________________ 15 સર્ગ 2 જે. પૃથ્વીના ઇંદ્ર (એવા) એ રાજાએ ક્રમે કરીને અતિ ઉત્તમ એવું કલ્યાણપુર” કર્યું જેમાંની ઉંચી ઘરોની પંક્તિના દીવાની સમૃદ્ધિએ આ કાશ કાજળ સરખું જણાય છે. જ્યાં સ્ત્રીઓનાં ઉંચાં અને ચંદન લેપવાળાં ધોળાં સ્તનોએ મુખના વાયુને પાછા ધકેલ્યા તે અપમાનને સહન કરનારા થાય છે. ત્યારે ત્યાં મલયના વાયુ તે માનમાં (જ) રહે છે. 2. હીકણ કિરણના સમૂહવાળે ચંદ્ર સ્ત્રીના ગંડસ્થળની કાંતિની સંપત્તિવડે ખરેલી સાફ કરવાની ભસ્મની રજથી અરિસાની તુલ્ય થાય છે. 3. - જ્યાં રાતરે વિલાસથી ઠેલતાં દંતપત્ર નામના ઘરેણમાં ચંદ્રમાનું મંડળ આખું જણાતું નથી તેથી પડછાયાને બહાને સ્ત્રીઓના કપોળમાં પડી તેની કાંતિનું જળ લૂંટી લે છે. ચંદ્ર જ્યાં પ્રતિબિંબને રસ્તે ગયે તોપણ જાગતા કામદેવવાળાં સારી ભમરવાળી સ્ત્રીઓનાં મુખ જાણે ચેકીદારવાળાં છે તેથી તેને છેતરી ન શ . જળાશ જ્યાં પોતે નવા ઇંદ્રનીલ મણિના દ્રવ જેવા નિર્મળ પાણીવાળા હોઈને શર ઋતુએ જેમાનો મેઘરૂપી ગારો ધોઈ નાંખ્યો છે એવા યમુનાના હૈદ જેવા કાળ: આકાશને હસે છે. જ્યાંની, ઉંચા ભટ જેમાં રહ્યા છે એવી ફાટિકની કોટની રાંગની હાર, તે ઉંચા કાંગરાની માળાવડે આકાશરૂપી ક્રિીડાના અરીસામાં વિલાસથી ધૂળેલી દાંતની મંડળીને જાણે જેતી હોય. જ્યાં રાત્રીએ પુરની સ્ત્રીનાં હજારે મુખની કાંતિવડે ચંદ્રમા ઢંકાઈ ગયો છે તે રૂપાના કપુરના કરંડીયા જેવો ધોળે ચંદ્ર ક્યાં છે એમ રોહિણી ભ્રમ પામે છે. જેની લીલા કરવાની સ્ફટિકની પૃથ્વીની ચોખી દુધના દરિયા સરખી કાંતિની આગળ દાવાગ્નિમાં બળેલી વનસ્થળી સરખું કાજળ જેવું કાળું આકાશ દેખાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Xaradhak Trust " ,