________________ તૃતીય પ્રસ્તાવ. ફરીથી કહ્યું કે–“હે માતા ! ત્યારે તમે રાજાની પુત્રી રત્નમંજરીને ઓળખો છો?” તે બોલી –“તે તે મારી પુત્રીની સખીજ છે.” મિત્રાનંદે કહ્યું- હે અક્કા ! ત્યારે તમારે તેની પાસે આ પ્રમાણે કહેવું કે– હે ભદ્રે ! લેકમાં ગવાતા જે અમરદત્તના ગુણે સાંભળીને તેં પ્રીતિવાળી થઈ તેના પર લેખ મોકલ્યો હતો, તે અમરદત્તને મિત્ર અહીં આવ્યા છે.” આ પ્રમાણે કહેવાનું સ્વીકારી અકા રાજપુત્રીની પાસે ગઈ. રાજપુત્રીએ કહ્યું કે–“હે અક્કા ! આવો. કાંઈક નવી વાત કહો.” ત્યારે તે બોલી કે –“હે રાજપુત્રી ! આજે તમને તમારા વલ્લભના સમાચાર કહેવા હું આવી છું.” તે સાંભળી આશ્ચર્ય પામીને રાજપુત્રી બોલી કે –“મારે વલ્લભ કેણ?” ત્યારે તે અક્કાએ મિત્રાનંદનું કહેલું સર્વ સ્વરૂપ તેણીને નિવેદન કર્યું. તે સાંભળી રાજપુત્રીએ વિચાર્યું કે –“હજી ! સુધી મારે તે કઈ પણ વલ્લભ નથી, મેં કોઈના પર લેખ પણ ! મક નથી, અમરદત્તનું નામ પણ મેં સાંભળ્યું નથી, પરંતુ આ કઈ ધર્તનો વિલાસ સંભવે છે. તે પણ જેણે આવી ફૂટ રચના રચી છે, તેને એક વાર નજરે તે જોઉં.” એમ વિચારી તેણીએ અક્કાને કહ્યું કે–૮ જેણે મારા વલ્લભના સમાચાર કહ્યા છે, તેને તારે આજે ગોખને માગે અહીં લાવો.” તે સાંભળી મનમાં હર્ષ પામતી અક્કાએ રાજપુત્રીને કહેલો વૃત્તાંત મિત્રાનંદને કહ્યો, તેથી મિત્રાનંદ પણ હર્ષ પામ્યો. રાત્રિને સમય થયે ત્યારે અક્કા મિત્રાનંદને રાજમહેલની પાસે લઈ ગઈ, અને તેને કહ્યું કે –“હે ભદ્ર! આ સાત કિલ્લાઓથી વીંટાયેલે રાજમહેલ છે, તેમાં પેલું રાજકન્યાનું ગ્રહ છે. હવે જે તારી શક્તિ હોય તે તું ત્યાં જા. " તે સાંભળી મિત્રાનંદે તે અક્કાને રજા આપી. પિતે વાનરની જેમ ફાળ મારી સાત ગઢ ઓળંગી રાજમહેલમાં પૈઠે. તે વખતે કુટ્ટિનીએ તેને સાત પ્રકાર ઓળંગતે જોઈ વિચાર્યું કે- આ મહા વીરપુરૂષ જણાય છે, આનું પરાક્રમ અચિંત્ય લાગે છે.” એમ વિચારતી તે પોતાને ઘેર 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust