________________ તૃતીય પ્રસ્તાવ. પથ્યનું સાધન જોઈએ તેવા પ્રકારનું હોતું નથી, તેથી સર્વે તાપસે વિચારમાં પડ્યા કે—માતા વિના ગૃહસ્થાશ્રમીઓના બાળકનું પણ પાલન દુષ્કર છે, તે આ બાળકની માતા મરી જશે. તે પછી આ બાળકનું તપસ્વીઓથી શી રીતે પાલન કરાશે ?" આ પ્રમાણે તેઓ ચિંતા કરતા હતા, તેટલામાં ઉજયિનીને રહીશ દેવધર નામને વણિક વ્યાપારને માટે ભમતે ભમતે ત્યાં આવે. તે તાપસને ભક્ત હોવાથી તાપસને વંદન કરવા તપોવનમાં આવ્યા. તે વખતે તેણે સર્વ તપસ્વીઓને ચિંતાતુર જોઈ ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે કુળપતિ બેલ્યા કે –“હે દેવધર ! જે અમારા દુ:ખથી તું દુઃખી થતે હે તો આ બાળકને ગ્રહણ કર.” તે સાંભળી તેણે કુળપતિનું વચન અંગીકાર કર્યું. તાપસોએ તેને તે બાળક આપે, તે લઈ તેણે પિતાની દેવસેના નામની ભાર્યા જે સાથે આવેલી હતી તેને આપે. તેને એક પુત્રી થયેલી હતી, તે પણ નાની જ હતી, એટલે વધારે અનુકૂળતા થઈ. અહીં મદનસેના રાણીને પુત્રને સારે સ્થાને ગયેલો જોઈ મનમાં સમાધિ થઈ. અનુક્રમે રેગની વ્યથાથી તે મરણ પામી. દેવધર શ્રેષ્ટીએ પિતાને ઘેર જઈ મહત્સવપૂર્વક તે પુત્રનું અમરદત્ત નામ પાયું, અને પુત્રીનું સુરસુંદરી નામ પાડ્યું. તે વખતે લોકોમાં વાત પ્રસરી કે–દેવઘરની ભાર્યાએ યુગલ પ્રસવું જણાય છે. " હવે તે ઉયિની નગરીમાંજ મિત્રશ્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ. સાગર શ્રેષ્ઠીનો પુત્ર જે મિત્રાનંદ હતું તે અમરદત્તને મિત્ર થયે. બે લેચનની જેમ તે બનેને પરસ્પર ગાઢ પ્રીતિ થઈ. એકદા વર્ષો તુમાં તે બને મિત્રો ક્ષિપ્રા નદીને કાંઠે વટવૃક્ષની સમીપે મેઈ ડાંડીએ રમતા હતા. તેમાં અમરદ મોઈ ઉડાડી તે દૈવયોગે વટવૃક્ષ ઉપર લટકાવેલા કોઈ ચોરના મૃતકના મુખમાં જઈને પડી. તે જોઈ મિત્રાનંદ હસીને બે –અહે મિત્ર ! આ મોટું આશ્ચર્ય તે. જે. તારી મેઈ મૃતકના મુખમાં જઈને પડી છે.” તે સાંભળી જાણે કોપ પામ્યું હોય તેમ તે મૃતક બેહ્યું કે–“હે મિત્રાનંદ ! તું , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust