________________ 355 પષ્ટ પ્રસ્તાવ. તેમને ફરીથી વંદના કરીને વીરદેવ પિતાના ઘરમાં આવી વિચા સ્વા લાગ્યો કે–“ હું ખરેખરો પુણ્યવંત છું. મારે જન્મ સફળ છે. કહ્યું છે કે - સપાત્ર મહાતી શ્રદ્ધા, જાણે શું યથોવિતા ... धर्मसाधनसामग्री, धन्यस्येयं प्रजायते // 1 // સત્પાત્ર, મોટી શ્રદ્ધા અને અવસરે યોગ્ય વસ્તુનું દાન, આવી ધર્મ સાધનની સામગ્રી ધન્ય પુરૂષને જ પ્રાપ્ત થાય છે.” તેની સ્ત્રી સુત્રતા પણ વિચારવા લાગી કે “આ મારા ભત્તર ખરેખરા પુણ્યવંત છે કે જેણે શ્રદ્ધાથી સાધુને દાન આપ્યું.” આ પ્રમાણે વિશુદ્ધ ભાવથી દાનની અનુમોદના કરીને તેણીએ પણ પાત્રદાનના પુણ્યનો વિભાગ પ્રાપ્ત કર્યો. ત્યારપછી પણ તે દંપતીએ અનેક પ્રસંગે વિવિધ પ્રકારનું દાન આપી ચિરકાળ સુધી સમકિત સહિત શ્રાદ્ધધર્મનું પ્રતિપાલન કર્યું. છેવટે અનશન અંગીકાર કરી આરાધનાવડે આત્માને નિર્મળ કરી શુભ ધ્યાનવડે મરણ પામીને તે બને ઈશાન દેવલોકમાં દેવ થયા. ત્યાં દેવનું આયુષ્ય પૂર્ણ કરી વિરદેવનો જીવ ત્યાંથી આવી હે રાજન ! તમે અહીં શૂરપા નામના રાજી થયા છે અને સુત્રતાનો જીવ સ્વર્ગથી અવીને તમારી આ પ્રિયા ઉત્તમ મનોરથવડે શોભતી શીલામતી - થઈ છે. હે રાજન ! તમે પૂર્વ ભવે જે સત્પાત્રને દાન આપ્યું, તેના . પ્રભાવથી પ્રયાસ વિના પણ તમને રાજ્યની પ્રાપ્તિ થઈ છે.” આ પ્રમાણે પોતાનો પૂર્વ ભવ સાંભળીને રાણી સહિત રાજાને જતિ-સ્મરણ થયું, તેથી પોતાના પૂર્વ ભવ પ્રત્યક્ષની જેમ જોઈ વૈરાગ્ય પામીને ચંદ્રપાણી નામના પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી પ્રિયા સહિત તેજ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અતિચાર રહિત તેનું પ્રતિપાલન કરી વિવિધ પ્રકારનું તપ કરી કેવળજ્ઞાન પામીને તે ક્ષે ગયે. ઈતિ અતિથિસંવિભાગવતે સૂરપાળનૃપ થા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust