________________ દષ્ટિની સાથે આત્માના જ્ઞાનગુણનો વિકાસ કેવો થાય છે? તે પણ ઉપમાસહ બતાવતાં યોગનાં આઠ અંગો પણ જણાવેલ છે. આત્માને મોક્ષની સાથે જે જોડે તે યોગ” અર્થાત્ આત્માનો આન્તરિક આધ્યાત્મિક વિકાસ ક્રમ, તેને યોગ કહેવાય છે. આ યોગ આત્મા ઉપર અનાદિકાળના લાગેલાં કર્મોનો ક્ષય કરનાર છે. કર્મગ્રંથ, કમ્મપયડી આદિ ગ્રંથોમાં મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિને જે યોગ કહેવાય છે. તે યોગ કર્મબંધનો હેતુ છે, તે ગ્રંથોમાં યોગ એટલે મુંજન-સ્ફરણ-પ્રવૃત્તિ કાયાદિ. દ્વારા આત્મપ્રદેશોનું આન્દોલન એવો અર્થ છે. જે આત્મા પ્રદેશોની અસ્થિરતા દ્વારા કર્મબંધ કરાવે છે અને અહીં વપરાતો યોગશબ્દ કર્મક્ષય કરાવનાર છે તેથી બન્ને જગ્યાએ “યોગ'' શબ્દનો પ્રયોગ સમાન હોવા છતાં પણ અર્થ ભિન્ન-ભિન્ન છે. આત્મા ઉપર લાગેલાં કર્મોના વાદળને દૂર કરી પ્રગટ થયેલી ગુણવત્તાગુણોનો વિકાસ, ગુણોનો આવિર્ભાવ-પોતાના નિર્મળ સહજ સ્વરૂપની પ્રાપ્તિ તરફનું જે ગમન, તેને અહીં યોગ કહેવામાં આવશે. મોક્ષે યોગનતિ યોગઃ - આવો યોગ જે મહાત્મામાં હોય તે યોગિ કહેવાય છે. તત્ત્વનો સાચો બોધ તે સમ્યજ્ઞાન છે તે જ્ઞાન દ્વારા તત્ત્વમાં હેય-ઉપાદેયરૂપે યથાર્થ નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ જ સમ્યગ્વારિત્ર છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું પ્રથમ જરૂરી છે કે જેથી તે વસ્તુ ઉપકારી છે એમ જણાય તો પ્રવૃત્તિ કરી શકાય અને તે વસ્તુ અપકારી છે એમ જણાય તો નિવૃત્તિ કરી શકાય, માટે પ્રથમ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી “આ વસ્તુ આમ જ છે' એવી સૂચ-પ્રીતિ-વિશ્વાસ કરવો આવશ્યક છે. સ્ત્રીને સમ્યગ્દર્શન કહેવાય છે કે જેનાથી નિવૃત્તિ-પ્રવૃત્તિ નિર્ભયપણે અદમ્ય ઉત્સાહથી થાય છે. જ્ઞાન તથા અચ મેળવ્યા પછી કરાતી નિવૃત્તિ-પ્રવૃત્તિને “સમ્યક ચારિત્ર' કહેવાય છે. આ પ્રમાણે સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર એમ રત્નત્રયીનો મૂળ આધાર “જ્ઞાન” જ છે. આ જ્ઞાનને (સમજણશક્તિને શાસ્ત્રોમાં બોધ કહેવાય છે. અને જે બોધ છે તે જ દષ્ટિ કહેવાય છે. આ આત્માની જે તરફ દષ્ટિ ઢળે છે તે તરફ જ વધારે ને વધારે ચિ અને નિવૃત્તિ-પ્રવૃત્તિ હોય છે. બીજી જે દષ્ટિ છે. તે પુદ્ગલોના સુખોથી નિરપેક્ષ, આત્મિક ગુણોના વિકાસની, અને તેના સુખના આનંદવાળી દષ્ટિ છે. તે દષ્ટિ આ આત્માને કાળક્રમે મોક્ષની સાથે મુંજન (જોડાણ) કરનાર હોવાથી “યોગદષ્ટિ'' કહેવાય છે. આ દષ્ટિ 16-01-19 જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ અને ક્ષયથી તથા મોહનીયકર્મના થયોપશમઉપશમ-અને ક્ષયથી આવે છે, એટલે સમજાવવી પડે છે. આ દષ્ટિના અનાદિકાળના સંસ્કાર ન હોવાથી તેના માટે પુરુષાર્થ કરવો પડે છે. માટે જ પૂર્વના મહાગીતાર્થ આચાર્યો આ યોગની દષ્ટિઓને સમજાવતા આવ્યા છે. દષ્ટિ = (બોધ-જ્ઞાન) ઓઘદષ્ટિ યોગદષ્ટિ ભવાભિનંદીપણું મોક્ષાભિલાષા પરભાવદશા સ્વભાવદશા પુદ્ગલના સુખની ઘેલછા ગુણોના સુખની ઘેલછા પુદ્ગલના સુખનાં સાધનોની ઈચ્છા ગુણપ્રાપ્તિનાં સાધનોની ઈચ્છા સુખનો રાગ અને દુઃખનો દ્વેષ સર્વત્ર રાગ-દ્વેષનો અભાવ તેથી જ કલેશ-કપાય-આવેશ તેથી જ વીતરાગતા અને સર્વજ્ઞતા અનંત જન્મ-મરણની પરંપરા શૈલેશી અવસ્થા-મોક્ષ ઉપરના ચિત્રમાં જોઈ શકાય છે કે ઓઘદષ્ટિવાળો જીવનો અંત અનંત જન્મમરણની પરંપરામાં અટવાયા કરે છે. આ ઓઘદષ્ટિ શું છે એ પણ સમજી લઈએ. ઓઘદષ્ટિ એટલે વર્તમાનકાલીન શરીર ટકાવવા વર્તમાન દશામાં જ જીવવાનું. આ જીવ વર્તમાન પરિસ્થિતિને વશ થઈ, મોહમાં પડી પોતાના ચક્રવ્યુહમાં પોતે જ અટવાઈ જાય છે. ઓઘદષ્ટિવાળો જીવ (મોહને પરવશ થયો છતો) સંસાર તરફ આગળ વધે છે અને અંતે અનંત જન્મ-મરણની ગર્તામાં ધકેલાઈ જાય છે. જ્યારે યોગદષ્ટિ યુક્ત જીવ ગુણવિકાસ કરે છે અને કદાપિ દુ:ખ ન જ આવે એવા શાશ્વત સુખને પામે છે. તેવી દષ્ટિને “યોગદષ્ટિ” કહેવાય છે. જેમ જેમ સાચી દષ્ટિનો (સાચો બોધનો) વિકાસ થતો જાય છે તેમ તેમ આ જીવમાંથી તે તે દષ્ટિના (જ્ઞાનના) પ્રભાવે સહેજે-સહેજે ધર્મકાર્ય કરવામાં ખેદ (અરુચિ) ઉદ્વેગ (કંટાળો) અને ક્ષેપ (ચિત્તનું બીજે મૂકવું) ઈત્યાદિ દોષો નષ્ટ થતા જાય છે. ખેદ-ઉદ્ગ-ક્ષેપ વગેરે જે ચિત્તના આઠ દોષો છે તે દોષો દષ્ટિઓના પ્રભાવે દૂર થતા જ જાય છે. અને જેમ વસ્ત્રનો મેલ દૂર થતાં તેમાં ઉજ્વળતા સ્વતઃ જ ચમકે છે, ઉજજવલતા લાવવી પડતી નથી તથા વાસણનો કાટ દૂર થતાં, તેમાં ચમક આપોઆપ સ્વતઃ જ આવે છે, સુવર્ણમાં મિશ્ર કરેલો FINAL 194|| યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 195