________________ . 70. 72. આગળ નમવા સિવાય તેની તરવારને અટકાવવાનો રાજાઓને બીજો માર્ગ છેજ નહિ. તે કારણરૂપ અવતરેલા જનાર્દને પેટ ઉપર (પડેલી) હારની સરો વડે જાણે નાભિમાંથી કમળની ઉત્પત્તિ વારવા સારૂ ચંદ્રમાની કાંતિ કેમ. ફેલાવી દીધી હોય ? તે ગુણી પ્રિયનું હસ્તકમળ હર્ષથી હેમ વર્ષનું થયું ત્યારે તેની આગળ. કવિઓને રાજી કરવામાં ભેજ રાજા (કઈ ગણતીમાં) નહિ અને હાથીનાં દાન દેવામાં ડાહ્યા મુંજ (પણ કાંઈ ગણતીમાં ) નહિ. 71. શત્રુની લક્ષ્મીને આલિંગન લેવાની ક્રિીડામાં ઘણું ઉત્કંઠિત એવા તેના બે ભુજ છે (તેમાંના) બાજુબંધમાંનાં રત્નની કણીઓના કાંટાની તીવ્રતા તરવારમાં ભટકાઈને ટળી ગઈ તે એક છત્રવાળાએ ઉંચા રાજ્યના લેભથી બીજાં છો થતાં અટકાવવા સારૂ ઉંચા વંશ (કુળ અને વાંસ)વાળા ભૂભૂત (રાજા અને પર્વત)ના દંડ બધાના સિકડ કટકા કરી ભાંગી નાંખ્યા. 73. જેણે સંગ્રામમાં ગડનો વિજય હાથી ગ્રહણ કર્યો છે અને કામના રાજાના મોટા પ્રતાપ અને રાજ્ય લક્ષ્મીને નિર્મળ કરી નાંખી છે એવા એ (કુમાર)નો પૂર્વ પર્વત (ઉદયાચળ)માં સૂર્યના રથના પૈડાંના ઘેષ વડે જેની પરેઢિયાની નીંદર હરાઈ ગઈ છે એવી સિદ્ધદેવની સ્ત્રીયો બરફના જેવો ઉજવળ યશ ગાતી હતી. 74. - તેનો સંગ્રામ જોવામાં ઈંદ્ર ઉત્સુક થયા હતા પરંતુ ઉચ્ચશ્રવા (ડો) બહુ આકારે કરેલે ધનુષને ટંકારવ ખમી શકે નહિ. ત્યારે દેવતાઈ હાથી ઉપર રહડ્યા તેણે પણ રણના રસથી ક્રોધાયમાન થયેલા ગંધહસ્તિઓએ ઘેરી લેવાથી તે ભાગવામાં તત્પર થયા તેથી તેણે (હાથીએ) પણ તેને (રાજાને દૂર કહાળ્યો. : 75. 1. જનાર્દનના નાભિકમળમાંથી કમળ થયું હતું તે ન થવા દેવા જાણે ચંદ્રમાની કાતિ ફેલાવી દીધી. ચંદ્રમાની કાતિ કમળ થવા ન દે એ પ્રસિદ્ધ છે. 2. દેવતાની એક જાત, જુઓ સર્ગ 2 ના લેકની 12 ની નેટ, * * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust