________________ 10 ફેણમાં લીધા છે. અને તે આપની ઉપર ચઢાઈ લાવશે. એ ખબર સાંભળી તેને ઘણે ખેદ થયે અને તે વાત ખરી ખોટી જાણવા દૂત મોકલ્યો. તેણે તે વાતની ખાત્રી કરી. તે પિતાના નાના ભાઈ સાથે લડવા ઈચ્છતા નહોતે તેથી સંધિનું કહેણ મોકલ્યું પણ તેને તેણે ગણકાર્યું નહીં, અને " તે કૃષ્ણ નદી સુધી ચાલ્યો આવ્યો અને આસપાસ જુલમ કરવા લાગ્યો. વિક્રમાદિત્યે કાંઈક દિવસ સુધી એ ઉપદ્રવ સહન કર્યો પરંતુ આખર તેની સામે તેને ચઢવું પડયું અને બંનેને લડાઈ થઈ તેમાં જયસિંહ ભાગ્યો અને તેના હાથી, ઘેડા, ખજાનો વગેરે લૂટી લઈ વિક્રમાદિત્ય પાછા આવ્યા.. કેટલાક દિવસ પછી જયસિંહ જંગલમાંથી પકડાયા અને તેને વિક્રમાદિ. ત્યની પાસે લાવ્યા અને તેને અપરાધ ક્ષમા કર્યો. વિક્રમાદિત્યે કમળા વિલાસી નામનું વિષ્ણુનું મંદિર કરાવ્યું અને તેની સામું તળાવ કરાવ્યું. તેની સામે એક શહેર બનાવ્યું. જેનું નામ વિક્રમનગર પાડયું. ઘણું વર્ષો સુધી સુખશાંતિથી રાજ્ય કરી પાછી ચોલ દેશ ઉપર ચડાઈ કરી ત્યાં રાજા નાશી ગયો અને વિક્રમે કાંચીપુરી લઈ લીધી, અને કેટલીક મુદત ત્યાં રહી પાછો પિતાની રાજધાનીમાં આવ્યું. | વિક્રમાદિત્યને સેનાપતિ કાલિદાસ હતો તેણે લાળ, મગધ, નેપાળ, પાંચાળ, ચળ આદિ રાજાઓને મારીને એના ખજાના, મહેટા મહટા હાથી, ઘોડા, સ્ત્રીઓ આદિ પડાવી લઈ વિક્રમાદિત્યને સ્વાધીન કર્યા હતા. વિક્રમાદિત્યના પાછલા સમયમાં દ્વાર સમુદ્રને રાજા વિષ્ણુ વન જે સ્વતંત્ર થઈ ગયો હતો તેણે પાંડય, મેવા અને કાંકણના આદિ રાજાઓની સહાયતા મેળવી તે વિક્રમાદિત્ય ઉપર ચડી આવ્યો. તેણે તેની સામે સંદ્રવંશી સામંત આચ (આચગી બીજા)ને મોકલ્ય, * 1 દ્વારસમુદ્ર–જાદવવંશી રાજાઓની રાજધાની, આ શેહેર નિજામના રાજ્યમાં હસન જીલ્લામાં છે. અને તે આજ હસેબીડ નામથી પ્રસિદ્ધ છે. (એ. ગ્રં. મા