________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કે–“જે કઈને રાજ્ય આપીએ તે મરણ પામે, તે પણ અકાર્ય જ છે, એવું કેમ કરાય ? " આ પ્રમાણે રાજાનું વચન સાંભની સર્વ મંત્રીઓએ એકત્ર થઈ વિચાર કરીને કહ્યું કે “યક્ષની પ્રતિમાને રાજ્યાભિષેક કરીએ અને તેનીજ આજ્ઞા પ્રવર્તાવીએ. જે કદાચ દેવના પ્રભાવથી તે યક્ષની પ્રતિમાને કષ્ટ ન થાય તો સારું, અને કદાચ કષ્ટ થાય તે કાષ્ઠની પ્રતિમાજ નાશ પામે એટલે તે નવી પણ થઈ શકે.” આ પ્રમાણે તેમનો મત સાંભળી શ્રીવિજય રાજાએ પણ તે અંગીકાર કર્યું. ત્યાર પછી તે રાજા અંત:પુર સહિત શ્રીજિનેશ્વર ના ચૈત્યમાં જઈ પષધ ગ્રહણ કરી તપ નિયમમાં તત્પર થઈ સંથારા ઉપર બેસી મુનિની જેમ પંચ પરમેષ્ઠિનમસ્કારના ધ્યાનમાં મગ્ન થયા. પછી મંત્રીઓ અને સામંતેએ મળી રાજાને સ્થાને યક્ષની પ્રતિમા સ્થાપન કરી, તેની સમીપે બેઠા અને તેને જ રાજા તરીકે સેવવા લાગ્યા. સાતમો દિવસ આવ્યા ત્યારે ક્ષણવારમ્માં વાદળવડે આકાશ વ્યાસ થઈ ગયું. મોટા ગજરવ સહિત મેઘ વરસવા લાગ્યું. તે વખતે વારંવાર ચમકારા કરતી ભયંકર વીજળી તેજ યક્ષની પ્રતિમા ઉપર પડી. તરતજ યક્ષની પ્રતિમા વિનાશ પામી, પરંતુ રાજ ક્ષેમકુશળ રહો. તે જોઈ સર્વ માણસે ચમત્કાર પામ્યા. ઉપસર્ગ શાંત થયા પછી નિમિત્તિયાના કહેવાથી શ્રીવિજય રાજા પોતાના મહેલમાં આવ્યું. તે વખતે અંત:પુરની સર્વ સ્ત્રીઓએ હર્ષથી તે નિમિત્તિયાને રન અલંકાર અને વસ્ત્રાદિકથી સત્કાર કર્યો. રાજાએ પણ ઘણું દ્રવ્ય આપી તેને સત્કાર કરી રજા આપી. યક્ષની પ્રતિમા નવી રત્નમય કરાવી. જિનપ્રતિમાની વિશેષ ઉત્સવપૂર્વક પૂજા રચાવી, અને પિતાના રાજ્યમાં પુનર્જન્મમહોત્સવ કરાવ્યો. એકદા શ્રી વિજય રાજા સુતારા રાણીની સાથે જ્યોતિર્વિન નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હતા. ત્યાં પર્વતના છાયાવાળા શિલાતટ ઉપર સ્વામી સાથે ફરતી અને કીડા કરતી મનહર અંગ વાળી સુતારા રાણીએ એક સુવર્ણની જેવા વર્ણવાળે મૃગ જોઈ સ્વામીને કહ્યું કે –“હે પ્રાણનાથ ! આ મૃગ મને લાવી આપો.” તે સાંભળી નેહથી મેહ પામેલે રાજા તેને પકડવા દેડ્યો. તે મૃગ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust