________________ 163 ઘરધણીની રજા લીધા વિના તે ચેર, નઠારા સેવક, નઠારી સ્ત્રી, નઠારા મૃત્ય, નઠારા શિષ્ય, એવાં જે દ્રોહ કરનાર તે રાત્રીએ છાને માને જિાય--૬૮ - તારી સાત પેઠીએ મારૂં પાલન લાલન કર્યું. અને ધર્મતત્પર એવા તેમણે સુપાત્ર, દીન, અને તીર્થ તેમને વિષે મારે વ્યય પણ કર્યો–૬૯. ' - તે પણ સાતક્ષેત્રમાં મને વાવી છે, અને કદાપિ પણ નઠારા કાર્યમાં, હે હીનસ્થાનમાં મને નાખી નથી--૭૦. પ્રાસાદના શિખર ઉપર ઉચચ આસને, નગમસ્તકે, મને તેમણે સ્થાપી હતી, ને સુવર્ણકુંભ, વિજા આદિથી શણગારી હતી--૭૧ - જે કૃપણ લેક મને કેડ સમા ખાડામાં ઘાલીને મારે મેઢે ધૂળ નાખે છે, ને એમ મને સંધી નાખે છે, ને જાતે પણ ઉપભોગ કરતા નથી, તેમના ઘરમાંથી ધન માત્ર લેઇને, રજા લીધા વિના જ ગગનમાર્ગે હું જતી રહું છું-૭૨-૭૩ અદાતા પુરુષજ ખરો ત્યાગી છે કેમકે અર્થને (=ધનને) તજીને મરે છે, દાતા છે તે જ કૃપણ છે કેમ કે મરતાં પણ અર્થે (=પુરુષાર્થ–મોક્ષ) તજતો નથી–૭૪. દાન ન આપનાર દરિદ્રી થાય છે, ને દરિદ્રી થવાથી પાપ કરવામાં વળ છે, પાપ કરીને નરકમાં જાય છે, તે પાછો દરિદ્ર અવતરે છે ને પાપ કરે છે–૭૫. માટે હું તારા ઘરમાંથી હવે જવાની છું–પૂર્વપુણ્યદય થતાં લક્ષ્મી આવે છે, ને પુણ્યક્ષય થતાં પાછી જાય છે-૭૬. કીર્તિ દાનાનુસારિણી છે, બુદ્ધિ કર્મનુસારિણી છે, વિદ્યા ભાગ્યાનુસારિણી છે. ને લક્ષ્મી પુણ્યાનુસારિણી છે–૭૭. શ્રીધરે વિચાર કર્યો કે મારા ઘરમાંથી લક્ષ્મી જતી રહેશે તે હું ધનવિનાને થઈ જવાથી, સર્વથા ભ્રષ્ટ થઈ જઈશ–૭૮. મહત્ત્વ, પાંડિત્ય, સૌભાગ્ય, સુવિવેક એ બધું ત્યાં સુધી જ ગણાય ? છે કે જયાં સુધી સમુદ્રતયા ઘરમાં સ્થિર રહી ખેલે છે-૭૯. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust