________________ 418 હું પગલે પગલે ચાલે તો આગળ જતાં મેં એક મહાદરિદ્રી કડીઆરો દીઠ-૭૪ - થાસરીતિથી મેં તેની પરીક્ષા કરી છે તે પ્રત્યક્ષ બગીથલક્ષણે છતાં દરિદ્રી હત--૭૫ | સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળે, ને બત્રીસ લક્ષણને વિવેક જુઓ-૭૬ સ્ત્રીને વામાંગે ને પુરુષને દક્ષિણગે લક્ષણ જોવા એમ સામુદ્રિકને નિયમ છે-૭૭ પંચતીર્ધ, ચતુર હવ, પંચસૂક્ષ્મ, વડુત, ત્રિવિસ્તીર્ણ ત્રિગંભીર, ને સમરક્ત, એ ઉત્તમ ગણાય છે --781 બાહુ, નેત્રાંતર, જાનુ, નાસા, અને સ્તનને અંતરાલ, એ પાંચ દીધું હોય તે સારાં -79 સ્વર, સત્ત્વ, નાભિ, એ ત્રણ ગંભીર હોય તે સારાં, અને ઉર, શિર્ષ, લલાટ એ ત્રણ વિરતીણું સારા- 80 ગ્રીવા, જનનેંદ્રિય, પીઠ ને ઉદર, એ ચારે જેનાં રહસ્વ હેાય તે નિત્ય પૂજ્ય થાય -81 અંગુલીપર્વ, દંત, કેશ, નખ, ને ત્વચા, એ પાંચ જેનાં સૂક્ષ્મ હોય તે પુરુષો દીર્ધજીવી થાય છે-૮૨ કક્ષા, કુક્ષિ, વક્ષસ, ઘાણ, રકંધ, લલાટ, એ છ ઉન્નત હેય તે સારાં -83 - હાથેળી, પગનાં તળીયા, નેત્રાંત, નખ, તાલુ, જિહા, અધર, એ સાત રક્ત હોય તે ઉત્તમ-૮૪ આખા શરીરમાં મુખ્ય મુખ્ય છે, ને તેમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે, ને તેથી પણ આંખ ઉત્તમ છે–૮૫ 1. સપ્તર છે ત્યાં ષડૂક્ત હોય તે બત્રીશ થાય, ને તેમાંજ એક ઓછું કરવું યોગ્ય લાગે છે કેમ કે તાલુ તો સર્વત્ર રક્ત હોયજ છે એટલે તે ગણાય નહિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust