________________ દ્વિતીય પ્રસ્તાવ. તે પણ તે એક સામાન્ય માણસે મને મારી નાંખે એમ ધારી કોધથી કંપતું હતું, તે જોઇ ત્રિપૃષ્ઠના સારથિએ તેને કહ્યું કે –“હે સિંહ! આ કુમાર નરસિંહ છે, અને તું તે પશુસિંહ છે, તેથી સિંહે સિંહને હર્યો છે, તેમાં તું ક્રોધ શા માટે કરે છે.?આવાં તેનાં વચનથી તે મૃગેંદ્ર પ્રસન્ન થઈ મરણ પામીને નરકે ગયો. પછી તે પ્રજાપતિના પુત્રે તે સિંહનું ચર્મ પ્રતિવાસુદેવને મેં કહ્યું, અને વિદ્યાધરના મુખે કહેવરાવ્યું કે–“હે અશ્વગ્રીવ રાજા! મારી કૃપાથી હવે તું શાલિનું સુખે સુખે ભેજન કર.” અશ્વગ્રીવે તે ચર્મ જઈને અને તેનું કહેવરાવેલું વચન સાંભળી ચિત્તમાં વિચાર્યું કે –“જે આટલો બળવાન છે, તે મારી સાથેના યુદ્ધમાં પણ સમર્થ થઈ શકે.” આ પ્રમાણે વિચારીને તે મન રહ્યો. - એકદા અલ્પગ્રીવ રાજાએ સ્વયંપ્રભા કન્યાનાં સ્વરૂપનું વૃત્તાંત સાંભળી જવલનટી પાસે તે કન્યાની માગણી કરી. ત્યારે જવલનજીએ દૂતના મુખથી કાંઈક ઉત્તર કહેવરાવી તેને શાંત પાડ્યો, અને ગુપ્ત રીતે તે કન્યાને પતનપુર લઈ જઈને નૈમિત્તિકે કહેલા ત્રિપૃષ્ઠકુમારને પરણાવી દીધી. ત્યાર પછી હરિમથુ નામના મંત્રીએ કેઈની પાસેથી સ્વયંપ્રભાને વિવાહ થઈ ગયાની વાત સાંભળી પિતાના સ્વામી અશ્વગ્રીવ રાજાને તે વાત જણાવી. તેથી અત્યંત કેપ પામેલા તેણે હુકમ કર્યો કે “હે મંત્રી ! તે ત્રિપૃષ્ઠને, અચળને તથા માયાવી જવલન જટી ખેચરને એકદમ બાંધીને મારી પાસે લાવે.” સચિવે અશ્વગ્રીવના હુકમને અમલ થવા તેની તરફ દૂત મોકલ્યા. તે દૂતે પિતનપુર જઈ ગર્વિષ્ઠ વચનેથી જવલનજીને કહ્યું કેઅરે મૂ! તું મારા સ્વામીને તારા કન્યારતનની ભેટ કર, શું તું નથી જાણતા કે વિવિધ પ્રકારનાં સર્વ રત્નનું સ્થાન એ સ્વામીજ છે? કહ્યું છે કેमणिर्मेदिनी चन्दनं दिव्यहेति-वरं वामनेत्रा गजो वाजिराजः / विनाभूभुजं भोगसंपत्समर्थ, गृहे युज्यते नैव चान्यस्य पुंसः॥१॥ - “મણિ, પૃથ્વી, ચંદન, દિવ્ય શસ્ત્ર, મનહર સ્ત્રી, ઉત્તમ હસ્તી અને શ્રેષ્ઠ અશ્વ વિગેરે ઉત્તમ પદાર્થો ભેગની સંપત્તિમાં સમર્થ એવા રાજા વિના અન્ય પુરૂષના ઘરને યોગ્ય નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust