SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 1) પાર્થિવી ધારણા - સૌપ્રથમ પૃથ્વી તત્ત્વને અનુલક્ષીને ધારણા કરવાની છે.. પ્રથમ મન સ્થિર કરી મધ્યલોકમાં રહેલા ક્ષીરસમુદ્ર, એમાં હજાર પાંખડીવાળું જંબુદ્વીપના વિસ્તારવાળું કમળ ચિંતવવું. કમળના મધ્યમાં મેરુપર્વત સમાન કણિકા, તેના ઉપર સ્ફટિક જેવું ઉજ્વળ સિંહાસન ચિંતવી એના પર પોતાને સ્થાપિત કરવો. આત્મા હવે મોહનિદ્રામાંથી જાગ્રત થાય છે, જન્મોજન્મથી આત્મા પર લાગેલાં આઠ, કર્મોને જોતાં એને મૂળથી નષ્ટ કરવાનો પોતે પ્રયત્ન કરી રહ્યો છે એમ ચિંતવવું. 2) આગ્નેયી ધારણા - અગ્નિ તત્ત્વને કેન્દ્રમાં રાખીને આ ધારણા કરવાની હોય છે. અહીં નાભિમાં 16 પાંખડીઓવાળું કમળ ચિંતવવું જેના કેન્દ્રમાં ‘મ' મહામંત્રની સ્થાપના થઈ છે. આ કમળ પર બીજું આઠ પાંખડીઓવાળું કમળ ચિંતવવું જેની એકએક પાંખડીમાં અનુક્રમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એમ આઠ કર્મો સ્થપાયેલાં છે. આ કર્મોનો ક્ષય કરવાનો છે. આ કર્મક્ષય એટલે નિર્જરા ધ્યાનમાં થાય છે. એમ ચિંતવવું કે ‘મનો નાદ ગુંજી રહ્યો છે. એના રેફમાંથી નીકળેલી અગ્નિની જ્વાળાઓમાં આઠ પાંદડીઓ પરનાં આંઠ કર્મ બળી રહ્યાં છે. આત્માની શુદ્ધિ થાય છે. પછી શરીરની બહાર ત્રણ ખૂણાવાળો અગ્નિ ચિંતવવો. આ બહારની અગ્નિની જ્વાળા અને અંદર ‘દે’ના ધ્યાનથી ઉત્પન્ન થયેલી જ્વાળા બંનેથી દેહ અને આઠ પાંખડીઓવાળું કમળ ભસ્મીભૂત થઈ એની રાખ થાય છે એમ ચિંતવવું. 3) મારુતિ | વાયવી ધારણા - વાયુ એટલે મત. અહીં સમસ્ત 14 રાજલોકમાં ઊછળતો, પર્વતોને ધ્રુજાવી દેતો, સમુદ્રને હલાવી દેતો એવો પ્રચંડ વાયુ ચિંતવવો. આગ્નેયી ધારણામાં દેહ અને કમળને બાળીને થયેલી રાખને આ વાયુ ઉડાવી નાખે છે એટલે જે જે કર્મો બળીને રાખ થયા છે, અર્થાત જે કાર્મણ વર્ગણાના પરમાણુઓ આત્માથી બહાર છૂટા પડે છે અને વાયુ ઉડાડીને બહાર લઈ જાય છે એમ ચિંતવવું. 4) વારુણી ધારણા - આ ધારણામાં વાદળાંઓથી ભરેલા આકાશમાં અર્ધચંદ્રાકાર વરુણ બીજ (વ) ચિંતવવું. તે વરુણ બીજથી ઉત્પન્ન થયેલા અમૃતસમ વરસાદના પાણીથી વાયવી ધારણાથી ઊંડેલી રાખ ધોઈ નખાય છે. એટલે આત્માથી છૂટા પડેલા કાશ્મણ વર્ગણાના અશુદ્ધ પરમાણુઓ આ વરસાદના પાણીથી શુદ્ધ થાય છે. આવી રીતે ઉપરની આ ધારણાઓથી આત્માની શુદ્ધિ થતી જાય છે. 5) તત્ત્વભૂ ધારણા - ઉપરથી ધારણાઓથી આત્માની શુદ્ધિ થયા પછી એમ ચિંતવવું કે અનાદિકાળથી કર્મોથી ભરેલો આત્મા શુદ્ધ થયો છે. હું શુદ્ધ ચેતન આત્મા છું. મારામાં અનંત જ્ઞાન, અનંત દર્શન એમ અનંત ગુણો ભરેલા છે. હું શુદ્ધ - 16-01-19 - ચેતનસ્વરૂપ, તત્ત્વસ્વરૂપ છું. આમ સતત ચિંતન કરતા રહેવાથી આત્મા વિભાવોમાંથી પાછો હઠી પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા લાગે છે. આવી રીતે પિંડસ્થ દયાનના અભ્યાસથી મન અને ચિત્તને એકાગ્ર કરી શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. 8) પદસ્થ સ્થાન : આ ધ્યાનનું મુખ્ય આલેખન “શબ્દ” છે. પવિત્ર મંત્રપદોનું આલંબન લઈને આ ધ્યાન કરાય છે. અનેક પ્રકારે પદમથી દેવતા મંત્રરાજ ‘મનું ધ્યાન, પંચપરમેષ્ઠીનું ધ્યાન પ્રણવનું ધ્યાન કરી શકાય છે. પ્રણવનું ધ્યાન : પ્રણવ એટલે ૐનું ધ્યાન. હૃદયના મધ્યમાં કમળ સ્થાપી એમાં વચ્ચે ‘ૐ’ને સ્થાપવો. ૐકાર પંચપરમેષ્ઠીવાચક છે. એમ ચિંતવવું કે ૐકારના ઉપરની ચંદ્રકલામાંથી અમૃતરસ ઝરી રહ્યો છે અને એમાં હું ભીંજાઈ રહ્યો છું. મારાં કર્મો ધોવાઈ રહ્યાં છે અને આત્મા શુદ્ધ થઈ રહ્યો છે. પંચપરમેષ્ઠીનું ધ્યાન - ઉજ્વળ એવા સ્ફટિક રત્ન જેવો ૐકાર આવી જાય એટલે એની સાથે મહાપવિત્ર પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ધ્યાન કરવું. આઠ પાંખડીઓવાળું સફેદ કમળ ચિંતવવું. વચ્ચે કેન્દ્રમાં અરિહંત પરમાત્માને સ્થાપીને ચારેદિશા અને વિદિશાની અંદર નવકારના બાકીના આઠ પદ સ્થાપવાં. આવી રીતે નવપદની કમળમાં સ્થાપના કરી એનું ધ્યાન ધરવું. આવી રીતે મન, વચન અને કાયાના એકાગ્રતાપૂર્વક મહામંત્રને આરાધી જે આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે એ આ લોકમાં તો યોગી થાય અને ત્રણે લોકમાં પૂજાય છે. ધ્યાનથી કર્મક્ષય થાય છે. મન કોઈ પણ પવિત્ર આલંબન લઈને ધ્યાનમાં પરોવાય, જેમ કે નમો તા આ પહેલા પદનું આલંબન લઈ મન એના પર સ્થિર કરો તો એ સમયે કોઈ અસાધ્ય રોગથી વેદના હોય તો કર્મના વિપાકથી થતી વેદનાની અનુભૂતિ ઓછી થાય. કર્મનો ઉદય તો ચાલી જ રહ્યો છે, પણ ધ્યાનના લીધે વેદનાની તીવ્રતાનો અનુભવ ઓછો અનુભવાય. એના માટે ધ્યાનનો અભ્યાસ જરૂરી છે. ધીરેધીરે અભ્યાસથી ધ્યાન સિદ્ધ થતું જાય. 3. રૂપસ્થ ધ્યાન - ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર રૂપસ્થ દયાનનો છે. રૂપસ્થ એટલે રૂપમાં બિરાજમાન થયેલા તીર્થંકર ભગવાન, અર્થાત્ સમવસરણમાં બિરાજમાન, કેવળજ્ઞાનથી દીપતા 34 અતિશયોથી યુક્ત અષ્ટપ્રતિહાર્ય સહિત એવા અરિહંત પરમાત્માના રૂપનું આલંબન લઈને જે ધ્યાન કરાય છે તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. એવી જ રીતે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ વિકારોના કલંકરહિત, શાંત, મનોહર, સર્વ ઉત્તમ લક્ષણોથી યુક્ત એવી યોગધ્યાન મુદ્રામાં સ્થિત જિનેશ્વર પરમાત્માની 20) | યોગમાર્ગની અંતર્દષ્ટિ e યોગમાર્ગની અંતરિ 21.
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy