SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વને સર્વ પ્રથમવાર બોધ આપ્યો કે મન-વચન-કાયા એ ત્રણેય યોગ છે. તેઓ એ તેને ‘યોગ’ ની સંજ્ઞા આપી. એટલું જ નહીં ત્યાંથી પણ આગળ વધી કહ્યું કે આ મન-વચન-કાયા જો વિષયોથી કે ભૌતિક સુખોથી સુરક્ષિત કરવામાં આવ્યા તો તે ત્રણેય યોગદંડ બની શકે છે. જેથી આત્મા દંડાય છે. સજા ભોગવે છે, પરંતુ જો એને સુરક્ષિત અને સંગોપિત કરવામાં આવે તો તે ત્રણેય યોગ ગુપ્તિ બને છે.. અર્થાત્ સાધનાનો માર્ગ બને છે. આથી ભગવાને બે વાત જણાવી મન દંડ - વચનદંડ-કાયાદંડ તથા મનગુપ્તિ-વચનગુમિ-કાયાગુમિ. મન દંડ અને મન ગુમિમાં દૂધ અને છાશ જેટલો ફર્ક છે. ગુમિ તે યોગનો માર્ગ છે. જ્યારે દંડ તે ભોગનો માર્ગ છે. આ રીતે ભગવાને મનોયોગ ને મનોગુમિ બનાવવાની વાત જણાવી અને તેથી સર્વ પ્રથમવાર પ્રચ્છન્ન રૂપે યોગ શબ્દ સાધના માર્ગમાં વપરાવવાની શરૂઆત થઈ. યોગ એટલે જોડાણ. ભગવાને કહ્યું કે મન-વચન અને કાયા એ “યોગ’ છે. અર્થાત્ એના દ્વારા જ તમે મોક્ષ સુધી જોડાણ સાધી શકો છો અને તે માટે તમે મનવચન-કાયાની ગુમિ ધારણ કરો. વિજ્ઞાને વિશ્વને એક સૂત્ર આપ્યું કે પરમાણુમાં પણ અગણિત શક્તિ છે. જરૂરત છે માત્ર પરમાણુને તોડવાની. જો અણુભેદ ન થાય તો વિસ્ફોટક શક્તિનું નિર્માણ થશે. અને તે શક્તિ ગમે તેવા મહાનગર કે મહાસત્તાઓનો પણ વિનાશ કરી દેશે. આમ વિજ્ઞાને જગતને સૂત્ર આપ્યું કે શક્તિને તોડો. પરંતુ ભગવાન મહાવીરે 2600 વર્ષ પૂર્વે જ આનાથી બિલકુલ ઉલટી વાત જણાવી. ભગવાને કહ્યું તમારી ભીતર પણ અકલ્પનીય શક્તિ છે. તમે એને જોડો અને તે માટે તેઓ એ શબ્દ આપ્યો યોગ. યોગ એટલે જોડાણ તેઓ એ કહ્યું કે જે રીતે કાચબો પોતાના અંગોપાંગ સંગોપિત રાખે છે તે રીતે તમે પણ તમારી ઈન્દ્રિય અને મનને (મનવચન-કાયાને) ભીતરમાં સંગોપિત રાખો. શક્તિનું સંયોજન કરો. આ સંકલિત શક્તિ જ મોક્ષ માર્ગે જોડાણ કરી આપશે. અને આ રીતે પરિણામે મનગુમિ-વચન ગુમિકાયાગુમિ યોગ માર્ગ બન્યા - સાધના માર્ગ બન્યા. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિભગવંતે યોગવિંશિકામાં યોગની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “મોક્ષની સાથે જે જોડાણ કરી આપે તેવો સઘળોય ધર્મવ્યાપાર તે યોગ’, આ પરિભાષા પણ અંતે તો ઉપરોક્ત રજૂઆત નો જ વિસ્તાર જણાય છે. આમ ઉપરોક્ત સંભવિત સમાધાનના આધારે એક કહી શકાય છે કે “યોગ’ શબ્દનો સાધનાના અર્થમાં ઉપયોગી બનાવવાનું શ્રેય ભગવાન મહાવીર પ્રભુને જાય છે. યોગની પરિભાષા યોગ શબ્દનું સર્જન કરનારા અને યોગની સર્વાધિક પ્રાચીન પરંપરાઓને પ્રમાણિત કરનાર જૈન આગમમાં યોગની સુંદર પરિભાષા પ્રાપ્ત થાય છે. યદ્યપિ સર્વે યોગાચાર્યોએ પોતાની અનુભૂતિ દ્વારા યોગની સુંદર પરિભાષા આપી જ છે. છતાં તે કયાંક ને કયાંક અપૂર્ણ હોય એમ અવશ્ય જણાય છે. જેમ કે શ્રી પતંજલિ ઋષિએ યોગની પરિભાષા જણાવતા કહ્યું કે ‘ચિત્તવૃત્તિનો વિરોધ કરવો તે યોગ છે. અર્થાત્ ચિત્તવૃત્તિઓને ભટક્યા ન દેવી તે યોગ. પરંતુ યોગની આ પરિભાષામાં તો સાધકે શું ન કરવું તે કહ્યું છે. શું કરવાનું તે જણાવ્યું નથી. આ પરિભાષા ને આશ્રયી અનેક સંતોએ તેનો માત્ર શબ્દાર્થ જ પકડ્યો કે ચિત્તને ભટક્ત બંધ કરો અને તે માટે ગાંજા-ચરસ આદિ માદક દ્રવ્યોનો ઉપયોગ કરનારા પણ તેઓ બન્યા. તેઓએ મદહોશ અવસ્થાને જ ચિત્તવૃત્તિનો નિરોધ સમજી લીધો. જ્યારે જૈન આગમ ગ્રંથો એ યોગની સૂક્ષ્મ પરિભાષા આપતા કહ્યું "TTI ચિંતા નિરીદ ' અર્થાતુ મનના વિચારોને એકાગ્ર બનાવો, યોગનો નિષેધ કરો તે ધ્યાન છે. આ પરિભાષા સકારાત્મક પરિભાષા છે. જેમાં સાધકે શું કરવું તે જણાવાયું છે. અહીં માત્ર એક પંક્તિમાં જ ભગવાને બે પ્રકારના ધ્યાનની વાત જણાવી છે. છપ્રસ્થનું ધ્યાન અને કેવલીનું ધ્યાન. ' ચંતા’ મનના વિચારોને એકાગ્ર કરવા. તે છદ્મસ્થનું ધ્યાન છે. જ્યારે “નિરોહીઝાણમ્” કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણના પૂર્વે શેલેશીકરણ કરી મન-વચન-કાયાના યોગોનો નિષેધ કરવો તે યોગ નિરોધરૂપ કેવલી ભગવંતનું ધ્યાન છે. આમ એક જ પંક્તિમાંથી સરલસરસ-સુંદર અને સર્વાગીણ પરિભાષા આગમમાંથી પ્રાપ્ત થાય છે. (ઉપરોક્ત આગમ પંક્તિને આધારે જ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં જણાવાયું છે. (“વાચિંતા નિરોધ થાનમ્''), આ ઉપરાંત આવશ્યક સૂત્ર નામના આગમમાં આવતું કાયોત્સર્ગ અધ્યયન જિનશાસનની પ્રાચીન યોગ-સાધનાનું જીવંત પ્રતિક છે. કાયા એટલે દેહ અને ઉત્સર્ગ એટલે ત્યાગ. અર્થાત્ શરીર હોવા છતાં દેહાતીત આત્માનુભૂતિનું અદ્વિતીય સાધના સૂત્ર એટલે કાયોત્સર્ગ. જગતના તમામ અધ્યાત્મ શાસ્ત્રો એકવાતે તો સહમત છે જ કે આપણી ભીતર સમચક્ર અને કુંડલિની શક્તિ સુષુપ્ત રૂપે રહેલ જ છે. જરૂરત છે માત્ર તેને ઉજાગર કરવાની જે રીતે મદારીની ટોપલીમાં કુંડાળું વાળીને સાપ સૂતો હોય બસ! કાંઈક એ જ રીતે આપણી ભીતર પણ કુંડલિની શક્તિ સાડા ત્રણ વલયાકારે સુષુમ રૂપે રહેલ છે. તેને ઉજાગર કરવા ભિન્ન-ભિન્ન 26 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ , 27
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy