________________ 73 તૃતીય પ્રસ્તાવ. ત્રતાનું પાત્ર અને સર્વ રાજ્યની ચિંતા કરનાર જ્ઞાનગર્ભ નામે મંત્રી હતા. તે મંત્રીને ગુણાવળી નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અને અદ્વિતીય સ્વરૂપવાળે સુબુદ્ધિ નામને તેમને પુત્ર હતે. એકદા જિતશત્રુ રાજા સમગ્ર મંત્રીઓ અને સામંત વિગેરે સહિત સભામાં બેઠે હતું તે વખતે અષ્ટાંગ નિમિત્તને જાણનાર કોઈ નૈમિત્તિક પ્રતિહાર દ્વારા રાજાની રજા મેળવી સભામાં આવ્યો અને રાજાને આશીર્વાદ આપી શ્રેષ્ઠ આસન પર બેઠા. તે વખતે રાજાએ તેને પૂછયું કે–“ હે નિમિત્તા ! તને કેટલું જ્ઞાન છે ? " તે બોલ્યો-“ હે રાજન્ ! હું નિમિત્તના પ્રભાવથી લાભ અલાભ, જીવિત મરણ, ગમન આગમન અને સુખ દુઃખ વિગેરે સર્વ જાણું છું.ત્યારે રાજાએ કહ્યું કે–“આ મારા પરિવારમાં કોઈનું કાંઈ પણ આશ્ચર્યકારક થવાનું હોય તે કહે.” તે સાંભળી નિમિત્ત બેલ્યો કે-“તમારા આ જ્ઞાનગભ મંત્રીને કુટુંબ સહિત મરણુત કષ્ટ પંદર દિવસની અંદર પ્રાપ્ત થશે એમ હું જોઉં છું.” તે સાંભળી રાજા અને સમગ્ર રાજલક ખેદ પામ્યા. પછી દુઃખથી પીડાયેલા મંત્રીએ તે નિમિત્તિયાને સાથે લઈ પિતાને ઘેર જઈ એકાંતમાં તેને પૂછયું કે–“હે ભદ્ર! કઈ રીતે મારૂં કષ્ટ તું જુએ છે?” તેણે જવાબ આપે કે “તમારા મોટા પુત્રના નિમિત્તે તમને આપત્તિ થશે એમ મારા જાણવામાં આવ્યું છે.” તે સાંભળી મંત્રીએ તેને સત્કાર કરી તેને વિદાય કર્યો. પછી મંત્રીએ પુત્રને કહ્યું કે—“હે વત્સ! જે તું મારી આજ્ઞા માને તે આપણા ઉપર આવવાની જીવિતને અંત કરનારી આપત્તિ આપણે તરી જઈએ.” તે સાંભળી વિનયથી નમ્ર થઈ પુત્ર બોલ્યા કે—–“હે પિતાજી! તમે જે કાંઈ કાર્ય કહેશે તે હું કરીશ.” પછી મંત્રીએ પુરૂષ સમાય તેટલી માટી એક પેટી } મંગાવી, તેની અંદર પાણી અને ભોજન સહિત પુત્રને નાંખી તેને ! આઠ તાળાંએ વાસી તે પેટી રાજાને આપીને કહ્યું કે–“ હે રાજન ! આ મારૂં સર્વસ્વ છે, તેનું આપે યત્નથી રક્ષણ કરવું.” 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust