________________ યોગો દીર્ધકાલિન સાધના, સમય અને શક્તિ માગી લે છે. સામાન્ય માનવીને સમજમાં આવે તેવો મધ્યમાર્ગી યોગ એટલે “સમન્વય યોગ'. કોઈ પણ વ્યક્તિ સ્ત્રી-પુરુષના ભેદ, ભાષા-ધર્મના ભેદ વિના કરી શકે. તે માટે સન્યાસી થવાની જરૂર નથી કે ધંધા-વ્યવસાય છોડવાની જરૂર નથી. એમાં તમામ યોગના ઉત્તમ લક્ષણોનો સમન્વય થયેલો છે. સમન્વય યોગ એ જીવન જીવવાની ઉત્તમોત્તમ કલા છે. એનો મૂળ સાર આટલો. ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવું. દેવ-ગુરુ અને ધર્મને શરણે પોતાનું જીવન ભક્તિભાવે સમર્પિત કરવું. કોઈ પણ કાર્યમાં આપણે નિમિત્તમાત્ર છીએ એવી સમજણ અને જાગૃત જ્ઞાન સાથે જીવનના સર્વ વ્યવહાર આચરવા. રોજ સવારે - સાંજે શાંતિથી, એકાંતે બેસી પ્રાર્થના કરવી તે અંતર્મુખ બનવું. ધ્યાનમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરો. આત્મસ્થ બનવું. સહજ શબ્દને જીવનનો શ્રોત્ર બનાવી દેવો. ‘હશે, ચાલશે, ફાવશે, ગમશે, નભશે, પરવડશે' એવી વૃત્તિ દરેક કાર્યમાં અને તેના પરિણામમાં વણી લેવી. યોગ એ ચિરંતર વહેતી ગંગાધારા છે. દૂરથી દર્શન કરવાને બદલે તેમાં ડુબકી લગાવવી પડશે. એ એક એવું કલ્પવૃક્ષ છે જે માંગો તે મળશે. હવે જેન દાર્શનિકના મતે યોગ અને ઉપયોગ વિશે થોડી વિચારણા કરીએ. મન યોગ, વચન યોગ અને કાય યોગ એ ત્રણ પ્રકારના યોગોનું પ્રવર્તન આપણામાં હોય છે. ઉપયોગ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આ આત્માના જ્ઞાનગુણનું પ્રવૃત્તિ રૂપમાં પરિણમન થવાને ઉપયોગ કહે છે. ‘ઉપ’ એટલે સમીપ અને ‘યોગ’ એટલે જ્ઞાન દર્શનનું પ્રવર્તન. આનો સરળ અર્થ એ થાય કે જેના વડે આત્મા જ્ઞાનદર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એવો જે ચેતનાનો વેપાર છે તેને ઉપયોગ કહેવાય છે. દાર્શનિક દષ્ટિએ વિચારીએ તો આપણી હજી યોગની પ્રવૃત્તિ છે. યોગની પ્રવૃત્તિ પૂરી થયા પછી એકલો ઉપયોગ કામ કરશે. માત્ર યોગની પ્રવૃત્તિ બદલવી તે સાધના નથી ઉપયોગ બદલાય તે સાધના છે. અંદરથી આનંદ મેળવવાનો રસ્તો એટલે યોગમાર્ગ, બહારથી આનંદ મેળવવાનો રસ્તો એટલે ભોગમાર્ગ. ભોગ અને યોગ એ બન્નેમાં શરીર, શ્વાસ, ઈન્દ્રિય અને મન એ FINAL - 16-01-19 ચારેય સક્રિય બનતાં હોય છે. ભોગમાં ચારેય ચંચળ અને ઉત્તેજિત બને છે. જ્યારે યોગમાં ચારેય શાંત અને સ્થિર બને છે. યમ-નિયમ એ યોગની ઈમારતનો પાયો છે. જ્યારે ધ્યાન, સમાધિ એ ઈમારતની અગાશી છે. માત્ર પાયામાં જ અટવાઈ જશું તો ટેરેશઅગાશીમાં નહીં પહોંચાય. અનંત આકાશનું દર્શન અગાશીમાંથી જ થાય છે. ભોગાસનો ઈન્દ્રિય અને મનને ચંચળ બનાવે છે. યોગાસનો ઈન્દ્રિય અને મનને શાંત બનવામાં સહાયક બને છે. તમોગુણની જડતામાંથી અને રજોગુણની ચંચળતામાંથી મુક્ત થઈ સત્વગુણમાં સ્થિર થવા માટે પ્રાણાયામનો અભ્યાસ જરૂરી છે. રેચકથી પ્રાણ શુદ્ધ થાય છે. પૂરકથી પ્રાણ પ્રબળ થાય છે. કું ભકથી પ્રાણ સ્થિર થાય છે. શૂન્યકથી પ્રાણ સૂમ થાય છે. શરીર, શ્વાસ, ઈન્દ્રિય અને મન એ ચારેયની શુદ્ધિ તેમજ સંયમ કર્યા વિના સીધેસીધી ધ્યાન અને સમાધિની વાતો કરવી એ પાયા વિનાનો મહેલ ચણવા જેવી વાત છે. સુખ બે રીતે અનુભવાય છે. ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈને અને ઈન્દ્રિયોના વિષયોથી અલિપ્ત થઈને આત્મભાવમાં સ્થિર થઈને પહેલા ભોગનો માર્ગ છે. બીજો યોગનો માર્ગ છે. યોગ એ માત્ર શરીરશાસ્ત્રનું વિજ્ઞાન નથી પરંતુ ચિત્તવૃત્તિના શુદ્ધિકરણ અને ઉર્વીકરણનું વિજ્ઞાન છે. અથંગયોગની સાધના અને સિદ્ધિ (1) યમના પાલનથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. (2) નિયમના પાલનથી જીવન ધર્મમય બને છે. (3) આસનોના અભ્યાસથી શરીર સ્વસ્થ બને છે. (4) પ્રાણાયામના અભ્યાસથી જીવનશક્તિ વિકસે છે. (5) પ્રત્યાહારની સાધનાથી ઈન્દ્રિયો અંતર્મુખ બને છે. (6) ધારણાના અભ્યાસથી મન એકાગ્ર બને છે. (7) ધ્યાન દ્વારા અંતઃકરણ શુદ્ધ અને શાંત બને છે. (8) સમાધિ દ્વારા ચેતનાનો સંપૂર્ણ વિકાસ પ્રાપ્ત થાય છે. જૈનાચાર્યોએ વૈદિક પરંપરાના કોઈ આચાર્યના ગ્રંથને મહત્ત્વ આપી એની વાતો સ્વીકારી હોય તો તે માત્ર મહર્ષિ પતંજલિનું યોગસૂત્ર છે. 208| યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,209 |