________________ 348 - શ્રી શાંતિના ચરિત્ર. લેકો કામ કરતા હતા. તે જોઈ મહીપાળ પણ કુટુંબ સહિત ત્યાં કામ કરવા લાગ્યા. એકદા સર્વ લોકોએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે— " હે સ્વામી ! કૃપા કરીને એકવાર આપ તે સરોવરનું કાર્ય જેવા પધારે.” તે સાંભળી લોકોના આગ્રહથી રાજા હાથીના કંધ પર ચડી સર્વ સેના સહિત સરોવર જેવા ગયે. ત્યાં સર્વ કર્મકોને જોતાં એક ઠેકાણે તે રાજાએ પોતાના પિતા મહીપાળને સમગ્ર કુટુંબ સહિત જે, તથા વિરહની અવસ્થાથી દુર્બળ થયેલી અને પરપુરૂષની સન્મુખ પણ નહીં જેનારી શીળમતીને પણ જોઈ. તે વખતે રાજાએ વિચાર કર્યો કે –“અહો ! દેવગથી મારા કુટુંબને આવી મજુરી કરવાની અવસ્થા પ્રાપ્ત થઈ છે. ખરેખર આ પૂર્વ કર્મને જ વિપાક છે. કહ્યું છે કે " हरि हरि सुशिरांसि यानि रेजु-हरि हरि तानि लुठन्ति गृध्रपादैः। इह खलु विषमः पुराकृतानां, भवति हि जन्तुषु कर्मणां विपाकः // 1 // “હરિ હરિ ! જે મસ્તકે મુગટ વિગેરેથી અત્યંત શુભતાં હતાં, તેજ મસ્તકે આજે ગીધ વિગેરે પક્ષીઓના પગમાં આળોટે છે; માટે ખરેખર આ જગતમાં પૂર્વે કરેલા પ્રાણીઓના કર્મને વિપાક મહા વિષમ છે.” આ પ્રમાણે કર્મવિપાકનું સ્વરૂપ વિચારીને તે રાજા બીજા સર્વ કર્મ કરોને જોઈને પછી પોતાના કુટુંબને ઉદ્દેશીને પંચકુળ પ્રત્યે બેલ્ય કે-“આ નવ મનુષ્ય કેવું કામ કરે છે? અને તમે તેને શું શું આપે છે?” પંચકુલે જવાબ આપે કે-“હે સ્વામી! એઓ કામ સારું કરે છે અને દરેક કાર્યકરોને દરરોજ એક એક રૂપીઓ તથા મધમ અનાજનું ભોજન આપની આજ્ઞાથી આપવામાં આવે છે. તે સાંભળી ફરી રાજાએ કહ્યું કે-“આ નવ મનુષ્ય સારું કામ કરે છે, તે માટે તેઓને કાંઈક વધારે આપવું જોઈએ; કેમકે નીતિમાં કહ્યું છે કેસજજન અને અર્જુન સર્વના ઉપર જે સ્વામી સમદ્રષ્ટિથી તે તે સજીનના ઉત્સાહનો ભંગ થાય છે; તેને ઉત્સાહ વૃદ્ધિ પામતો નથી. તેથી આ નવેને હવેથી બમણા પૈસા તથા ઉત્તમ અનાજનું ભેજન આપવું.” આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે પંચકુળે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust