________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. થયા, એટલે તેમને કળાને અભ્યાસ કરાવ્યો. અનુક્રમે રૂપ અને લાવણ્યથી શુભતા તેઓ યુવાવસ્થાને પામ્યા, ત્યારે પિતાએ તેમને - પુરણુવ્યા .. . . . . . . . . . . એકદા તે પુરના ઉદ્યાનમાં વિશેષ જ્ઞાનવાળા સ્વયંપ્રભ નામના - મુનિ પધાર્યા. તે અવસરે સ્વિમિતસાગર રાજા અશ્વવાહનની કીડા ? કરી થાકી જવાથી વિશ્રાંતિને માટે તેજ નંદન જેવા મનોહર વનમાં આવીને ક્ષણવાર બેઠા. તેટલામાં તે રાજાએ અશોક વૃક્ષની નીચે ધ્યાનમાં રહેલા મુનિને જોઈ શુદ્ધ ભાવથી તેને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વિધિથી નમસ્કાર કર્યો. પછી વિનયથી નમ્ર થઈ યોગ્ય સ્થાને બેસી મુનિના મુખથી આ પ્રમાણે ધર્મદેશના તેણે સાંભળી—“ કષાય કડવા વૃક્ષે છે, તેનું પુષ્પ દુર્ણ ધ્યાન છે, તેનું ફળ આલોકમાં પાપકર્મ અને પરલોકમાં દુર્ગતિ છે એ જાણીને સંસારથી ઉઠેગ પામેલા અને મોક્ષપદને ઈચ્છનારા પ્રાણીઓ અનર્થ કરનારા આ કષાય અવશ્ય ત્યાગ કરવા લાયક છે.” આ પ્રમાણે મુનિએ કહ્યું ત્યારે રાજા બે કે –“હે મુનિરાજ ! આપે જે કહ્યું તે સત્ય છે, પરંતુ કષાય કેટલા છે?” ગુરૂ બેલ્યા કે–“હે નરેંદ્ર ! સાંભળે– કોધ, માન, માયા અને લેભ આ ચાર કષાયો છે, તે દરેકના ચાર ચાર ભેદે છે. તેમાં પહેલે અનંતાનુબંધી, બીજે અપ્રત્યાખ્યાની, ત્રીજે પ્રત્યાખ્યાના રણ અને ચેાથે સંજવલન નામનો છે. પહેલો અને નંતાનુબંધી નામનો ફોધ પથ્થર ઉપર કરેલી રેખા જેવો નિશ્ચળ અને મહાદુઃખને આપનાર છે, બીજો અપ્રત્યાખ્યાની ક્રોધ તે પૃથ્વીની રેખા જેવું છે, ત્રીજો પ્રત્યાખ્યાનાવરણી ક્રોધ ધૂળની રેખા સમાન છે અને ચોથો સંજવલન કોધ જળની રેખ તય કહેલો છે. માન કષાય પણ એજ પ્રમાણે ચાર પ્રકારનો છે. તે અનુક્રમે પથ્થર, હાડકા, કાષ્ટ અને તૃણના સ્તંભ સદશ છે. માયા પણ ચાર પ્રકારની છે. તે દઢ. વાંસ, મેંઢાનું શૃંગ, બળદનું મૂત્ર અને 1 અવલેહિકા જેવી છે. તેજ રીતે લેભ પણ ચાર પ્રકારનો છે. તે કીરમજનો રંગ, પંક(કાદવ), 1 વાંસ વિગેરે ઉપરથી ઉતારેલી છાલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust