________________ - ભેરવાચાર્ય-“રાજા! તું કમળના ફુલને પ્રકાશ કરનાર ચંદ્રમાં છે, તું દુર્નિવાર શત્રુઓમાં અકારણ વ્યાખ્યાનદાતા છે. જે એક ચિત્તથી મારે ઉપદેશ ગ્રહણ કરશે તે જરૂર તને આકાશમાં ગમન કરાવીશ” - એ તે સત્યજ છે કે જે ગ્રહિત મિથ્યાત્વમાં લપેટાય છે તે જ્ઞાની માણસેના ઉપદેશને ગ્રહણ કરતા નથી. જે પ્રમાણે આંધળો માણસ સુમાર્ગ કુમાર્ગને જોઈ શકતો નથી અને જે પ્રમાણે અંકુશની પ્રેરણાથી હાથીની સૂંઢ સઘળી - બાજુએ ગમન કરે છે તે પ્રમાણે ભેરવાચાર્યની પ્રેરણાથી ભારિદત્તનું ચિત્ત જીવની હિંસા કરવામાં તૈયાર થતું સઘળી બાજુએ ભ્રમણ કરવા લાગ્યું. જો કે મારિદત્ત વિચારશીલ ભવ્ય યુરૂષ છે, પરંતુ અશુભ કર્મના ઉદયને લીધે કુસંગતિના યોગથી કુમાશ તરફ ગમન કરવા લાગ્યો. चंडमारी देवी प्रत्ये हवननो उपदेश. . આ મારિદત્ત રાજ્યના પ્રચંડ શત્રુઓને વિધ્વંસ કરનારી ચંડમારી નામે કુળદેવી સાંજની વખતે માંસનું અવલોકન કરતી રાજપુર નગરની દક્ષિણ દિશામાં આવેલા મંદિરમાં નિવાસ કરતી ; હતી. એ ચંડમારી દેવીને લાંબુ માથું, ભયભીત મુખ, વિક્રાળ દાઢ, સર્પિણીના બંધનયુક્ત લાંબા પહેલા સ્તન, અગ્નિની જ્વાળા સમાન આંખે, લાંબી જીભ, ચર્નીથી ભરેલું કપાળ, ભયંકર ચામડી મેરની ચેટલી સમાન કઠોર અને ઉન્નત કેશ, મુડદાંઓના - આંતરડાઓ વડે વિભૂષિત હાથ વગેરે હતાં. આવા ભયકર રૂપને ધારણ કરવાવાળી ચંડમારી દેવી જીવોને ત્રાસ આપનારી અને જીનેંદ્ર માર્ગનો તિરસ્કાર કરવાવાળી હતી. વળી એ દેવી હિંસક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust