________________ 395 * લઈ પ્રસ્તાવે. - કરે છે, તો પણ તે વિત્ત આપે છે તે તે લઈ લઉં, પછી જે યોગ્ય લાગશે તે કરીશ.” એમ વિચારી તે ધન લઈ તેણે ઉત્તર આપે કે-“હું અહીંથી પાછો ફરું, ત્યારે તારે મારા આવાસે આવવું.” * એમ કહી શેઠ આગળ ચાલ્યા. : - ' રત્નગ્રેડને જોઈ ચાર ધૂર્ત પુરૂષે પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમાંથી એક છે કે–“સમુદ્રના જળનું પ્રમાણ અને ગંગાની રેતીના કણીઓની સંખ્યા જે બુદ્ધિમાન હોય તે જાણે છે, પરંતુ તેઓ પણ સ્ત્રીના હૃદયને જાણી શક્તા નથી.” તે સાંભળી બીજે બોલ્યો કે-“આ તે કેઈએ યુક્તિથી કહ્યું છે કે સ્ત્રીનું હૃદય કઈ પણ જાણી શકતું નથી, પરંતુ સમુદ્રના પાણીનું અને ગંગાની રેતીનું પ્રમાણ પણ કઈ જાણી શકતું નથી.” તે સાંભળી ત્રીજો બોલ્યો કે-“આ પૂર્વસૂરિનું સુભાષિત ખરેખર અસત્ય જણાય છે, તે પણ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય જેવા કદાપિ જાણ પણ શકે.” પછી એ બોલ્યા કે-“અરે ! આ તામ્રલિપ્તી નગરીથી આવેલે શ્રેષ્ઠીપુત્ર લાયક છે, અને તે આ સર્વ જાણે છે. તે સાંભળી બીજે બોલ્ય-“અરે ! ગંગા નદી તે દૂર છે. પરંતુ હમણું તો તું સમુદ્રના જળનું જ માન એની પાસે કરાવ.” આ પ્રમાણે તેઓએ પરસ્પર હઠથી વિવાદ કરી ધૂર્તવિદ્યાવડે તે બાબતમાં તે શ્રેષ્ઠીપુત્રને એ ઉત્સાહ પમાડ્યો કે જેથી તે કાર્ય કરવાનું શ્રેષ્ઠીપુત્ર અંગીકાર કર્યું. પછી ફરીથી તેઓ બોલ્યા કે–“હે શ્રેષ્ઠી પુત્ર! જે તમે તે પ્રમાણે કરશે તો અમારી સર્વ લક્ષ્મી તમને આપશું, અને જે નહીં કરી શકે તે તમારી સર્વ લક્ષ્મી અમે ગ્રહણ કરશું.” એમ કહી તેઓએ તે શ્રેષ્ઠીપુત્રની સાથે નિશ્ચય કરવા માટે હાથની તાળી આપી. રત્નચંડ પણ તેજ પ્રમાણે તાળી આપી આગળ ચાલ્ય, પછી તે વિચાર કરવા લાગ્યું કે-“મારા પિતાએ આ નગરના લોક જેવા કહ્યા હતા, તેવાજ છે. માટે આ સર્વ કાર્યોને નિર્વાહ શી રીતે થશે? અથવા તે પ્રથમ રણઘંટા ગણિકાને ઘેર તે હું જાઉં. કારણ કે તે ઘણું જનના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust