________________ દ્વિતીય પ્રસ્તાવ. 33 સુદર્શન નામનું ચકરત્ન અશ્વગ્રીવનું મસ્તક છેદી પાછું ત્રિપૃષ્ઠની પાસે આવ્યું. તે વખતે દેએ આકાશમાંથી ત્રિપૃષ્ઠના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને બેલ્યા કે-“આ ત્રિપૃષ્ઠ આ ભરતક્ષેત્રમાં પહેલો વાસુદેવ થયા છે. ત્યારપછી ત્રિપૃષ્ઠ વાસુદેવે દક્ષિણ ભારતના ત્રણ ખંડ સાધી તેમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી અને ડાબા હાથે કેટીશિલાને ઉપાડી છત્રની જેમ મસ્તક પર ધારણ કરીને મૂકી દીધી. પછી વિદ્યાધરેએ અને નરેંદ્રોએ તેને વાસુદેવ તરીકેનો પટ્ટાભિષેક કર્યો. વાસુદેવે જવલનજીને વિદ્યાધરને અધિપતિ કર્યો. ત્રિપૃષ્ઠની આજ્ઞાથી વિદ્ય–ભની બહેન તિર્માલા અકીર્તિ કુમારની ભાય થઈ. ત્યારપછી ત્રણ ખંડને સ્વામી ત્રિપૃષ્ઠ પોતાના નગરમાં ગયો. તેને સોળ હજાર રાણીઓ થઈ. તેમાં સ્વયંપ્રભા મુખ્ય પટરાણ થઈ અને અત્યંત વલ્લભા થઈ. અહીં શ્રીષેણ રાજાને જીવ સૈધર્મ દેવલોકમાંથી આવીને અક. કીર્તિ રાજાની રાણી જ્યોતિર્માલાની કુક્ષિરૂપી સરેવરમાં ઉત્પન્ન થયા. તે વખતે માતાએ સ્પમમાં અત્યંત તેજસ્વી સૂર્ય જે. સમય પૂર્ણ થયે પુત્રને જન્મ થયો. પિતાએ મહોત્સવ પૂર્વક તેનું અમિતતેજ નામ પાડ્યું. તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. એકદા અર્કકીર્તિના પિતા જ્વલન જટીએ અભિનંદન નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી સત્યભામાને જીવ સૈધર્મ દેવલેકથી ચવીને તેજ, અકીર્તિ રાજાની રાણી જ્યોતિર્માલાની કુક્ષિમાં પુત્રીપણે અવતર્યો, તે વખતે તેની માતાએ સ્વમમાં તારાઓવાળી રાત્રિ જોઈ. અનુક્રમે પૂર્ણ સમયે પુત્રી પ્રસવી. તેનું સ્વમને અનુસાર સુતારા નામ પાડ્યું. તે પણ અનુક્રમે યુવાવસ્થા પામી. અભિનંદિતાને જીવ સ્વર્ગમાંથી ઍવીને ત્રિપૃષ્ઠ વાસુદેવની રાણી સ્વયંપ્રભાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે વખતે તેની માતાએ સ્વમમાં લક્ષ્મીદેવીને અભિષેક થતે જે. તેથી તેને અનુસારે તે પુત્ર પ્રસવ્યો ત્યારે તેનું નામ શ્રીવિજય પાડ્યું. ત્યારપછી તે ત્રિપૃષ્ઠ વાસુદેવની રાણું સ્વયંપ્રભાની કુક્ષિથી બીજે વિજયભદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust