SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાસીન હોવું એટલે being માં હોવું. તીર્થંકર પરમાત્મા નાનપણથી જ આ દષ્ટિમાં હોય છે; પરમ ઉદાસીન દશાને કારણે તેમના લગ્નની પ્રક્રિયા ચાલતી હોય કે રાજ્યાભિષેકની, પ્રભુ ઉદાસીન ભાવની ધારામાં વહ્યા કરે છે.. આ દષ્ટિમાં અન્યમુદ્ નામનો દોષ જાય છે. યોગમાર્ગ કે તત્ત્વમાર્ગને છોડીને અન્ય સ્થળે રતિ થવી તે અન્યગુરુ કહેવાય વિ. સાધકને પૌદ્ગલિક કોઈ પણ પ્રવૃત્તિમાં રતિ નથી થતી. પુદ્ગલેશ્વપ્રવૃત્તિસ્તુ યોગાનાં મૌનમુક્તમ્..' કહીને જ્ઞાનસારે યોગીજનોને બહિર્ભાવથી પરા મુખ કહ્યા છે. તે બાહ્ય ભાવ - ઉપસતા અહીં સ્પષ્ટ દેખાય. અસ્થિરતા તે નિશ્ચય સાધના. પરિષહોને સહન કરવાથી દેહ પરની મમતા - દેહાધ્યાસ શિથિલ બને છે. હું એટલે શરીર આ માન્યતા ખરી પડતા પોતાના શુદ્ધ સ્વરૂપ ભણીની યાત્રા શરૂ થાય છે. અહીં બોધ મનોહર બનતો હોઈ આ દષ્ટિને કાન્તા દષ્ટિ કહેવાય છે. (7) પ્રભા દષ્ટિ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકવાળા સાધકો આ દષ્ટિમાં છે. દીક્ષિત જીવનનો બાર મહિનાનો પર્યાય થાય ત્યારે આ દષ્ટિમાં રહેલ સાધકની ચિત્ત પ્રસન્નતા અનુત્તર વિમાન વાસી દેવોના સુખનેય ઓળંગી જાય છે. ‘પંચ વિંશિતિકા'માં આવા સાધકોને જીવન્મુક્ત દશામાં વિચરતા સાધકો તરીકે ઓળખાવાયા છે. કેવા હોય છે એ સાધકો? ‘પંચવિશિતિકા' કહે છેઃ जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्मावेषु शेरते / उदासते परद्रव्ये लीयन्ते स्वगुणामृते / / જીવન્મુક્ત સાધકો આત્મભાવમાં સદા જાગૃત હોય છે. તેઓ બહિર્ભાવમાં સૂતેલા છે. પરદ્રવ્યના ઉપયોગમાં તેઓ ઉદાસીન છે અને સ્વગુણોની અમૃતધારામાં તેઓ વહેતા હોય છે. પરપદાર્થોને વાપરે છે તેઓ, કપડાં અને રોટલી, દાળ આદિ. ત્યારે તેમાં તેઓ ઉદાસીન હોય છે. ઉદાસીન ભાવ હોવાને કારણે, રાગ-દ્વેષ આદિ તેમને સ્પર્શતા નથી. અને તેથી, બહિર્ભાવમાં તેઓ સુષુપ્ત હોય છે. FINAL - 16-01-19 અહીં ધારણા નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. ધારણા એટલે મનને મોક્ષમાર્ગમાં જોડાયેલું રાખવું. અહીં સાધક મનોવિજયી હોય છે. આ દષ્ટિમાં રહેલ સાધક તત્ત્વની ઊંડી અનુપ્રેક્ષા કરતો હોય છે અને વ્યવહાર માર્ગનો પણ તે સમર્થક હોય છે. આમ, નિશ્ચય અને વ્યવહારનું સમતોલન અહીં પ્રગટે છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ યાદ આવે : નિશ્ચય દષ્ટિ હૃદયે ધરી જી; જે પાળે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર. નિશ્ચય દષ્ટિના અનુપ્રેક્ષણમાં આત્મતત્ત્વના શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ છે, આંશિક અનુભૂતિ પણ આત્મતત્ત્વની છે. એટલે એનો વ્યવહાર માર્ગ નિશ્ચય સાધનાને સમર્થિત કરશે. પંડિત પદ્મવિજયજી મહારાજે વ્યવહાર સાધના સાધકને નિશ્ચય સાધના ભણી કેવી રીતે લઈ જાય છે તેની સરસ પ્રસ્તુતિ આપી : પરિસહ સહનાદિક પરકારા, એ સબ હે વ્યવહારા; નિશ્ચય નિજ ગુણ કરણ ઉદારા, લહત ઉત્તમ ભવ પારા. પરિષહો H ઠંડી, ગરમી આદિ સહન કરવા તે વ્યવહાર સાધના અને નિજ ગુણ 2 || યોગમાર્ગની અંતર્દષ્ટિ છે પ્રભુ મહાવીર દેવે પરમ પાવન શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું: ‘સત્તા અમુળી, મુળિયો સયા જાગતિ...' ગૃહસ્થો સૂતેલા છે અને મુનિઓ સદા જાગૃત છે. અહીં જાગૃતિનો અર્થ ઉજાગરનો નાનકડો અંશ છે. ત્રણ અવસ્થા અત્યારે આપણી પાસે હોય છે : જાગૃતિ, સ્વપન, નિદ્રા... જાગૃતિ અને સ્વપ્નની કક્ષા એક મનાઈ છે. કારણ કે સ્વપ્નમાં જે રીતે વિકલ્પોનું ઘોડાપૂર ચાલતું હોય છે, એ જ રીતે જાગૃતિમાં પણ ચાલતું હોય છે. નિદ્રામાં હોશ ચૂકાઈ જાય છે. ઉજાગર અવસ્થા આમ તેરમાં ગુણઠાણે છે. પણ તેનો નાનકડો અંશ જાગૃતિ આદિમાં લાવી શકાય. યોગમાર્ગની અંતર્દષ્ટિ | 63
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy