________________ 190 - મિતભાષી, મિતાહારી, બાવીશ અભક્ષ્યને વર્જનારે, દાનાદિધર્મનિરત, દેવગુરુ આદિનો પૂજક, સંપૂર્ણ વિભવવાળે, શ્રીમાન, સ્વકલત્રસુત આદિયુક્ત, નીરાગ, નિરહંકાર, નય જાણનાર, નિપુણ નીતિજ્ઞ, એ , તે હત–૩૬-૩૭ અક્ષુદ્ર, રૂપવાન, પ્રકૃતિથી જ સૈમ્ય આકૃતિવાળો, અર, લોકપ્રિય, શાંત, ભીરુ, દક્ષ, લજજાવાળો, દયાવાળ, મધ્યસ્થ, સૈમ્યાષ્ટિવાળો, ગુણાનુરાગી, ગુણની કથા કરવાવાળે, સુપક્ષ, દીર્ધદર્શિ, વૃધની સેવા કરનાર, વિશેષયુક્ત, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, એમ એકવીશ ગુણયુક્ત લક્ષણવાળો ધાર્મિક હેઈ સામ્યત્વાદિ દ્વાદશત્રત પણ તે પાલતો હત–૩૮-૩૯૪૦-૪૧ શેયસંપન્ન વિભવ, શિષ્ટાચાર પ્રશંસક, અન્ય ગોત્રનાં એવાં કુલશીલથી સમાનની સાથે વિવાહ કરનાર, પાપથી ડરતો, પ્રસિદ્ધ દેશાચાર પાલનારે, કહીં પણ ને વિશેષે રાજાદિ આગળ અગ્ય બેલનાર નહિ, અતિગુણ ગૃહમાં સુનારે અને અનેક બારણાં ન હોય તેવા ગૃહમાં વસનારે, સદાચારવાળાને સંગ રાખનાર, માતાપિતાની પૂજા કરનાર, ઉપહુતસ્થાનને તજનારે, પરનિંદામાં અપ્રવૃત્ત, આય પ્રમાણે વ્યય રાખનારો, વિજ્ઞાનુસાર વેષ રાખનાર, અણથકી દ્વિગુણ યુક્ત, નિત્ય ધર્મ શ્રવણ . કરનાર, અતિથિ સાથે યથાર્થ સાધુત્વ બતાવનાર, દીનને સહાય, કેવલ અહંકાર વિનાને, ગુણ ઉપર અનુરાગવાળો, દેશકાલ વિચારનાર, બલાબલ સમજનાર, વ્રતસ્થ, જ્ઞાનવૃધ્ધોને પૂજક, પિષક, દીર્ધદર્શી, વિશેષજ્ઞ, કૃતજ્ઞ, લેકપ્રિય, લાજવાળે, સૌમ્ય, પરોપકારી, અંતરંગષહિંપુને પરાજય કનાર, ઇદ્રિયમાત્રને વશ રાખનાર, એવો જે ગૃહસ્થ હોય તે ધર્મલાભ પામે છે–૪૨-૪૩-૪૪-૪૫-૪૬-૪૭-૪૮૪૯-૫૦-૫૧ એમ પાંત્રીશ ગુણયુક્ત એ સાર્થ નામવાળો ધન્ય, પાપકાયને ત્યાગ કરી પુણ્યકાર્ય કરતા હત–પર બ્રાહ્મમુહૂર્તે ઉઠી પરમેશ્વરની સ્તુતિ કરવી, અને મારે છેધર્મ છે, મારૂં કેવું કુલ છે, મારું શું વ્રત છે, ઈત્યાદિનું પણ સ્મરણ કરવું–પ૩ * P.P. Ac. Gunratnasur M.S: Jun Gun Aaradhak Trust