________________ 344 પરંપરદેશમાં કુશલ અને પિતાનું જ કાર્ય સાધવા તૈયાર, તેમ પરકાર્યમાં આલયવાળા, એવા તો લાખ લેક રઝળે છે-૧ પણ પોતાના દેહને તૃણવત્ ગણી તમે તો પરકાર્ય સાધ્યું છે, એટલે તમારા જે સાહસી ત્રણ લેકમાં પણ નથી-- પેલા પથિકને રસસિદ્ધિ મળી, દ્વાર ઉઘડયું, અને તે રસ લઈને પિતાને ઘેર ગયે-૩ - આ પ્રકારે તેને ઉપકાર કરી ને તીર્થયાત્રા કરતો વિક્રમરાજા પોતાના પુરમાં ગયે--૪ સૈભાગ્યમંજરીએ ભેજરાજાને કહ્યું, જે તમારું ભાગ્ય આવું હોય તો સિંહાસને બેસ--૫ આ ગરવયુકત્ત, ચાર, ગુણેકર, પોતાના સભાલેકસમેત સાંભળી મહામંડલેશ્વર શ્રીભેજ પિતાના કાર્યમાં પ્રવૃત થયે-૬ શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રાવિક્રમાદિત્યભૂપતિના સિંહાસનપ્રબંધની બાવીશમી કથા થઈ.-૭ ઈતિ સિંહાસન દ્વત્રિશિકાની બાવીશમી કથા. વળી માલવેશ શ્રીભોજરાજેદ્ર સામંતાદિથી સુશોભિતા એવી પોતાની સભામાં આ --1 ફાલથી ચૂકેલે સિંહ, તાલથી ભ્રષ્ટ નટ, ધનહીન ધની, મૂલહીન તરુ, તેજહીન રત્ન, વેગહીન તુરંગમ, સત્યહીન સતી, ઘંટાહીન ગજ, બુદ્ધિહીન વિદ્વાન, દયાડીને સાધુ, ચેતનહીન જીવ, કલાહીન ચંદ્ર, જલહીન સરેવર, અક્ષરહીન પુસ્તક, ક્રિયાહીન દ્વિજ, જારગર્ભવાળી નારી, જીવહીન શરીર, ક્ષમાહીન જૈનમુનિ, બિંબહીન મંદિર, છાયાહીન વૃક્ષ, ભાર્યાહીન ગૃહસ્થ, ગંધહીન પુષ્પ, વાદહીન ફલ, એ બધાં જેમ શોભતાં નથી તેમ શેભાહીન થયેલા શ્રીભેજે મનમાં વિચાર કર્યો કે મેં આ કાર્ય, રાવણની પેઠે, વિચાર વગર આદર્યું છે–૨-૩-૪-૫-૬-૭-૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust