________________ શ્રી શાંતિનાથ ચરિ. અનુજ્ઞા લઈને હું તમારી સ્ત્રી થઈશ.” તે સાંભળી તેણે હર્ષથી તેનું વચન સ્વીકાર્યું અને મનમાં ધાર્યું કે -" નગરમાં જઈ રાજાને ધનવડે સંતોષ પમાડી મારૂં વાંછિત પૂર્ણ કરીશ.” . અહીં ધનદને તે પાપીએ સમુદ્રના જળમાં નાંખ્યું, તે વખતે દેવગે પહેલાં ભાંગેલા કેઈ વહાણનું પાટિયું તેના હાથમાં આવ્યું. તે પાટિયાને મજબૂત રીતે છાતી સાથે આલિંગન કરીને તરંગોથી ઉછળતે ઉછળતો પાંચ દિવસે તે પોતાના નગરની સમીપેજ આવ્યો. તેથી તે ચિત્તમાં હર્ષ પામી ઉંચું મુખ કરી પોતાના નગરને જેવા લાગે, તેટલામાં પાટીયા સહિત તેને એક મેટે મત્સ્ય ગળી ગયે. તે વખતે તે ધનદ નરકની જેવા મત્સ્યના જઠરમાં પડ્યો પડ્યો ચિતવવા લાગ્યો કે–“હે જીવ! આ સર્વ તારા નશીબના દોષથી જ થયું છે, માટે પેલી ગાથાનુંજ તું મનન કર્યા કર.” આ પ્રમાણે વિચાર્યા પછી તેણે આપત્તિનું નિવારણ કરનાર મણિનું મરણ કર્યું. તેના પ્રભાવથી તે મત્સ્ય તરતજ મચ્છીમારેથી પકડાયે. તેને કાંઠે લઈ જઈ તેઓએ તેનું જઠર ચીઠું, એટલે તેની અંદર તે મચ્છીમારોએ આશ્ચર્ય સહિત તે પુરૂષને . તેને બહાર કાઢી પાણીથી ધોઈ સ્વસ્થ કરી નગરના રાજાને તે વૃત્તાંત તેમણે જણાવ્યું. રાજાએ પણ આશ્ચર્ય પામી તેને પિતાની પાસે બોલાવી પૂછ્યું કે—“ હે ભદ્ર! આ અસંભવિત શું બન્યું ? તું કેણ છે ? અને મસ્યના જઠરમાં તું શી રીતે પડ્યો ? તે સર્વ સત્ય કહે, કારણકે આ બાબતમાં મને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું છે.” ત્યારે ધનદ છે કે –“હે સ્વામિન ! હું જાતે વણિક છું. વહાણ ભાગી જવાથી , પાટિયાને આધારે કીનારા સુધી આવ્યો. પછી જેટલામાં કાંઠા પાસે આવી નગરને જેતો હતો તેટલામાં મને મત્સ્ય ગળી ગયો. તે મસ્ય ધીરેએ પકડી તેનું ઉદર વીદાયું, તેમાં મને જે વિસ્મય પામીને તેઓ મને આપની પાસે લાવ્યા. હે રાજન ! આ પ્રમાણે મારી કથા જાણવી.” ત્યાર પછી રાજાએ તેને સેનાના પાણુથી હુવરાવી શુદ્ધ કરીને સુંદર આકારવાળો હોવાથી પોતાની પાસે રાખે અને તેનું મસ્યોદર એવું યથાર્થ નામ સ્થાપન કર્યું. તેની પ્રાર્થનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust