________________ પર શ્રી શાંતિનાથ ચરિત્ર. તે લોકેએ તે ખબર પિતાના સ્વામી દેવદત્ત સાર્થવાહને આપ્યા.ત્યારે તે પણ કેતુકથી તરતજ ત્યાં આવ્યું. પછી તેણે દેરડાવડે માંચી. બંધાવીને તે કુવામાં મૂકાવી. તેના પર ચડી ધનદ કુવામાંથી બહાર નીકળ્યો. તેને સુંદર આકારવાળે અને વસ્ત્ર તથા આભૂષણથી ભૂષિત જોઈને વિસ્મય પામી સાર્થવાહે પૂછયું કે–“હે ભદ્ર ! તું કોણ છે ? કયાંથી આવ્યો છે? અને આ કુવામાં શી રીતે પડ્યો હતે ?" ત્યારે તે બે કે—“હે સાર્થવાહ ! મારી પ્રિયા પણ આ કુવામાં પડેલી છે, તે પ્રિયાને બહાર કાઢવી છે. તથા હે દેવદત્ત ! મારી રત્ન અલંકારાદિક વસ્તુઓ પણ કુવામાં છે તે સર્વે બહાર કાઢીને પછી મારું સર્વ વૃત્તાંત તમને કહીશ. " તે સાંભળી સાર્થપતિ બે કે–“હે ભદ્ર ! તારી પ્રિયાને તથા તારી વસ્તુઓને બહાર કાઢ.” ત્યારપછી ધનદે તે પ્રમાણે કર્યું. તિલકસુંદરીને જોઈને સાર્થવાહ વિસ્મિત થયા. પછી સાર્થવાહે ધનદત્તને તેનું વૃત્તાંત પૂછ્યું ત્યારે તે પિતાનું વૃત્તાંત કહેવા લાગ્યા કે— હે સાર્થપતિ! હું ભરતક્ષેત્રનો રહેવાસી છું. જાતે વણિકું છું. ધન ઉપાર્જન કરવા માટે પ્રિયા સહિત વહાણમાં ચડી કટાહદ્વીપ તરફ જતો હતો. દૈવાગે સમુદ્રમાં વહાણુ ભાંગી ગયું. સ્ત્રી સહિત હું અહીં નીકળે. તૃષાતુર થયેલી મારી પ્રિયા જળને શોધ કરતી આ કુવા પાસે આવી અને પાણી જતાં અંદર પડી ગઈ. હું પણ નેહના વશથી તેની પાછળ પડ્યો, પરંતુ ભાગ્યને ગે બંને જણ કવાની મેખળા ઉપર પડ્યા. પાણીમાં પડ્યા નહીં. તે કૂપમાં રહેલી જળદેવીએ પ્રસન્ન થઈ અમને રને અલંકારે વિગેરે આપ્યા તથા તે દેવીએ અમને કહ્યું કે અહીં એક વહાણ આવશે. તેમાં બેસીને તમે સુખેથી તમારે સ્થાને જજે. આ પ્રમાણે હે સાર્થવાહ! મારું વૃત્તાંત છે. હવે તમે પણ તમારી કથા કહે કે જેથી આપણે પ્રીતિ વૃદ્ધિ પામે.” ત્યારે તે દેવદત્ત બે કે –“હે ભદ્ર! હું પણ ભરતક્ષેત્રને વાસી છું, કટાહ દ્વીપે જઈને ત્યાંથી પાછા વળી હું મારા ઘર તરફ જાઉં છું. તું પણ મારી સાથે ચાલ. આપણે સાથે જશું. તારી વસ્તુ તથા પ્રિયાને મારા વહાણમાં મૂકી દે.” તે સાંભળી ધનદે કહ્યું–“ભલે એમ કરે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust