________________ દારિ-ધ, ક્રૂરદયિતા, દુર્ભાગ્ય, દુહિતા બાહુલ્ય, એમ દુઃખવૃક્ષ તેના ' - ઘરમાં જલદાન વિના પણ ફાલી રહ્યું હતું–૬૩ ને તે ગામમાં અહોનિશ ભીખ માગવા ભટકતો, તે પણ ધરાઈને અડકાર આવે એટલું ભેજન પામતો નહિ-૬૪ તેને એકાહારી, મિતાહારી, વિકૃતી, ત્યાગ તત્પર, અકામી, નિર્જરાયુક્ત, ને શાક તથા તક વિના રહેવું પડતું-૬૫ એ એ બ્રાહ્મણ દુઃખદાવાનલમાં પડેલું હતું. તેણે એક વખત - ભમતાં ભમતાં વિદ્વાનો પાસેથી એક ઉત્તમ ગ્લૅક સાંભાળ્યો-૬૬ ' પ્રથમ કૃષિવાણિજય, દ્વિતીયે પિંડપષણ, તૃતીયે રાજસેવા, ને ચતુર્થે ધર્મ, એમ ક્રમે આચરવું–૬૭ ' એવું વચન સાંભળીને પ્રામાધિપ પાસે ગયો, ને તેની પાસે વિનય થકી ભૂદાન માગ્યું–૬૮ ત્રણવાનાં અતિ શીતલ છે; ચંદ્ર, ચંદન ને જલ, તેમ એક થુિં પણ અતિ શીતલ છે, ને તે નિર્ધન એવા દીનનું ભાષણ-૬૯ * હલકામાં હલકું તંખલું છે, પણ તેથી હલકું રૂ છે, પરંતુ યાચક તે તેથી પણ હલકો છે, છતાં તેને વાયુ કેમ તાણી નથી જતઃ માત્ર એવા ભયથી કે મારી પાસે પણ તે યાચના કરશે–9. . એમ કરતાં વિપ્રના ભાગ્યથી, પ્રામાધિપે તુષ્ટ થઈ તેને, સિદ્ધવડની પાસે એક વગર ખેડેલું ઉત્તમ ક્ષેત્ર આપ્યું-૭૧ ખળાનો માલીક સૂપડું ભરીને આપે, પ્રામાધિપ ઉત્તમ ક્ષેત્ર આપે, દેશાધીશ ઉત્તમ ગામ આપે, ને ભૂમિપતિ દેશ આપે–૭૨ તે ક્ષેત્ર આઘાટ સહિત લઈને પછી ગામના કણબીઓને ક્ષેત્રપત્ર - દેખાડવા લાગે-૭૩ તમે યોગ્ય વિચાર કરી શકે તેવા છે, હું દરિદ્રી છું, હવે મેં ક્ષેત્ર પ્રાપ્ત કર્યું છે, બીજુ તે મારા ઘરમાં કાંઈ છે નહિ–૭૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust