________________ દ્વિતીય પ્રસ્તાવ. * પ૭ “મેં આ સર્વ ખોટું કહ્યું છે. સુદત્ત સાર્થવાહે મને સેનાની ઈટે આપી આવું પાપ કર્મ મારી પાસે કરાવ્યું છે. હે દેવ! મારી વાણું ઉપર આપને વિશ્વાસ ન આવતો હોય તે મારે ઘેરથી તે ઈંટ મંગાવી ખાત્રી કરે.” તે સાંભળી રાજાએ મત્સ્યોદરના મુખ સામું જોયું ત્યારે તે બે કે –“હે પ્રભુ! એ પણ સત્ય છે.” ફરી રાજાએ પૂછયું– હે સ્થગીધર ! સત્ય વાત કહે.” મત્સ્યોદર બે -“હે નરેશ્વર ! તે વણિકના વહાણમાં મારા સવા આઠસો સુવર્ણની ઈટના જોટાઓ છે અને પંદર હજાર નિર્મળ રત્નો છે. વળી તે સુવર્ણમય ઈટેના સંપુટ મારા નામના ચિન્હવાળા છે.” એમ કહી તેણે રાજાની પાસે પિતાનું નામ વિગેરે કેટલુંક વૃત્તાંત કહ્યું. તે સાંભળી રાજાએ તે ચંડાળને ઘેરથી સુવર્ણના ચારે સંપુટ મંગાવ્યા. પછી તે સંપુટે જૂદા પાડ્યા છે તેની અંદર ધનદનું નામ જોયું. તરતજ રાજાએ ક્રોધથી તે ચંડાળ અને વણિકનો વધ કરવાનો હુકમ કર્યો. તે વખતે કૃપાળુ મત્સ્યદરે તે બંનેને છોડાવ્યા. પછી રાજાએ સુવર્ણના જળથી તેને નવરાવી ફરીને પવિત્ર કર્યો અને તે વણિક, તથા ચંડાળ પાસેથી ધનદનું જે વિત્ત હતું તે સર્વ લઈ તે બનેને યોગ્ય શિક્ષા કરી ધનદને લક્ષ્મીવડે ધનદ (કુબેર) સમાન બનાવ્યું. * એકદા રાજાએ એકાંતમાં ધનદને પૂછયું કે–“હે મત્સ્યદર! તારું સર્વ વૃત્તાંત સાચેસાચું કહે.” ત્યારે તેણે પોતાનું સર્વ વૃત્તાંત રાજા પાસે કહ્યું—“ હું આજ ગામના રહીશ રત્નસાર શ્રેષ્ઠીનો પુત્ર છું. મેં એક હજાર સેનામહોર આપીને એક ગાથા લીધી હતી, તે કારણથી મારા પિતાએ મને કાઢી મૂક્યો તેથી હું દેશાંતરમાં ગયે હતો.” ઇત્યાદિક સમગ્ર વાત કહીને ફરીથી તેણે રાજાને કહ્યું કે - “હે સ્વામી! હજુ મને કેઈની પાસે આપે પ્રસિદ્ધ કર નહીં. કારણકે મારી સ્ત્રી અને ધનનું હરણ કરનાર દેવદત્ત સાર્થવાહ પણ કદાચ અહીં આવે તે મારું કાર્ય સિદ્ધ થાય.” એમ કહી રાજાની પ્રસન્નતા મેળવી ધનદ આનંદથી રાજા પાસે રહ્યો. એકદા ભાગ્યમે તે દેવદત્ત સાર્થવાહ પણ ત્યાં આવ્યો. તે : પણ ભેટશું લઈ તિલકસુંદરી સહિત રાજસભામાં રાજા પાસે આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust