________________ જેલર ફાંસી માટે તેને લેવા તેની કોટડી પર પહોંચ્યા ત્યારે રામપ્રસાદ યોગપ્રાણાયામ અને પ્રભુપ્રાર્થનામાં લીન હતા. જેલરે પૂછ્યું કે હમણાં તો તારે મરવાનું છે તો આ યોગનો શો અર્થ? રામપ્રસાદે જવાબ આપ્યો કે, મારે મરવાનું છે તે મને ખબર છે તેથી જ હું આજે 10 મિનિટ વધુ યોગ કરવા માગું છું. એટલા માટે કે મરવાના અંતિમ સમયે મારું મનોબળ નબળું ન પડે. પ્રભુને પણ લાગે કે તેમની પાસે હાલતો - ચાલતો સ્વસ્થ વ્યક્તિ શહીદ થઈને આવ્યો છે. જેલર તેમને સેલ્યુટ મારવા પોતાની જાતને રોકી શક્યો નહીં. આ હતી ઈશ્વર અને યોગ પ્રતિ તેની શ્રદ્ધા. અને શુભ છે કે ખરાબ વિચાર હવે ત્યાં ટકી શકે તેમ નથી. દરેક વાર શ્વાસબહાર કાઢતી વખતે જમણા નસકોરા દ્વારા જ એ ખરાબ વિચારોને બહાર કાઢી નાખવાની ભાવના કરવી. દરેક વખતે શુભ ચિંતનને મસ્તકમાં છવાયેલું તથા અશુભ ચિંતનને ભાગી જતું જોવાની કલ્પના પ્રબળતાથી કરવી જોઈએ. આ સંદેશ એટલો પ્રાણવાન હોવો જોઈએ કે પ્રાણાયામ પૂરો થતાની સાથે આપણને એવું લાગવા માંડે કે આપણી અંદરથી બધી આક્રમક તથા કામુક વૃત્તિઓ જતી રહી છે અને દેવી વૃત્તિઓ જાગ્રત થઈ રહી છે. પ્રાણાયામ યોગ ક્રમાંક - 6 અલ્પમંદતા (બુદ્ધિ મંદ હોવી તે) અને આત્મહીનતાવાળા, અસ્તવ્યસ્ત વિચારવાળા લોકોએ પોતાની બુદ્ધિને પ્રખર અને તીણ બનાવવા આ પ્રાણાયામ કરવો જોઈએ. આ પ્રાણાયામમાં નાક બંધ કરવા હાથનો ઉપયોગ કરવાનો નથી. શાંત સ્થિતિમાં બેસીને બન્ને નસકોરામાંથી ઝડપથી શ્વાસ અંદર ખેંચીને મંથન તથા પ્રાણશક્તિના આવાગમનની ભાવના કરવી. મસ્તિષ્ક પટલ ઉપર આ વિદ્યુતપ્રવાહોને દોડતા તથા મેઘા (બુદ્ધિ) સંબંધી કેન્દ્રોને જાગૃત કરતા હોય એવી કલ્પના જોવી. ભાવના કરવાની કે દરેક વખતે બન્ને નસકોરાં દ્વારા ખેંચવામાં આવેલો પ્રાણપ્રવાહ ઝડપથી પ્રિફન્ટલ લોનના કેન્દ્રો સાથે અથડાય છે તથા એમને પ્રકાશવાન બનાવે છે અને રેચક વખતે બન્ને નસકોરાં દ્વારા પરત આવતો રહે છે. બીજી વાર તે બમણા વેગથી બમણી શક્તિ લઈને આવે છે અને મસ્તકના અગ્રભાવને પ્રકાશથી ભરી દે છે. બુદ્ધિ પ્રખર થવાની, પોતાની લઘુતાગ્રંથિ દૂર થવાની, પોતે શ્રેષ્ઠ, બુદ્ધિમાન અને અત્યંત મનસ્વી બનવાની કલ્પના દરેક પ્રાણાયામ સાથે પ્રબળતાપૂર્વક કરવી. વારંવારના આ અભ્યાસથી સ્નાયુપ્રવાહ સક્રિય બનતો જાય છે. આમ સાંપ્રત જીવનની કેટલીક મનોરોગની સમસ્યાઓ પ્રાણાયામથી ઉકેલી શકાય છે. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં યોગ નિયમિત રીતે કરતા રહેવું જોઈએ. યોગ પ્રતિ અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા હોવા જોઈએ. આ વિષયનું ક્રાંતિકારી શહીદ બિસ્મિલની જીવનની એક ઘટનાથી સમાપન કરીશું. શહીદ રામપ્રસાદ બિસ્મિલને ફાંસીની સજા કરવામાં આવી હતી. જેલરે કહ્યું કે કાલે આ સમયે તમને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. નિયત સમયે FINAL - 16-01-19 212 | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,213