વૈરાગ્ય અને જ્ઞાનરૂપી અંકુશ વડે મદોન્મત્ત મનરૂપી હાથીને વશ કરી શકાય છે. વિષયો તરફ ભારે વૈરાગ્ય અને જ્ઞાનોપાસના પ્રત્યે પૂર્ણ રાગ આવવાથી મનને જીતવાનું કામ સરળ બની જાય છે. બાકી જ્યાં સુધી મન નિરંકુશ છે. ત્યાં સુધી યોગ-સાધના શક્ય જ નથી. મનમાં ઘણાં પ્રકારના અને ઘણાં વિક્ષેપો હોય છે. મનમાં જન્મોજનમની સારી નરસી કેટલીયે વાસનાઓ ભરેલી પડી છે. આટલી બધી યુગો જુની વિવિધ વાસનાઓથી મનને મુક્ત કરવું તે કાંઈ બચ્ચાના ખેલ નથી. થાણે ક્ષણે મનરૂપી મહાસાગરમાં હજારો સંકલ્પ-વિકલ્પ રૂપી મોજાં ઊછળતાં હોય છે. વારંવાર તેમાં ભરતી-ઓટ આવ-જા કરતી હોય. તેથી મન-રૂપી મહાસાગર નિરંતર સંક્ષુબ્ધ રહ્યા કરે છે. કેટલીક વાર તો તેમાં ભયંકર વિચારોના વેગીલા વાયરાઓથી તે મનરૂપી મહાસાગર તોફાને ચઢે છે તે વખતે મનના માલિકનો જીવ અદ્ધર થઈ જાય છે, કર્તવ્યમૂઢ બની જાય છે. હતાશા-નિરાશા તેના જીવનને ઘેરી લે છે. દિશા સૂઝતી નથી. સર્વત્ર અંધકાર - અંધકાર દેખાય છે. આ મનને સમજવાની પણ ખાસ જરૂર છે. મન ઘણું જ વિચિત્ર અને ઘણી બધી વિચિત્ર વાસનાઓથી ભરેલું છે. યોગના પ્રેમીએ પ્રથમ કામ એ કરવાનું છે કે મનમાંથી નિરર્થક વિચારોને કાઢવાનું. જે માર્ગેથી ખોટા અને નિરર્થક વિચારો આવતા હોય તે માર્ગને જ બંધ કરી દેવો. ખોટા અને નિરર્થક વિચારોનું ઉદ્ભવસ્થાન શોધી કાઢવું અને 16. 68 | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 69 ]
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy