________________ 188 , અમે જેનાં નિરંતર અધિષ્ઠાતા છીએ તેવા આ રમ્ય સિંહાસને, જે વિક્રમાદિત્ય જે સાહસી, ઓદાર્યગુણસંપન્ન, સૌભાગ્યસાગર, અને હે ભેજ ! પિતાના પ્રાણથી પણ પરનું રક્ષણ કરનાર હોય તેજ બેશી શંક -10-11 વળી તે પણ અત્ર બેસવા યોગ્ય ગણાય કે જે ભવનાધીશ કે સુરાધીશ હાય-૧૨ આવું સાંભળીને માલવાધીશે લીલાવતીને કહ્યું કે હે સુભગ ! તારા વિક્રમાદિત્યે શું સાહસ કરેલું તે બતાવ-૧૩ અતિ ધન્ય એવી લીલાવતીએ લીલાથકી લલિત વચન કહ્યું કે હે ભેજરાજા ! સ્થિર આસને બેસે ને મારી વાત સાંભળે–૧૪ તેનું સૈભાગ્ય, તેનું ઔદાર્ય, ઉત્તમ દાન, તેને પરોપકાર, તેની ક્ષાન્તિ, એ બધું મારે મેઢે સાંભળો–૧૫ - રાજાએ સાંભળ્યું કે દેવીની પાસે સ્ત્રીપુરુષનું જોડું જીવરહિત પડેલું છે, એટલે પિતે ત્યાં જઈ પિતાનું મસ્તક અર્પવા માંડચું, તેવામાં દેવીએ હાથ ઝાલી નિવારણ કરી વર માગવા કહ્યું તે પોતે પેલા જોડાને જીવતું કરાવી તેની વાંછના પૂરાવી–૧૬ પરાક્રમીમાં શિરોમણિ એ શ્રી વિક્રમ અવંતીમાં રાજ્ય કરતો હતો, તે કલ્પદ્રુમ કે ચિતામણિ જે હત–૧૭ જયાં શ્રી જિનચૈત્યના ધ્વજની છાયા, પંકજવ્યાજે કરીને, શ્રી પંકજવાસિની લક્ષ્મીને વિસ્તારે છે–૧૮ જયાં રેંટના ખટકારા મનને, પુરલક્ષ્મીના ભુજનાં કંકણના રણકાર પેઠે, આનંદ આપે છે–૧૯ - જયાં લેકને દાનનું જ વ્યસન છે, ગુણનેજ લેભ છે, ભય અકૃત્ય કરવાનો છે, ને અસંતોષ ગુણગ્રહણ કરવાને છે–૨૦ - જ્યાં પાપકર્મથી નિત્ય નિષેધ છે, ને દાનાદિ શુભકર્મથી કદાપિ પણ નિષેધ નથી–૨૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust