________________ 32 યોગઃ પ્રસન્ન મંગલ જીવનની આધાર શિલા ડૉ. નરેશ વેદ હોય છે, તે આત્માને મૃત્યુ પ્રસંગે ઉચિત આચરણની પ્રાપ્તિ થતી નથી. કારણ કે જે કાયમ દોષિત જ જીવન જીવવાને ટેવાયેલો હોય છે, તેને મોહની પ્રબળતા હોવાથી અન્ત સમયે નિદોર્ષ આચરણ ક્યાંથી સૂઝે? આચરણમાં સમતાભાવ, સંપૂર્ણ જીવનને સ્થિર બનવામાં મદદરૂપ બને છે. બાહ્ય અને આંતરિક અને બાહ્યથી આંતરિકની ગતિ વધુ નિર્મળ અને નિર્ભેળ બને ત્યારે મનુષ્યત્વ સાકાર, થાય છે. મનુષ્યત્વના સાકારત્વ પછી જ પરમ સાકાર થાય. ખળભળતા પાણીમાં તળિયું ન જ દેખાય. સ્થિર પાણીમાં તળિયું ચોખેચોખ્ખું દેખાય છે. યોગ આ સ્થિરતાના મારગનું પ્રથમ પગલું છે અને એ જ જીવનના સ્થિર પ્રવાહનું અંતિમ છે. યોગાવસ્થા બાહ્ય અને આંતરિક પામો. FINAL - 16-01-19 પરમાત્મા તરફથી આપણને તન અને મનની સૌગાત મળેલી છે. પરિશ્રમ અને પુરુષાર્થ વડે આપણે ધન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી આ તન, મન અને ધન વડે પ્રસન્ન, સુખી, સફળ અને સાર્થક જીવન જીવવા ઈચ્છીએ છીએ. પરંતુ જીવતાં જીવતાં ખ્યાલ આવે છે કે આપણે આપણી કામના જેવું જીવન જીવી શકતા નથી. જીવનમાં સમય અનુસાર સંજોગે પલટાતા આપણે સુખી કે દુઃખી થઈએ છીએ, હર્ષ કે શોક અનુભવીએ છીએ. સફળ-નિષ્ફળ થઈએ છીએ, સાજા-માંદા થઈએ છીએ. આપણી ધારણા મુજબનું પ્રસન્ન, મંગલ, સંતુષ્ટ જીવન આપણે જીવી શકતા નથી. એનું કારણ શું છે? એનું કારણ છે આપણું અજ્ઞાન. આપણે ભલે ઉચ્ચોચ્ચ પદવીવાળું શિક્ષણ મેળવ્યું હોય, પરંતુ તેમ છતાં આપણે અજ્ઞાની હોઈએ છીએ. આ અજ્ઞાન જીવન જીવવાની રીત, પદ્ય કે કળા વિશેનું હોય છે. આપણે સૌની જેમ જીવી તો જઈએ છીએ, પણ આપણે જે જાતનું, જે રીતે જીવન જીવી રહ્યા છીએ તે યોગ્ય છે કે નહીં, આપણી કામના મુજબનું છે કે નહીં, તે વિશે આપણે વિચારતા નથી. આપણે જો અસ્વસ્થ કે અસંતુષ્ટ થઈને જીવી રહ્યા હોઈએ તો જીવન જીવવાની એ રીત કે પદ્ધતિ યોગ્ય નથી. ઘણું ખરું આપણે ધન દોલત, સુખસગવડો, સત્તાસાહ્યબી અને યશ-કીર્તિવાળું ભૌતિક જીવન જીવી રહ્યા હોઈએ છીએ. આવું બધું હોવા છતાં આપણા જીવનમાં સુખ, સંતોષ અને શાંતિ હોતાં નથી. ત્યારે આપણે જે જાતનું જીવન જીવી રહ્યા છીએ તેમાં શો ફેરફાર કરવાની, તેમાં શું ઉમેરવાની જરૂર છે એ વાત આપણે વિચારતા નથી. જો ગંભીરતાથી વિચારીએ તો આપણને સમજાય છે કે આપણે તન, મન અને ધનના મોહ અને મદમાં જીવી રહ્યા છીએ. જીવતાં જીવતાં આ તન, મન અને ધન ત્રણેય રજોરાય છે, મેલાં થાય છે, અશુદ્ધ થાય છે. એમને શુદ્ધ કર્યા વિના આપણે આપણું ધ્યેય સિદ્ધ કરી શકીએ નહીં, એ વાત આપણે વિસરી જઈએ છીએ. તન સ્નાનથી, મન ધ્યાનથી અને ધન દાનથી શુદ્ધ થાય. જો આ ત્રણની શુદ્ધિ કરીએ તો આપણું જીવન નિર્મળ થાય, પરંતુ આપણા 198| યોગમાર્ગની અંતર્દષ્ટિa 0 યોગમાર્ગની અંતર્દષ્ટિ 199|