________________ દીક્ષા સમયે અઠ્ઠમનો તપ કર્યાના પાઠો છે. તો નિર્વાણ સમયે માસક્ષમણની તપશ્ચર્યાકર્યાના પાઠો મળે છે. વીર પ્રભુએ નિર્વાણ વખતે છઠ્ઠનો તપ કર્યાનો પાઠ મળે છે. અને સાડાબાર વર્ષોના સાધનાકાળમાં જ્યારે જ્યારે જે જે તપ - તપશ્ચર્યા કરી છે, તેના પારણા ક્યારે કેવી રીતે શેનાથી કર્યા તે બધી જ બાબતોનો ઉલ્લેખ પાઠ સાથે શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. સંવર ધર્મ - વ્રત - નિયમ - પચ્ચખાણ પૂર્વક થાય છે. પચ્ચકખાણ એક પ્રકારની પ્રતિજ્ઞા છે. જે વ્રત - તપ શરૂ કરવામાં આવે ત્યારે તેની પ્રથમ ધારણા કરે છે. તદનુસાર પચ્ચકખાણ સ્વીકારે છે. ગુરૂ ભગવંતો તપ કરનારની ધારણા મુજબ પચ્ચકખાણ કરાવે છે. પચ્ચખાણના પાઠો આગમ શાસ્ત્રોમાં એક વિભાગ પચશો શારોનો છે. તેમાં ખાસ પચ્ચખાણ વિષયક ઉલ્લેખ આ પયગ્રા આગમોમાં છે. આ 32 પચ્ચકખાણ વગેરે પન્નામાં ઉલ્લેખ ઉપલબ્ધ છે. તેના ઉપરથી પચ્ચખાણ ભાગ નામનો ગ્રંથ જ બન્યો છે. અને તે મુજબ પચ્ચખાણ શું છે? તેના અર્થો શું છે? વગેરે ખૂબ વિસ્તારથી વિવરણ છે. બીજી બાજુ પચ્ચકખાણની પરંપરા ચાલે છે. તે પણ હજારો વર્ષોથી છે. માટે કોઈ પણ પ્રમાણ વડે પચ્ચકખાણ ધર્મની નિરર્થકતા - વ્યર્થતા સિદ્ધ થતી નથી. અને તીર્થકરો પચ્ચખાણ ન કરે, પ્રતિજ્ઞા ન ધારે એવા પાઠો ક્યાંય મળતા જ નથી. ઉપરથી પચ્ચખાણ ગ્રહણ કરવા પૂર્વક જ તપશ્ચર્યા કરતા હતા - ના સ્પષ્ટ ઉલ્લેખો પ્રમાણો મળે છે. મહાવીર શું, શેનું, કેવી રીતે ધ્યાન કરતા હતા? દરેક દરેક તીર્થકર ભગવંતો અવશ્યપણે ધ્યાન કરે જ કરે છે. શુક્લધ્યાનના પ્રથમ બે ચરણ પાર કરે તો જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એવી જ રીતે બીજા બે ચરણોને ધ્યાન કરીને પાર ઉતરે ત્યારે જ તેમનું નિર્વાણ થાય છે. એટલા માટે ધ્યાન તો તીર્થકર ભગવંતો માટે અત્યંત અનિવાર્ય છે. બાહ્ય તપ કરતા પણ દયાન વધુ અનિવાર્ય છે જ છે. જરૂરી નથી કે બાહ્ય તપ મહાવીર જેટલું બધા કરે તો જ કેવળજ્ઞાન થાય ના. પરંતુ શુક્લધ્યાનના વિષયો બધા જ ધ્યાન કરનારાઓના એક સરખા સમાન અવશ્ય હોય છે. કારણ કે આ વિષયો પદાર્થ સ્વરૂપના હોય છે. આ ધ્યાન, ધ્યાન કરવાની પ્રક્રિયા, ધ્યાનના વિષયો (ધ્યેય સ્વરૂપ), તેમજ ધ્યાનના ચરણો તેનું સ્વરૂપ આદિ બધુ શાશ્વત સ્વરૂપે જ છે. કાળાવધિ બધાની ઓછી - વધારે અવશ્ય હોય છે. દેવચંદ્રજી મહારાજે જે સ્તવનો રચ્યા છે એમાં આ વિષયને ખૂબજ સારી રીતે રજુ કર્યો છે. આવા તાત્વિક સ્તવનોના રહસ્યો જે સમજી શકે એમને આત્મસાધના -ધ્યાન સાધનાના રહસ્યો ખુલી જશે. પ્રભુ છદ્મસ્થાવસ્થામાં ધ્યાન કરવા માટે સર્વ પ્રથમ દયેયરૂપે સિદ્ધ - મુક્ત ભગવંતોને કેન્દ્રમાં રાખે છે. સિદ્ધસ્વરૂપ એટલે આત્માના સર્વ કર્મોના નિવારણથી સંપૂર્ણપણે પ્રગટ થતા સર્વ ગુણોના સ્વરૂપને નિહાળે છે અને જે અને જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ પરમ વિશુદ્ધ સ્વરૂપ મારા -આત્માનું પણ છે. કારણ કે દ્રવ્યરૂપે બન્ને આત્મદ્રવ્યોની સંપૂર્ણ સવશે સમાનતા છે. ગુણએ પણ જે એક આત્માના છે તેવા જ સંસારની અનંતાત્માઓના છે. સાદશ્યતા સર્વાશે છે. માત્ર સિદ્ધના ગુણો પુદ્ગલ દ્રવ્યના કાર્મિક આવરણથી - તેના બંધનથી મુક્ત છે. જ્યારે સંસારી જીવોના એ જ ગુણો આવરણથી આચ્છાદિત છે. ઢંકાયેલા છે. આવુ સ્વરૂપ એક વાર સમજાઈ ગયા પછી સાધ્યનું રહસ્ય સ્પષ્ટ થઈ જાય છે. હવે સાધનામાં કરવાનું શું છે? બસ આત્માના સત્તાગત ગુણો ઉપર રહેલા આવરણ અર્થાત આચ્છાદિક આવરણીય કર્મોના આવરણનો ક્ષય-નાશ કરવાનો એક માત્ર કાર્ય કરવાનું છે. એને જ સાધ્ય બનાવીને સ્વગુણોની જ સાધના કરવાની છે. કર્મ શાસ્ત્રીય નિયમ જ એવો છે કે જે જે ગુણની સાધના - ઉપાસના કરવામાં આવે તે તે ગુણ ઉપરના કાર્મિક આવરણરૂપ આવરણીય કર્મની નિર્જરા થતી જાય છે. તેના કાર્મણ વર્ગણાના પરમાણુઓ વિખેરાતા જાય છે. છુટા પડતા જાય છે અને તેની નીચે દબાયેલા ગુણો પ્રગટ થતા જ જાય છે. જેમ સૂર્ય ઉદય વખતે જેટલો બાહર નીકળતો જાય છે તેમ તેમ રાત્રીનો અંધકાર દૂર થતો જ જાય છે. અને સૂર્ય પૂર્ણ - સંપૂર્ણપણે પ્રગટ થઈ જાય ત્યારે સામે અંધારૂ પણ FINAL - 16-01-19 તો આત્મપ્રદેશો ઉપર જ છે. પરંતુ ગુણો ઉપર હોવાથી જે આત્માના ગુણોને જ આવરે છે. તો તે જ કર્મના આવરણો જો ખસી જાય તો ગુણો જ પ્રગટ થાય જેમ વાદળો ખસતા સૂર્ય પૂર્ણપણે પ્રગટ થાય છે. સૂર્યનો પ્રકાશ સમગ્ર પૃથ્વી તલને પ્રકાશિત કરે છે. પૃથ્વીતા ઉપરના સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરે છે. એવી જ રીતે આત્માના સત્તાગત ગુણો જે જ્ઞાન - દર્શન - ચારિત્રાદિ છે તેના ઉપરના આવરણો જે કર્મ રૂપે કર્યાવરણ તરીકે ઓળખાય છે. તેનો નિર્જરા ધર્મારાધના વડે સંપૂર્ણ થઈ જતા સમસ્ત ગુણો પૂર્ણરૂપે પ્રગટ થાય છે. ગુણો આત્મામાં અનંત પ્રમાણમાં છે. જ્ઞાન પણ અનંતુ છે, દર્શન પણ અનંત છે, ચારિત્ર પણ અનંતુ છે. એવા સમસ્ત ગુણો અનંત પ્રમાણમાં છે. એક - એક આત્મા પ્રદેશે અનંત ગુણો અનંત પ્રમાણમાં છે. સત્તાગત અસ્તિત્વ તેમનું અનંતકાળથી છે. આ રીતે મૂળમાં 42 | યોગમાર્ગની અંતર્દષ્ટિ છે - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 43