________________ 269 ક્ષણવારમાં તે પુરના દેવાલયમાં જઈ પરાક્રમી એવા મહાવીર રાજાએ પેલી તેલની કઢાઈ અને દેવાંગના દીઠાં-૮૧ તે જ વખતે માણસના હાહાકાર વચ્ચે રાજાએ તેલમાં ઝંપલાવ્યું એટલે સડસડાટ બળી ને માંસનો લોચો થઈ ગયે-૮૨ સુમિત્રે વિચાર કર્યો કે મેં આ શું કર્યું ? મારે માથે મહાસંતાપ કરનારૂં એવું રાજહત્યાનું પાપ આવ્યું ! -83 પણ પેલી સુરાંગના વિમાને બેશીને દેવદેવાંગનાદિ સર્વને લેઈ હર્ષ પામતી ત્યાં આવીને-૮૪ - તેણે માંસપિંડરૂપ થયેલા રાજા ઉપર અમૃત છાંટયું એટલે રાજા જે હતું તે થઈ રહ્યા-૮૫ '. સાહસરૂપ ગુણમાં એકજ મહાપરાક્રમી એવા શ્રીવિક્રમ ઉપર દેવતાઓએ દુંદુભિનાદપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી–૮૬ નગરવાસી લેકે પણ જ્યકાર કરવા લાગ્યા અને દેશવિદેશથી . આવેલા લેક પણ બહુ આશ્ચર્ય પામી તેમાં ભૂખ્યા-૮૭ પંચશબ્દાદિ વાઘથી આકાશ બહેરૂ થઈ જવા લાગ્યું, સ્તુતિપાઠ, ગીત, આદિથી તેના ગુણોત્કરનાં વખાણ થવા લાગ્યાં–૮૮ ... અહે શી ઉત્તમ કાન્તિ! શું ઉત્તમ સાહસમાં અગ્રણીપણું અહે ઔદાર્ય! અહે અદ્ભુત માહાસ્ય !-89 એવાં પ્રશંસાવચનથી વખણાતો અને લેકનાં નયનથી નિરખાતો તથા માથાંથી નમન કરાતો વિક્રમ બહુ શોભવા લાગ્યો-૯૦ પછી પેલી દેવાંગનાએ રાજાને નમન કરીને કહ્યું હે રાજા ! તમેજ જગદાધાર છે, તેમજ વિક્રમ એમ મેં પરીક્ષાથી જાણ્યું છે-- શાસ્રતત્વને જાણનાર જ્ઞાનીઓ કહે છે કે દેવતા વિષયભેગમ અભિરક્ત છે, નારકને દુ:ખને જ અનુભવ છે, તિર્યક્ વિવેકહીન છે, પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust