________________ લટ કરતાવ. 30 તે તો નથી.” ત્યારે અક્કા બોલી–“તે તમે પણ બુદ્ધિરહિતપણને લીધે તમારૂં સર્વસ્વ હારીજ ગયા છે.” આ પ્રમાણે સાંભળી તેઓ પણ પિતાને સ્થાને ગયા. આવાં તેણીનાં વાક્ય સાંભળી શ્રેષ્ઠીપુત્ર ગુરૂનાં વચનની જેમ હૃદયમાં ધારી રાખી હર્ષ પામ્યા. ત્યારપછી તે ત્યાંથી ઉડી રણઘંટાની સાથે તેના ઘરમાં જઈ પોતાને પુરૂષષ પહેરી તેણીની રજા લઈ પિતાને સ્થાને ગયે. ત્યારપછી કુદિનીએ કહેલી બુદ્ધિ પ્રમાણે તે રત્નચડે સર્વ કાર્યો સાધ્યાં. તેમાં કરિયાણું ગ્રહણ કરનાર ચાર વેપારીઓ પાસેથી તેણે ચાર લાખ રૂપીઆ લીધા અને સમુદ્રનું માન કરાવનાર ચારે પાસેથી પણ ચાર લાખ રૂપીઆ લીધા. તે વૃત્તાંતથી તે શ્રેષ્ઠી આખા નગરમાં પ્રસિદ્ધ થયા. એકદા રત્નચંડ ભેટાણું લઈને રાજા પાસે ગયે. તેને પ્રણામ કરી યોગ્ય આસને બેઠે. રાજાએ તેને સમગ્ર વૃત્તાંત પૂછો. ત્યારે તેણે સર્વ હકીકત રાજા પાસે નિવેદન કરી. તે સાંભળી રાજાએ આશ્ચર્ય પામી વિચાર્યું કે-“અહો ! આ પુરૂષનું માહા મ્ય અદ્ભુત છે, કે જેણે આ નગરના લોકો પાસેથી પણ ધન લીધું.” એમ વિચારી રાજા બોલ્યો કે-“હે વણિકપુત્ર ! તારા પર હું પ્રસન્ન થયો છું. કહે તારૂં શું વાંછિત કરૂં ?" ત્યારે રત્નચૂડ બોલ્યો કે-“હે રાજા! જે પ્રસન્ન થયા હો તે મને રણઘંટા નામની ગણિકા આપે.” આ પ્રમાણે તેણે માગણી કરી, ત્યારે રાજાના હુકમથી તે ગણિકા તેની ભાર્યા થઈ. પછી રત્નડે તેને માટે ઘણું અલંકારે કરાવી સ્નેહથી તેણને આપ્યા. - ત્યારપછી તે શ્રેષ્ઠીપુત્ર ઘણો લાભ ઉપાર્જન કરી બીજું કરીઆણું લઈ તેવડે વહાણ ભરી પોતાને સ્થાને જવા માટે તૈયાર થયો. પછી વહાણમાં બેસીને ક્ષેમકુશળતાથી મહાસાગરને તરી - રણઘંટા સહિત થોડા દિવસોમાં પોતાની નગરી સમીપે આવી પહોંચ્યા. તે વખતે કોઈ પુરૂષે આગળથી જઈ રોકીને વધામણી . આપી કે-“તમારે પુત્ર ઘણું ધન ઉપાર્જન કરી ક્ષેમકુશળતાથી આવ્યો છે. તે સાંભળી શ્રેષ્ઠી તેને ઉચિત દાનથી સંતોષ પમાડી મટે મેળાવડો કરી તેની સન્મુખ જઈમેટા ઉત્સવપૂર્વક પ્રિયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust