________________ . પ. પ્રતાવ.' 353 જઈએ” એવી રાજનીતિ હોવાથી મહીપાળે તેને નમસ્કાર કર્યા. પછી મહીપાળે મધુર વચનવડે શીળમતીને કહ્યું કે –“હે પુત્રી આ જીવલોકમાં તું જ એક ધન્ય છે, કારણકે તારા અસંભવિત મનોરથો પણ સર્વ સિદ્ધ થયા; તેથી કરીને તુંજ એક સ્ત્રીરત્ન છે. તે શીયળનું ખરું રક્ષણ કર્યું અને પતિની આજ્ઞા યથાર્થ પાળી, તેથી તારા જેવી બીજી કોઈ સ્ત્રી દુનિયામાં છે?” આ પ્રમાણે મહીપાળે તેની પ્રશંસા કરી ત્યારે તે બોલી કે “હે પિતા ! તમારી મેં જે અવગણના કરી તે માટે ગુણકારક થઈ. વળી તમે તે દિવસે મારું અપમાન ન કર્યું હોત તો તમારો પુત્ર દેશાંતરમાં કયાંથી જાત ? રાજ્ય શી રીતે પામત? તમારું ગૈારવ શી રીતે કરત? અને મારું વાંછિત શી રીતે થાત ? " ત્યારપછી શૂરપાળ રાજાએ સર્વ મંત્રી અને સામંતાદિકને કહ્યું કે -" આ મારા પિતા છે, આ મારા ભાઈઓ છે, આ મારી માતા છે અને આ મારી ભાભી છે. તેઓ મારે પણ પૂજ્ય છે, તેથી તેમને તમે નમસ્કાર કરો.” તે સાંભળી આનંદ પામેલા સામંતાદિ સવેએ તેમને નમસ્કાર કર્યા. ત્યારપછી શૂરપાળ રાજાએ પોતાના ભાઈઓને જુદા જુદા દેશ આપી માંડલિક રાજાઓ કર્યા. કહ્યું છે કે - '. " नापकृतं नोपकृतं न सत्कृतं किं कृतं तेन / . प्राप्य चलानधिकारान् शत्रुषु मित्रेषु बन्धुवर्गेषु // 1 // " આ રાજ્યાદિક અધિકાર ચલાયમાન છે, તેને પામીને જેણે શત્રુઓને અપકાર કર્યો નથી, મિત્રો ઉપર ઉપકાર કર્યો નથી અને બંધુવનું સન્માન કર્યું નથી, તેણે શું કર્યું? કાંઈ કર્યું નહીં.” , શૂરપાળ રાજાએ પોતાના માતાપિતાને પિતાની પાસે જ રાખ્યા; અને પિતાના આત્માને કૃતાર્થ માનતો પોતાના રાજ્યનું પાલન કરવા લાગ્યો. એકદા તે નગરની બહારના ઉદ્યાનમાં શ્રી શ્રુતસાગર નામના સૂરિ સમવસર્યા. તે વખતે તેમના ચરણોને નમસ્કાર કરવા માટે નગરમાંથી જતા લોકોને જોઈ શૂરપાળ રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust