________________ - વટ પ્રસ્તાવે. 35 પર્શ થવાનો નથી.” ત્યારપછી રાજાએ તેણીને પ્રતીતિ આવવા માટે સંકેતનાં વચને કહી દેખાડીને ફરીથી કહ્યું કે-“હે મુશ્કે! મારી સામું જોઈ મને તું ઓળખ. હું કાંચનપુરથી નીકળીને અહીં. આ વ્યું હતું. તે વખતે અહીંને રાજા પુત્ર રહિત મરણ પામવાથી પંચદિવ્યવડે મને રાજ્ય મળ્યું છે. તેજ હું શૂરપાળ તારે પતિ છું.” આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળી તેને પ્રતીતિવાળું જાણ સંકેતનાં વચને મનમાં વિચારી વિસ્મય પામેલી તેણીએ તેમની સમુખ જોઈ સારી રીતે પિતાના કાંતને ઓળખે. તે વખતે મેઘના દર્શનથી જેમ મયૂરી હર્ષવાળી થાય તેમ પિતાના ભર્તારને ઓળખીને તે શીળમતી હર્ષના સમૂહથી દેદીપ્યમાન થઈ. પછી રાજાના આદેશથી દાસીઓએ તેણીને અત્યંગપૂર્વક સ્નાન કરાવ્યું, સર્વ અંગો ઉપર કું મને લેપ કર્યો, રાજાએ આપેલાં પટકૂળ વસ્ત્રો પહેરાવ્યાં, અને તિલક વિગેરે ચાર પ્રકારનાં શૃંગારોથી તેનું શરીર શણગાર્યું. પછી દાસીઓ તે શીળમતીને રાજા પાસે લઈ ગઈ. ત્યારે રાજાએ તેને પિતાના અર્ધ આસન પર બેસાડી. તે વખતે મંત્રી અને સામંત વિગેરેએ તેણીને પ્રણામ કર્યા. . - હવે તેજ દિવસે શીળમતીની સાથે છાશ લેવા માટે શાંતિમતી પણ રાજાને ઘેર આવી હતી. પણ જ્યારે રાજાએ ક્રોધથી શીળમતીને કારાગૃહમાં નાંખવાની આજ્ઞા કરી ત્યારે તે નાશીને પોતાને ઠેકાણે ગઈ અને તેણીએ પોતાના કુટુંબ પાસે વાત કરી કે-“શીળમતીએ રાજાને આપેલે કંચુક લીધો નહીં, તેથી રાજાએ કેવથી તેણીને કારાગૃહમાં નાંખી છે. ”તે સાંભળી સર્વે બોલ્યા કે –“જે થયું તે ચગ્ય જ થયું છે. ઘણું કહ્યા છતાં પણ તેણીએ પોતાને કદાગ્રહ છોડ્યો નહીં, તેથી તેમજ થવા યોગ્ય હતું.” એમ કહીને સર્વે પોતપોતાના કામમાં પ્રવર્યા. - . : L; ત્યાર પછી એક દિવસ રાજાએ મહીપાળને કુટુંબ સહિત નિમંત્રણ કર્યું. ત્યારે તે પરિવાર સહિત વેળાસર ભેજનને માટે રાજાને ઘેર આવ્યો. રાજાએ તે સર્વને સ્નાન કરાવી ઉત્તમ વસ્ત્રો પહેરાવી ગ્યતા પ્રમાણે શ્રેષ્ઠ આભૂષણોવડે અલંકૃત કર્યા. તે જોઈ મહીપાળે વિચાર્યું કે -" આ રાજા બંધુની જેમ અમારૂં ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust