________________ 29 દ્વિતીય પ્રસ્તાવ. પતિ રાજાએ તે પ્રતિવાસુદેવના દૂતને સત્કાર કર્યો અને તેની વાત સાંભળીને તેને રજા આપી. પછી તે પાછો ચાલ્યો. તે વખતે કુમારના સેવકોએ કુમારને કહ્યું કે –“રાજાએ સત્કાર કરે તે દૂત પિતાના નગર તરફ જાય છે.” તે સાંભળીને બન્ને કુમારે તેની પાછળ ગયા અને તેણે રંગમાં ભંગ કર્યો હતો તે વાતનું સ્મરણ કરાવી મુઠીથી અને પગની લાતેના પ્રહારથી તેને ઘણે માર માર્યો. પોતાના પુત્રનું આવું ચેષ્ટિત પ્રજાપતિ રાજાએ સાંભળ્યું, તેથી તરતજ તે દૂતની પાસે જઈ તેને ખમાવ્યો અને ફરીથી વસ્ત્ર વિગેરેથી સારે સત્કાર કરી તેને સંતેષ પમાડ્યો. को न याति वशं लोके, मुखे पिंडेन पूरितः। मृदंगो मुखलेपन, करोति मधुरध्वनिम् // 1 // - “મુખમાં પિંડથી ભરી દીધેલો કોણ માણસ આ જગતમાં વશ થતો નથી? કેમકે મૃદંગને મુખે લેપ કરવાથી તે પણ મધુર ધ્વનિ કરે છે.” અહીં પ્રતિવાસુદેવે પ્રથમથી જ ચરપુરૂષના મુખથી તે દૂતના પરાભવની વાર્તા સાંભળી. કહ્યું છે કે - चरैः पश्यन्ति राजानो, धेनुर्गन्धेन पश्यति / पश्यन्ति वाडवा वेदै-श्वचामितरे जनाः // 1 // .. રાજાઓ ચરપુરૂષવડે જુએ છે, ગાયે ગંધવડે જુએ છે, બ્રાહ્મણે વેદવડે જુએ છે અને બીજા લેકે ચક્ષુવડે જુએ છે.” .. ત્યારપછી દૂત ત્યાં આવ્યું. રાજાધિરાજે મારે સર્વ વૃત્તાંત જા છે એમ સમજવાથી તેણે યથાર્થ હકીકત કહીને પછી કહ્યું કે–“હે દેવ ! એ તે બાળકની ચેષ્ટા હતી, પરંતુ પ્રજાપતિ રાજા તે કદાપિ આપની આજ્ઞાને રેખા માત્ર પણ ઉલ્લંઘતા નથી, તેથી તેના પર ટેપ કરો એગ્ય નથી.” તે સાંભળી રાજેદ્ર મૈનપણું ધારણ કર્યું. હવે તે રાજાને શાળિના ઘણું ખેતર હતા, પરંતુ તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust