________________ 22 જ હે જીવિતેશ્વર! હું જાણું છું કે ગુંદર, શીધેડાં, તે ઘઉંના લેટમાં ઘી ગોળ સાથે મેળવી, વર્તલક યુકત કરી, તમારા હાથની આંગળીએ ભાંગી ભાંગી મારા મહેમાં મૂકે, હે પ્રાણવલ્લભ પ્રાણેશ! એમ મને ખવરાવો-ર૩૭–૨૩૮. - એવું મને દેહદ થયું છે તે હે પ્રિયા તમે પૂર્ણ કરે. એમ સાંભળતાં - પ્રિય બોલ્યો કે તેં જે ઔષધાણક કહ્યું તેમાંનાં છ નથી, માટે જે બે છે તેથીજ દેહદ પૂર્ણ કર–૨૩-૨૪૦. ત્યારે સાવિત્રીએ કહ્યું હે સુભગ! ભવનેશ્વરી દેવતાને શુભધ્યાન- - પરાયણ થઈ ત્રણ દિવસ સુધી આરાધ-૨૪૧. તે સર્વજગદાધાર છે, તે તુષ્ટ થતાં કલ્પદ્રુમેપમ છે, ને રષ્ટ થતાં ક્રૂર યમકાર છે, અને એમ યથાર્થ સેવાતાં સર્વ કામ પૂરનારી છે–૨૪૨. આવું ભાર્યાનું વચન સાંભળીને પવિત્ર બ્રાહ્મણ ધરણીધરે રાગદ્વેષ તજી નિરાહાર રહી દેવીની આરાધના કરી–૨૪૩. ત્રણ દિવસે તે વિપ્રને દેવતા પ્રસન્ન થઈ, ને જેનાથી માણસ અજરને અમર થઈ શકે એવું એક ફલ આપ્યું–૨૪૪. તે ફલ લઈને બ્રાહ્મણ મધ્યાન્હ પૂજા કરીને પોતાને ઘેર ગયો ને 'સાવિત્રીને ફલ આપ્યું-૨૪૫. , - હે પ્રિયા! આ ફલ ખા, તેથી જરા ને મરણ દૂર થશે, એવું સાંભળતાં તેણે કહ્યું આપણે એ શા કામનું છે? એ ફલ લઈને રાજાને આપ-૨૪૬. જે સજગદાનંદ છે, જેને બુદ્ધિમાન સ્તવે છે, જેનાથી જગત સનાથ છે, જેને સર્વે સ્વસ્તિ એમ કહે છે, જેનાથી યુગમાં નિર્ભયતા વિસ્તરે છે, જેનું ભાગ્ય અતિ ઉત્તમ છે, જે ગુણનો સાગર છે, તેને આવું મહાફળ આપવું ઉચિત છે–૨૪૭–૨૪૮. - પ્રિયાનું આવું વચન સાંભળીને ધરણીધર બ્રાહ્મણ ફલ લઈને વેગે રાજસભામાં ગ–૨૪૯. P.P.Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust